Sat Sep 12 2026

Logo

દિલ્હી પોલીસે પાકિસ્તાન સમર્થિત આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો, સાત લોકોની ધરપકડ

2026-06-16 19:37:40
Author: Chandrakant Kanoja
દિલ્હી પોલીસે પાકિસ્તાન સમર્થિત આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો, સાત લોકોની ધરપકડ

નવી દિલ્હી : દેશમાં મોટા આંતકવાદી હુમલાની દહેશત વચ્ચે દિલ્હી પોલીસે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તેમજ સાત શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે.  પોલીસના જણાવ્યા અનુસાર આ સમગ્ર નેટવર્કને સ્થિત શહઝાદ ભટ્ટી અને તેના સહયોગી અજમલ ગુજ્જર ચલાવતા હતા. આ ગેંગ પાકિસ્તાનથી પંજાબના માર્ગે દિલ્હીમાં હથિયાર સપ્લાય કરતી હતી. 

ગેંગ સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને તેની જાળમાં  ફસાવતી

દિલ્હી સ્પેશિયલ સેલે આ કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી પાંચ પિસ્તોલ, 41 જીવતા કારતૂસ, સાત મોબાઇલ ફોન અને એક સ્કોર્પિયો વાહન જપ્ત કર્યું હતું. આ ગેંગ સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને તેની જાળમાં  ફસાવતી હતી. તેમજ યુવાનોને વધુ  પૈસાની  લાલચ આપીને તેમને ભરતી કરવામાં આવતા હતા. ત્યારબાદ, તેઓ શસ્ત્રો અને માદક દ્રવ્યોની હેરાફેરી જેવી પ્રવૃત્તિઓમાં રોકવામાં આવતા હતા. 

મોહિત ઉર્ફે યોગીની ધરપકડ કરી

પોલીસને મે 2026 માં માહિતી મળી હતી કે શહજાદ ભટ્ટી અને અજમલ ગુજ્જર દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં મોટા ગુનાહિત અને આતંકવાદી કૃત્યોનું કાવતરું ઘડી રહ્યા છે. આ માહિતીના આધારે, પોલીસે ત્યારબાદની તપાસ દરમિયાન મોહિત ઉર્ફે યોગીની ધરપકડ કરી. તેની પાસેથી ગેરકાયદે હથિયારો મળી આવ્યા હતા અને પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ સાથે કનેક્શનના પુરાવા મળ્યા હતા.

ફોટોગ્રાફ્સ અને વીડિયો પાકિસ્તાનમાં  હેન્ડલર્સને  મોકલાયા 

પોલીસને પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ગેંગના સભ્યો દિલ્હી, ગાઝિયાબાદ અને આસપાસના વિસ્તારોમાં અનેક સંવેદનશીલ અને મહત્વપૂર્ણ સ્થળોની જાસૂસી કરી રહ્યા હતા.આ સ્થળોના ફોટોગ્રાફ્સ અને વીડિયો પાકિસ્તાનમાં  હેન્ડલર્સ પાસે મોકલવામાં આવી રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે સમયસર એકશનથી  અનેક સંભવિત આતંકવાદી કાવતરાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.