Mon May 25 2026

Logo

ઓટીટી રિયાલિટી શોમાં દુબઈના કપલના વિવાદાસ્પદ સંબંધો પર ભડક્યા નેટિઝન્સ: સોશિયલ મીડિયા પર બબાલ

2026-05-25 15:38:45
Author: mumbai samachar team
Article Image

મુંબઈઃ ઓટીટી પ્લેટફોર્મ પર કપલ્સ માટેના ઓન એર થયેલાં રિયાલિટી ટીવી શો દુબઈના કપલ તબિન્દા સતપાલ અને સતીશ સતપાલના વિવાદાસ્પદ સંબંધોને સોશિયલ મીડિયા પર નેટિઝન્સ બે ભાગમાં વહેંચાઈ ચૂક્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે આ શૉ (Desi Bling)માં તબિન્દા તેના પતિના પગને મસાજ કરી રહી છે બાદમાં તે એવું પણ કહે છે કે તેનો પતિ તેને ગોલ્ડ પણ ભેટ સ્વરૂપે આપે છે અને અન્ય મહિલાઓ સાથે પાર્ટીઓ કરે છે. તબિન્દાના આ ખુલાસાને કારણે લોકોને એવું લાગી રહ્યું છે કે આ શો પુરુષપ્રધાન સમાજ, પૌરુષત્વને હાઈલાઈટ કરે છે. આ પ્રકારની વિચારધારાની સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા કરવામાં આવી હતી.

ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થયેલી સીરિઝ સોશિયલ મીડિયા પર ટીકાને પાત્ર બની છે. આ શોમાં વૈભવી જીવન જીવતા અને પોતાના મોજશોખ ધરાવતા એવા મૂળ ભારતીય અને હાલમાં દુબઈમાં વૈભવી જીવનશૈલીમાં રહેતા પતિ-પત્નીને જાતીય ભેદભાવની વિચારધારા તેમ જ મેરેજ ડાયનેમિક્સ અને ટોક્સિક વર્તનને પ્રકાશિત કરવા બદલ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેને લઈ સોશિયલ મીડિયા પર તેમના સબંધો ચર્ચામાં છે. 

આ ટીવી સીરિયલમાં તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા પણ આ શૉમાં હાજર રહ્યા હતા. તેઓએ દુબઈની  વૈભવી જીવનશૈલીનો લ્હાવો માણ્યો હતો. આ શૉમાં ત્યાંની ફેશન, પાર્ટીઓ અને દુબઈની જીવનશૈલીની વાતો ચાલી રહી હતી. એ સમયે સતપાલના લગ્નજીવન પર ચર્ચા થઇ હતી, જેથી આ ચર્ચાએ જોર પકડ્યું હતું.

ઓપિનિંગ એપિસોડમાં તબિન્દા કહે છે, કે તે તેના પતિના પગની રોજ સવારે માલિશ કરે છે, જેથી ઘરમાં સમૃદ્ધિ આવે છે, જયારે તેનો પતિ ઉઠે છે ત્યારે દરરોજ તે તેના પતિના આશીર્વાદ લે છે, જેનાથી ઘરમાં લક્ષ્મી આવે છે. જોકે, તેજસ્વી પ્રકાશ આ બાબતોની અવગણના કરે છે. તે કહે છે કે તે આ બધું કરવાની નથી. સોશિયલ મીડિયા પર આ એપિસોડ જોયા બાદ દર્શકોમાં રોષ ફેલાયો છે. લોકોએ આવી વિચારધારાને વખોડી કાઢી છે.