મુંબઈઃ એક યા બીજી રીતે સતત અને સખત ચર્ચામાં રહેતી એકતા કપૂર ઓટીટી તથા ફિલ્મ ક્ષેત્રે અવનવા પ્રયોગ કરી રહી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બિઝનેસ સાયકલને સતત દોડતી રાખવામાં એની ભૂમિકાને અવગણી શકાય એમ નથી. 'ભૂત બંગલા' ફિલ્મની પ્રોડ્યુસર એકતા કપૂર હાલ તો સેલિબ્રેશનના મૂડમાં છે. ફિલ્મ બોક્સઓફિસ પર સારી રીતે ચાલી રહી છે. ધીમે ધીમે ફિલ્મ 100 કરોડના ક્લેક્શન સુધી પહોંચી છે. આ તકે એકતાએ અક્ષય કુમારના અને જિતેન્દ્રના કામના અને એક વ્યક્તિ તરીકેના જોરદાર વખાણ કર્યા છે.
એકતા કપૂરે કહ્યું હતું કે, અક્ષય નિયમિત રીતે કામ કરનાર વ્યક્તિ છે. જ્યારે અક્ષય અને જિતેન્દ્ર બન્ને પ્રોડ્યુસર તથા ક્રૂ સ્ટાફનું ખૂબ સારી રીતે ધ્યાન રાખી જાણે છે. અક્ષયની એકવર્ષમાં એકથી વધારે ફિલ્મ કરવાની આદત બોલિવૂડની સમગ્ર ઈકોસિસ્ટમ માટે ઘણી મહત્ત્વની છે. ફિલ્મ 'ભૂત બંગલા'ની સફળતા બાદ સોશિયલ મીડિયા પર એકતાએ એક પોસ્ટ મૂકી હતી. પિતા જિતેન્દ્રના કરિયર પર વાત કરી અને કામ કરવાની શૈલીની સરખામણી અક્ષય કુમાર સાથે કરી હતી. આ બન્ને વ્યક્તિ એક્ટર, પ્રોડ્યુસરના વિઝનને સારી રીતે સમજે છે. ફિલ્મ મેકિંગની જે પ્રક્રિયા છે એનુ માન જાળવે છે. એકતા એ પોસ્ટમાં લખ્યું કે, હવે એ સમય આવી ગયો છે કે, મારે બધાનો આભાર વ્યક્ત કરવો જોઈએ.
અનુશાસન અને શિસ્તની કરી વાત
ડેડ અને અક્ષય સરની આ તસવીર મને થોડું થોડું યાદ અપાવે છે કે, જીવનમાં અનુશાસન શું કરી શકે છે. આ બન્ને એકબીજા સાથે એટલા મેચ થાય છે કે, જ્યારે અક્ષય સાથે વાત કરૂ ત્યારે એવું લાગે છે કે, હું મારા ડેડ સાથે વાત કરી રહી છું. એમનું અનુશાસન અને પ્રોડ્યુસરના ભરોસા પર એમનો વિશ્વાસ ખૂબ ઊંડો છે, સમ્માનજનક છે. આ જે છે એ ખૂબ જ જોરદાર છે. જિતેન્દ્ર અને અક્ષય જેવા કલાકારો ઈન્ડસ્ટ્રીને એક-બે મોટી ફિલ્મથી પણ આગળ બનાવી રાખવામાં મદદ કરે છે. રેગ્યુલર કામ કરતા વધારે પ્રોડ્યુસરને એની ફિલ્મ બનાવવાનો ચાન્સ મળતો હોય છે.આવો ચાન્સ ઘણાય લોકોને મળે છે. અક્ષય અને જિતેન્દ્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના બિઝનેસને જીવંત રાખતા કારણ સમાન છે. આ જ કારણે પ્રોડ્યુસર પાસે હજુ પણ કેટલાક કંટ્રોલ છે. ટોચના ડાયરેક્ટર સાથએ ક્યારેય ફિલ્મ કરવાથી ઈન્ડસ્ટ્રીમાં માત્ર એક લેયર ચાલે છે. ઈન્ડસ્ટ્રીના આગળ વધવા એવા એક્ટર જોઈએ જે નિયમિત કામ કરે, જેથી કરીને પ્રોડ્યુસરને એ ચાન્સ મળી રહે.

અક્ષયને કહ્યા ગુરૂજી
અક્ષયના વર્ષમાં અનેક ફિલ્મો કરવાની શૈલી પર ટિપ્પણી કરતા, એકતાએ કહ્યું કે ફિલ્મોની વિશાળ સંખ્યા મહત્વપૂર્ણ છે, કારણ કે તે વધુ રોજગારીની તકો ઊભી કરે છે અને ઉદ્યોગને ચાલુ રાખે છે. તેણીએ લખ્યું,"આ બે વ્યક્તિઓએ ઉદ્યોગમાં જે વ્યવસાય લાવ્યો છે તેને ભાગ્યે જ તે શ્રેય આપવામાં આવે છે જે તે લાયક છે. જ્યારે પણ કોઈ પૂછે છે કે - 'અક્ષય કુમાર વર્ષમાં ચાર ફિલ્મો કેમ કરે છે?' ધર્મેન્દ્ર, જીતેન્દ્ર અને અક્ષય જેવા લોકોના કારણે જ આ ઉદ્યોગ અત્યાર સુધી પ્રગતિ કરી શક્યો છે. આ તે જગ્યા છે જ્યાં ઉદ્યોગને ફાયદો થાય છે! આભાર, અક્ષય સર, દરેક નિર્માતાને - ભલે તે ઉચ્ચ કક્ષાના હોય કે મધ્યમ કદના - તેમનું શ્રેષ્ઠ આપવા માટે તક આપવા બદલ! ગુરુજી, તમને ખૂબ ખૂબ પ્રેમ!"