Wed May 06 2026

Logo

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી મોટી ચેતવણી આપી, કહ્યું પહેલા કરતાં મોટા  હુમલાઓ થશે

WASINTON DC   2026-05-06 19:21:07
Author: Chandrakant Kanoja
Article Image

વોશિંગ્ટન: મિડલ ઈસ્ટમાં સતત ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી મોટી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો ઈરાન શરતો પર સહમત થશે તો ઠીક છે નહિતર પહેલા કરતાં મોટા  હુમલાઓ થશે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં  લખ્યું કે, જો  ઈરાન નિર્ધારિત શરતો સાથે સહમત થાય છે. તો કદાચ મોટી આશા છે કે  'એપિક ફ્યુરી'નો અંત આવશે અને અસરકારક નાકાબંધીને કારણે  હોર્મુઝ સ્ટ્રેટ ઈરાન સહિત બધા માટે ખુલ્લો રહેશે. જો તેઓ સહમત નહીં થાય  તો બોમ્બમારો શરૂ થશે. તેમજ  કમનસીબે તે પહેલા કરતા ઘણા વધારે સ્તર અને તીવ્રતાનો હશે. આ બાબત પર તમારા ધ્યાન બદલ આભાર. 

પ્રોજેક્ટ ફ્રીડમને કામચલાઉ ધોરણે સ્થગિત કરવાનો નિર્ણય 

આ પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પે એક  મહત્વપૂર્ણ નિવેદન પણ આપ્યું  હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે બંને રાષ્ટ્રો વચ્ચે એક વ્યાપક અને અંતિમ કરાર તરફ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમજ પ્રોજેક્ટ ફ્રીડમ  હેઠળ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા જહાજોની અવરજવરને સરળ બનાવવામાં આવી રહી હતી. તેને કામચલાઉ ધોરણે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જોવાનું એ છે શું પ્રસ્તાવિત કરારને હસ્તાક્ષર થઇ શકે છે કે કેમ. 

અમેરિકન જહાજો પર હુમલો સાંખી લેવામાં નહિ આવે 

અમેરિકા અને ઈરાન યુદ્ધ વિરામ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે અનેક વાર ઈરાનને ધમકીઓ આપી છે. તેમજ સોમવારે તેમણે જાહેર કરેલા નિવેદનમાં પણ સ્પષ્ટ કર્યું હતું કે જો ઇરાન  ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોને સુરક્ષા પૂરી પાડતા અમેરિકન જહાજો પર હુમલો કરશે તો અમેરિકા તેનો જવાબ આપશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન પર અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા 'પ્રોજેક્ટ ફ્રીડમ' હેઠળ સુરક્ષિત માર્ગ પૂરો પાડવામાં આવી રહેલા કેટલાક જહાજો પર હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.