Fri May 15 2026

Logo

રણવીર સિંહની 'ધુરંધર' હવે જોવા મળશે OTT પર, જુઓ ધમાકેદાર ફિલ્મનો ખાસ પ્રોમો

2026-05-15 18:02:11
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ જેની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી એ આતુરતાનો હવે અંત આવ્યો છે. 'ધુરંધર-ધ રિવેન્જ' ફિલ્મ ક્યારે OTT પર આવશે અને આ અંગે હવે મોટી જાહેરાત કરી છે. જીયોહોટસ્ટારે આખરે આ ફિલ્મની OTT રિલીઝની જાહેરાત કરી દીધી છે. આ માટે ખાસ ડિજિટલ પ્રીમિયર પણ તૈયાર કરવામાં આવ્યું છે. રણવીરસિંહના ફેન્સ માટે ખરેખર સારા સમાચાર છે. ખાસ કરને જે લોકો 'ધુરંધર- ધ રિવેન્જ' ફિલ્મને સિનેમા હોલમાં નથી જોઈ શક્યા એ હવે પોતાના મોબાઈલ પર સરળતાથી જોઈ શકશે. 

તારીખ જાહેર કરો

જીયોહોસ્ટારે આખરે આ ફિલ્મની રીલિઝ ડેટ જાહેર કરી દીધી છે. હવે ફેન્સ આ ફિલ્મને પોતાના મોબાઈલમાં જોવા માટે રાહ જોઈ રહ્યા છે અને ફિલ્મને લઈને એક્ઝાઇટેડ પણ એટલા જ છે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, આ એ પ્રિન્ટ છે જે ઓરિજિનલ છે. સિનેમાહોલમાં જે સિન પર કાપ મૂકવામાં આવ્યો હતો એ હવે આ પ્રિન્ટમાં સરળતાથી જોવા મળશે. ફિલ્મની રો પ્રિન્ટ જોવાની એક અલગ મજા છે. ઘરે બેસીને મોબાઈલ કે ટેબલેટમાં મોટા સ્પીકર જોઈને કરીને ફિલ્મ જોવાનો પ્લાન બનાવ્યો હોય તો ડેટ નોટ કરી દો. આ ફિલ્મ 4 જૂનના રોજ જીયોહોટસ્ટાર પર આવશે. ત્યાં સુધીમાં IPL ક્રિકેટ ટુર્નામેન્ટ પૂરી થઈ જશે. ફાઈનલ મેચ પણ રમાઈ ચૂકી હશે. 

પ્રીમિયર સ્ટ્રિમ થશે પછી ફિલ્મ આવશે

તારીખ 4 જૂનના રોજ પ્રીમિયર સ્ટ્રિમ થશે અને તારીખ 7 જૂનના રોજ ફિલ્મ સ્ટ્રીમ થશે. 5 જૂનના રોજ આ ફિલ્મ તમામ સબસ્ક્રાઈબર્સ માટે સ્ટ્રિમિંગ માટે પ્રાપ્ય બની જશે. માર્ચમાં સિનેમાઘરમાં રીલિઝ થયા બાદ આશરે અઢી મહિનાના અંતર પછી ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર આવી રહી છે. OTT પ્રેમીઓ માટે આ એક મોટી ગિફ્ટ સમાન છે. ડિજિટલ પ્લેટફોર્મ પર રીલિઝ કરવાનું નક્કી થયા બાદ મેકર્સે દમદાર પ્રોમો પણ શેર કર્યો છે.

પ્રોમોમાં ફિલ્મની સમગ્ર ટીમ, સંજય દત્ત, અર્જુન રામપાલ, આર. માધવન અને સારા અર્જુન જોવા મળશે. પ્રોમોની ખાસ વાત એ છે કે, આ માટે કોઈ ખાસ શૂટ નથી કરાયું પણ ફિલ્મના કેટલાક સિન પરથી જ પ્રોમો કટ અને એડિટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સ્ટાર્સના મોબાઈલ સ્ક્રિન પર જીયોહોસ્ટારનો લોગો સરળતાથી જોઈ શકાય છે. ડિજિટલ પર આવનારી ફિલ્મ સિનેમા કરતા ઘણી રો છે. 

રો પ્રિન્ટનો આનંદ લઈ શકાશે

સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર ડિજિટલ પર આવનારી પ્રિન્ટમાં બ્રુટલ એક્શન સિનને જે રીતે શૂટ કરાયા હતા એ જ રીતે અંદર જોડી દેવામાં આવ્યા છે. જે સિનને સેન્સરબોર્ડ દ્વારા કાપી નાંખવામાં આવ્યા હતા એ સિન ડિજિટલ પ્રિન્ટમાં એ જ રીતે રાખવામાં આવ્યા છે. આનો અર્થે એ થયો કે દર્શકો ફિલ્મની રો પ્રિન્ટનો આનંદ લઈ શકશે. 

ખાસ વાત એ છે કે, ભારતમાં રિલીઝ થતા પહેલા આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તર પર નેટફ્લિક્સ પર 14 અને 15 મેના રોજ સ્ટ્રિમ થઈ હતી. વૈશ્વિક સ્તર પર સારો એવો પ્રતિસાદ મળ્યા બાદ હવે ભારતીય દર્શકો માટે ફિલ્મ મૂકવાનો નિર્ણય લેવાયો હતો.કમાણીના મામલે રેકોર્ડ તોડ્યા બાદ હવે ફિલ્મ વ્યૂઅરશિપના મામલે રેકોર્ડ બનાવશે એ નક્કી છે.