Thu Sep 03 2026

Logo

જ્યારે એકતા કપૂરે આ એક્ટ્રેસના લુક્સની મજાક ઉડાવી 'ઘોડી' સાથે કરી હતી સરખામણી, જાણો શું છે આખી સ્ટોરી...

2026-03-09 20:51:00
Author: Darshana Visaria
જ્યારે એકતા કપૂરે આ એક્ટ્રેસના લુક્સની મજાક ઉડાવી 'ઘોડી' સાથે કરી હતી સરખામણી, જાણો શું છે આખી સ્ટોરી...

બોલીવૂડની મોસ્ટ ટેલેન્ટેડ એક્ટ્રેસ રાધિકા આપ્ટે આજે ભલે પોતાની એક્ટિંગના જોરે ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જગ્યા બનાવી ચૂકી છે. પરંતુ કરિયરના શરૂઆતના દિવસોમાં અન્ય સેલેબ્સની જેમ તેને કડવા અનુભવો થયા છે અને મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડ્યું હતું. આવા જ એક ખૂબ જ ઓછા ચર્ચિત પણ ચોંકાવનારા કિસ્સા વિશે વાત કરીએ તો 'ટીવી ક્વીન' એકતા કપૂરે નેશનલ ટેલિવિઝન પર રાધિકાના લુક્સની મજાક ઉડાવતાં તેની સરખામણીએ ઘોડી સાથે કરી દીધી હતી. ચાલો નજર કરીએ શું છે આખી ઈનસાઈડ સ્ટોરી... 

2011ની વાત કરીએ તો ફિલ્મ 'શોર ઈન ધ સિટી' દરમિયાન રાધિકા આપ્ટે અને બોલીવૂડ એક્ટર ભાઈ તુષાર કપૂર વચ્ચે અફેર હોવાની અફવાઓ ઉડી હતી. જોકે, આ અફવાઓ તુષાર કપૂરની બહેન એકતા કપૂરને ખાસ કંઈ પસંદ નહોતી આવી. કરણ જોહરના ફેમસ અને વિવાદાસ્પદ ટોક શો 'કોફી વિથ કરણ'માં એકતા કપૂર જ્યારે તુષાર સાથે કરણ જોહરના શોમાં પહોંચી ત્યારે તેણે રાધિકા પર આકરા પ્રહારો કર્યા હતા.

શો પર પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં એકતાએ મજાકમાં કહ્યું હતું કે સ્ત્રીઓની બાબતમાં તુષારનો ટેસ્ટ ખૂબ જ ખરાબ છે. જ્યારે તુષારે ટોપ 5 સેક્સી એક્ટ્રેસના નામ લેવાના હતા, ત્યારે એકતાએ વચ્ચે જ રાધિકા આપ્ટેનું નામ લીધું અને તેની સુંદરતાની સરખામણી 'ઘોડી' સાથે કરીને તંજ કસ્યો હતો. એકતાનો આ જવાબ સાંભળીને જ્યારે કરણે પૂછ્યું કે 'આ રાધિકા કોણ છે?', ત્યારે એકતાએ ટોણો મારતાં કહ્યું હતું, બિલકુલ! આ કોણ છે?

જોકે, તુષાર કપૂર અને રાધિકાના અફેયરની અફવાઓને લાંબા સમય બાદ એક ઈન્ટરવ્યુમાં રદીયો આપ્યો હતો. રાધિકાએ જણાવ્યું હતું કે કે આ બધું ફિલ્મ પ્રમોશન માટે ફેલાવવામાં આવેલી અફવાઓ હતી. જ્યારે મીડિયામાં એવી ચર્ચા ચાલી રહી હતી કે હું ગોવામાં તુષાર સાથે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરી રહી છું એ સમયે હકીકતમાં તો હું લંડનમાં પોતાની પરીક્ષાની તૈયારી કરી રહી હતી.

અફેયરની વાત તો દૂર રાધિકાએ તો તુષાર કપૂર સાથેની તેની મિત્રતાને પણ નકારી કાઢી હતી. વાત કરીએ રાધિકા મર્ચન્ટની વર્ક લાઈફ વિશે તો એકતા કપૂરના કટાક્ષ છતાં રાધિકાએ પોતાની પ્રતિભા સાબિત કરી છે. 'અંધાધૂન', 'સેક્રેડ ગેમ્સ' અને 'પાર્ચ્ડ' જેવી ફિલ્મો દ્વારા તે આજે ઇન્ટરનેશનલ લેવલે પણ એક મજબૂત ઓળખ ધરાવે છે.