Sun Sep 06 2026

Logo

ડોનાલ્ડ ટ્રમ્પનું ખતરનાક મિશન, ઈરાન પાસેથી 450 કિલો યુરેનિયમનો કબજો લેવા ઉતારી શકે છે સૈન્ય...

washington dc   2026-03-30 17:13:19
Author: Chandrakant Kanoja
ડોનાલ્ડ ટ્રમ્પનું ખતરનાક મિશન, ઈરાન પાસેથી 450 કિલો યુરેનિયમનો કબજો લેવા ઉતારી શકે છે સૈન્ય...

વોશિંગ્ટન : અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ સતત ચાલી રહ્યું છે. જેમાં અમેરિકાના હુમલા બાદ ઈરાને પણ ઈઝરાયલ અને ખાડી દેશો પર અનેક હુમલાઓ કર્યા છે. તેમજ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર કબજો કરીને વિશ્વના અનેક દેશોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. તેવા સમયે  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા  એક ખતરનાક મિશનને અંજામ આપવાની રણનીતિ ધડવામાં આવી રહી છે. જેમાં અમેરિકા કોઈપણ રીતે ઈરાન પાસે રહેલો 450 કિલો  યુરેનિયમનો જથ્થો કબજે કરવા માંગે છે. જેની માટે લશ્કરી કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. 

અમેરિકન સૈનિકો ઈરાનની જમીન પર ઉતરશે

આ અંગે અમેરિકાના મીડિયા અહેવાલો અનુસાર, જો આ પ્રસ્તાવિત મિશનને મંજૂરી મળી જાય તો અમેરિકન સૈનિકો ઈરાનની જમીન પર ઉતરશે. તેમજ લાંબા સમય સુધી સંઘર્ષના જોડાઈ શકે છે.  આ  અંગે અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ઈરાન ક્યારેય પરમાણુ શસ્ત્રો વિકસાવી ન શકે.  આ ઉપરાંત ઈરાન પાસે ઉપલબ્ધ 450 કિલો યુરેનિયમમાંથી 10 થી 11 પરમાણુ બોમ્બ બનાવી શકાય તેવો પ્રાથમિક અંદાજ છે. 

વાટાઘાટો નિષ્ફળ થાય તો જબરજસ્તી યુરેનિયમ જપ્ત કરવાની શક્યતા

આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ  ટ્રમ્પે  રાજદ્વારી વિકલ્પ પર પણ ભાર મૂક્યો છે. તેમણે તેમના સલાહકારોને સૂચના આપી છે કે તેઓ યુદ્ધનો અંત લાવવા માટે  ઈરાનને યુરેનિયમ  સોંપવા માટે દબાણ કરે. જોકે, ખાનગી વાતચીતમાં  તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો વાટાઘાટો નિષ્ફળ થાય  તો જબરજસ્તી યુરેનિયમ જપ્ત કરવાની શક્યતા પર પણ વિચાર કરી શકાય છે.ડોનાલ્ડ  ટ્રમ્પે  જણાવ્યું હતું કે ઈરાને અમેરિકાની માંગણીઓ સ્વીકારવી પડશે, નહીં તો તેમની પાસે કોઈ દેશ નહિ બચે.