Sun Sep 06 2026

Logo

ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ પર સમર્થન લઈને નાટો દેશોને ચેતવ્યા, કહ્યું ભવિષ્ય ખુબ જ ખરાબ હશે

Wasington DC   2026-03-16 16:03:42
Author: Chandrakant Kanoja
ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ પર સમર્થન લઈને નાટો દેશોને ચેતવ્યા, કહ્યું ભવિષ્ય ખુબ જ ખરાબ હશે

વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાટોના સહયોગીને  ચેતવણી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો સહયોગી દેશ હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રાખવામાં મદદ નહી કરે તો આ સંગઠનનું  ભવિષ્ય ખુબ જ ખરાબ હશે. આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે ટેલીફોનિક ઇન્ટરવ્યુમાં  આ મહત્વના સમુદ્રી  માર્ગ અંગે યુરોપના દેશોને સીધો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે જે દેશ  જળમાર્ગનો લાભ લે છે તેમને તેની સુરક્ષાની જવાબદારી ઉઠાવવી જોઈએ. 

અમારે  યુક્રેનને કોઈ મદદ કરવાની જરૂર ન હતી

ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે  યુક્રેન યુદ્ધમાં અમેરિકા તરફથી આપવામાં આવેલી  સહાયતાનું ઉદાહરણ આપીને તુલના કરી હતી. તેમણે  કહ્યું હતું કે અમારે 
યુક્રેનને કોઈ મદદ કરવાની જરૂર ન હતી. તેમજ અમે હવે જોઈશું કે તે હવે અમારી મદદ કરે છે  કેમ, તેમજ હું લાંબા સમયથી ક્હેતો આવ્યો છું કે અમે તેમની  માટે ઉપલબ્ધ રહીશું પરંતુ તે અમારી માટે ઉપલબ્ધ નહી રહે. 

આ ક્ષેત્રમાં માઈન સ્વીપર જહાજ તૈનાત કરવાની જરૂર

ડોનાલ્ડ ટ્રમ્પને જયારે મદદ મુદ્દે  પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સંકેત આપ્યા કે જે જરૂરી છે તે મદદની આશા છે. તેમજ આ ક્ષેત્રમાં માઈન સ્વીપર જહાજ તૈનાત કરવાની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું કે અમે હંમેશા નાટોની સાથે રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું કે  સાથી દેશો ઈરાનના દરિયા કિનારાથી ઉદ્ભવતા જોખમોને નિષ્ક્રિય કરવામાં મદદ કરી શકે છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટન પર નારાજગી વ્યકત કરી

આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટન પર નારાજગી વ્યકત કરી હતી. તેમણે  બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમર સાથેની વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે બ્રિટન અમારો નંબર વન સાથી છે. અમારો જૂનો ભાગીદાર. પરંતુ  જયારે બ્રિટનને આગળ આવવા કહ્યું ત્યારે તે તૈયાર નથી.