Wed Sep 09 2026

Logo

પૂર્વી કોંગોમાંથી મળી આવી 171 લાશો! કોણે કર્યો આ સામૂહિક હત્યાકાંડ?

2026-02-27 10:22:00
Author: Vimal Prajapati
પૂર્વી કોંગોમાંથી મળી આવી 171 લાશો! કોણે કર્યો આ સામૂહિક હત્યાકાંડ?

કિન્શાસા(કોંગો): પૂર્વી કોંગોમાં મૃતદેહોનો વિશાળ ઢગલો મળ્યો હોવાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો માહોલ છવાયો છે. અહીં એક બે નહીં પરંતુ 171 લાશો મળી આવી છે. આખરે આટલી લાશો ક્યાંથી આવી? આ લોકોને કોઈએ હત્યા કરી કે પછી કોઈ બીજું કારણ છે? પૂર્વી કોંગોમાંથી 171 લાશો મળી આવી હોવાનો કોંગોલી અધિકારીઓેએ જાણકારી આપી છે. આ લાશોના કારણે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. અત્યારે આ લાશોના કારણે લોકોમાં અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ છે. મહત્વની વાત એ છે કે, આ ઘટનાના કારણે અનેક પ્રકારના કુતૂહલ સર્જાઈ રહ્યાં છે.

કોણે કરી આ 171 લોકોની હત્યા?

કોંગોલી અધિકારીઓેનું કહેવું છે કે, આ લાશો એ વિસ્તારમાંથી મળી આવી છે, જ્યાં એમ23 વિદ્રોહીઓને થોડા સમય પહેલા જ દૂર કરવામાં આવ્યાં હતાં. આશંકા એવી છે કે, આ 171 લોકોની હત્યા એમ23 વિદ્રોહી સમૂહ દ્વારા કરવામાં આવી હશે. કોંગોમાં અમેરિકા દ્વારા શાંતિ સ્થાપવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે, તેમ છતાં પણ આ વિસ્તારમાં સતત હિંસા ભડકેલી રહે છે.

એમ23 વિદ્રોહીઓ પર કોંગોલી અધિકારીઓએ લગાવ્યો આરોપ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, દક્ષિણ-કિવુ પ્રાંતના ગવર્નર જેક્સ પુરૂસીએ કહ્યં કે, પૂર્વી શહેર ઉવિરાના બહારી વિસ્તારના કિરોમોની અને કાવિમવિરો પડોશમાંથી બે મોટી કબર મળી આવી છે. જેમાં 171 લાશો દફન કરેલી હતી. આમાંથી કિરોમોનીમાં એક સામૂહિક કબરમાંથી 30 લાશો, અને બીજી સામૂહિક કબર કાવિમવિરામાંથી મળી આવી છે, આ કબરમાંથી 141 લાશો મળી આવી છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. આક્ષેપ એવો છે કે, આ લોકો કોંગોલી સેના અથવા તો સરકારને સમર્થન કરતા હોવાના કારણે વિદ્રોહીઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવી છે.