Sat Sep 12 2026

Logo

અમેરિકા ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પની નવી રણનીતિ, ઈરાનમાં ઘૂસી શકે છે અનેક દેશોની સેના

Washington DC   2026-03-25 22:45:05
Author: Chandrakant Kanoja
અમેરિકા ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પની નવી રણનીતિ, ઈરાનમાં ઘૂસી શકે છે અનેક દેશોની સેના

AI Generated Images


વોશિંગ્ટન : અમેરિકા અને ઈરાનનું યુદ્ધના લીધે સમગ્ર પશ્ચિમ એશિયામાં  તણાવ વધી રહ્યો છે. જેમાં ઈરાન દ્વારા વિશ્વ માટે મહત્વના એવા જળમાર્ગ  હોર્મુઝ સ્ટ્રેટ પર કબજો રાખીને મોટો પ્રશ્ન ઉભો કરી દીધો છે. જેમા અમેરિકાની  હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની ધમકીને ઈરાને ગણકારી નથી. ત્યારે અમેરિકા હવે ત્રણ અલગ સ્તરે ઈરાન પર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. 

હોર્મુઝ વૈશ્વિક ઉર્જા પુરવઠાની જીવનરેખા

આ અંગે મળતી માહિતી  મુજબ ટ્રમ્પની નજર ફક્ત હોર્મુઝ પર જ નહીં, પણ ખાર્ગ અને ચાબહાર પર પણ છે. વિશ્લેષકો માને છે કે આ ત્રણ સ્થળો ઈરાનના ભૂ-આર્થિક માળખા માટે સંવેદનશીલ છે. આ ઉપરાંત અમેરિકા લાંબા સમયથી કહી રહ્યું છે કે  હોર્મુઝ ફક્ત ઈરાન સંબંધિત પ્રાદેશિક મુદ્દો નથી. પરંતુ વૈશ્વિક ઉર્જા પુરવઠાની જીવનરેખા છે. 

હોર્મુઝ સ્ટ્રેટ, ખાર્ગ આઇલેન્ડ અને ચાબહારમાં આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની શક્યતા

જો ટ્રમ્પ હોર્મુઝ સ્ટ્રેટ, ખાર્ગ આઇલેન્ડ અને ચાબહારમાં આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની શક્યતા વધારે છે.  જેના લીધે  ઈરાનની ક્ષમતામાં નોંધપાત્ર રીતે ઘટાડો થશે.  હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ ઉર્જા માર્ગોમાંનો એક છે. આ ક્ષેત્રમાં તણાવ વધ્યા બાદ આરોપો છે કે ઈરાન વૈશ્વિક ઉર્જા સુરક્ષા માટે ખતરો છે તે જોર પકડ્યું છે. જેનાથી અમેરિકાને બહુરાષ્ટ્રીય નૌકાદળ દબાણ લાવવાની તક મળી છે. નિષ્ણાતો માને છે કે આ જળમાર્ગને આંતરરાષ્ટ્રીય સુરક્ષા મુદ્દા તરીકે રજૂ કરવો એ અમેરિકાની  પ્રાથમિક વ્યૂહરચનાનો ભાગ હોઈ શકે છે.

હોર્મુઝ એલાયન્સ બનાવવાની તૈયારી

આ ઉપરાંત  ટ્રમ્પે ગાઝા પીસ બોર્ડની સ્થાપના કરી તે રીતે, બ્રિટન હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે 'હોર્મુઝ એલાયન્સ' બનાવવાની તૈયારી કરી રહ્યું છે. જે અંગે અમેરિકન અખબારના એક અહેવાલ પ્રકાશિત થયો છે. આ જોડાણનો ઉદ્દેશ હોર્મુઝ સ્ટ્રેટમાંથી માઇન દૂર કરીને  ક્રૂડ ઓઇલ જહાજોને અવરજવર માટે ફરીથી ખોલવાનો છે.

બ્રિટન 30 દેશો સાથે વાટાઘાટો કરી રહ્યું છે

એક અહેવાલ મુજબ બ્રિટન 30 દેશો સાથે વાટાઘાટો કરી રહ્યું છે .જેમણે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે યોગ્ય પ્રયાસો કરવા સંમતિ આપી છે. આ સંદર્ભમાં, બ્રિટને જણાવ્યું છે કે તે રોયલ નેવી માઇન સ્વીપર જહાજ તૈનાત કરવા અથવા આ ક્ષેત્રમાં માઇન-સ્વીપિંગ ડ્રોન લોન્ચ કરવાનું  વિચારી રહ્યું છે.

હોર્મુઝમાં બહુરાષ્ટ્રીય નૌકાદળની હાજરી વધારવી અમેરિકાની વ્યુહરચના 

વોશિંગ્ટન સ્થિત થિંક ટેન્ક, સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ દ્વારા જાહેર  કરાયેલા ગલ્ફ ક્ષેત્ર અંગેના અહેવાલોએ વારંવાર ભારપૂર્વક જણાવ્યું છે કે હોર્મુઝમાં બહુરાષ્ટ્રીય નૌકાદળની હાજરી વધારવી એ લાંબા સમયથી અમેરિકન  વ્યૂહરચનાનો અભિન્ન ભાગ રહ્યો છે. આ ઉપરાંત  અમેરિકા સતત હોર્મુઝને વૈશ્વિક ઉર્જા ચેક પોઈન્ટ તરીકે રજૂ કરી રહ્યું છે.