Wed May 13 2026

Logo

શું તમે જાણો છો રસોડાની આ વસ્તુઓની નથી હોતી કોઈ એક્સપાયરી ડેટ! રહે છે લાંબો સમય સુધી ફ્રેશ..

2026-05-13 12:40:00
Author: Darshana Visaria
Article Image

આપણે જ્યારે પણ બજારમાંથી કોઈ ફૂડ આઈટમ્સ ખરીદીએ છીએ, ત્યારે સૌથી પહેલાx તેની 'એક્સપાયરી ડેટ' ચેક કરીએ છીએ કારણ કે એક્સપાયરી ડેટવાળી ફૂડ આઈટમ્સનું સેવન કરવું એ ખૂબ જ જોખમી માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા રસોડામાં એવી કેટલીક વસ્તુઓ છે જે ક્યારેય ખરાબ થતી નથી? ચાલો આજે તમને આવી કેટલીક ફૂડ આઈટમ્સ વિશે જણાવીએ... 

એક અહેવાલમાં કરવામાં આવેલા દાવા અનુસાર આપણા રસોડામાં રહેલી કેટલીક એવી ફૂડ આઈટમ્સ હોય છે કે જેની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. આનો અર્થ એવો થયો કે જો આ વસ્તુઓને યોગ્ય રીતે સ્ટોર કરવામાં આવે, તો તેને વર્ષો સુધી એટલે કે લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે.

ઈન્સ્ટન્ટ કોફી 
એક્સપાયરી ડેટ ના હોય એવા ફૂડ આઈટમ્સ વિશે વાત કરીએ તો આ યાદીમાં સૌથી પહેલાં આવે છે ઈન્સ્ટન્ટ કોફી. જો કોફીના પેકેટ કે જારને ભેજથી બચાવીને સીલબંધ રાખવામાં આવે અથવા ફ્રીઝરમાં રાખવામાં આવે, તો તે ક્યારેય ખરાબ થતી નથી.

કોર્નસ્ટાર્ચ
કોર્નસ્ટાર્ચ પણ આ લિસ્ટમાં સામેલ છે. આમાં ખૂબ જ ઓછું મોઈશ્ચર હોય છે અને માઈક્રોઓગ્રેનિઝ્મ તેની અંદર નથી ડેવલપ થતાં. કોર્નસ્ટાર્ચમાં જો ભેજ લાગી જાય અને તેના ગાંઠા જામી જાય તો પણ તેનો ટેસ્ટ ખરાબ નથી થતો, માત્ર તેનું ટેક્સચર જ બદલાય છે. 

વિનેગર 
વિનેગર એટલે કે સરકોની એસિડિક પ્રકૃતિ એટલી મજબૂત હોય છે કે તે પોતાની જાતને વર્ષો સુધી સુરક્ષિત રાખે છે. વિનેગરનો ઉપયોગ મોટાભાગે અથાણાં અને અન્ય ખાદ્ય પદાર્થોને તાજા રાખવા માટે થાય છે, અને તે પોતે ક્યારેય ખરાબ થતું નથી.

સફેદ ચોખા 
જો સફેદ ચોખાને ઓક્સિજનથી બચાવીને એરટાઈટ કન્ટેનરમાં ઠંડી જગ્યાએ રાખવામાં આવે, તો તે ૩૦ વર્ષ સુધી ખરાબ થતા નથી. જોકે, બ્રાઉન રાઈસ (Brown Rice) સાથે આવું નથી, કારણ કે તેમાં કુદરતી તેલ હોય છે જે તેને જલ્દી ખરાબ કરી દે છે.

મીઠું 
હવે એ વાત તો આપણે સૌ જાણીએ છીએ કે મીઠું પોતે જ એક કુદરતી પ્રિઝર્વેટિવ છે. સદીઓથી તેનો ઉપયોગ ખોરાકને સાચવવા માટે કરવામાં આવે છે. દરિયામાંથી મળતા આ ખનીજ પર જો ભેજ ન લાગે, તો તે ક્યારેય એક્સપાયર થતું નથી.

ખાંડ 
મીઠાની સાથે સાથે જ ખાંડની પણ કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. મીઠાની જેમ જ ખાંડ પણ એક નેચરલ પ્રિઝર્વેટિવ છે અને તે બેક્ટેરિયાની ઉત્પતિ થવા દેતી નથી. ભલે ખાંડમાં ગઠ્ઠો વળી જાય, પણ તે ક્યારેય ઝેરી કે ખરાબ થતી નથી. તેને લાંબા સમય સુધી વાપરી શકાય છે.

મધ 
મધને 'અમર' ખોરાક માનવામાં આવે છે. પુરાતત્વવિદોને ઇજિપ્તના પ્રાચીન પિરામિડમાંથી હજારો વર્ષ જૂનું મધ મળ્યું છે, જે આજે પણ ખાવા લાયક સ્થિતિમાં હતું. મધમાં ભેજનો અભાવ અને તેની એસિડિક પ્રકૃતિ તેને બેક્ટેરિયાથી બચાવે છે. સમય જતાં તે જામી શકે છે, પણ તેને ગરમ કરવાથી તે ફરી પહેલા જેવું થઈ જાય છે.

સૂકી દાળ અને કઠોળ 
સૂકી દાળ, રાજમા કે છોલે જેવા કઠોળ લાંબા સમય સુધી સુરક્ષિત રહી શકે છે. વર્ષો પછી તેને રાંધવામાં થોડો વધારે સમય લાગી શકે છે, પરંતુ તેના પોષક તત્વો કે સ્વાદમાં કોઈ મોટો ફેરફાર થતો નથી.

મેપલ સિરપ
મેપલ સિરપની બોટલનું જ્યાં સુધી સીલ નથી તોડવામાં આવ્યું ત્યાં સુધી તેને વર્ષો સુધી જેમનું તેમ સ્ટોર કરી શકા છે અને તે ખરાબ નથી થતું. મેપલ સિરપમાં નેચરલ હાઈ શુગર કન્સ્ટ્રેશન હોય છે. 

સોયા સોસ
ટ્રેડિશનલ સોયા સોસને નેચરલ ફર્મેન્ટેજ પ્રોસેસથી તૈયાર કરવામાં આવે છે અને તેમાં મીઠાનું પ્રમાણ પણ વધારે હોય છે. જે નેચરલ પ્રિઝર્વેટિવની જેમ કામ કરે છે. બોટલમાં રાખવામાં આવેલું સોયા સોસ વર્ષો સુધી ખરાબ થતું નથી.