Fri Apr 17 2026

Logo

મેચ ભલે ગુજરાત ટાઈટન્સે જીતી પણ અક્ષર પટેલે દિલ જીત્યા, સાથી ખેલાડીની પીઠ થાબડી

2026-04-09 21:04:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ IPLની આ વર્ષની ટુર્નામેન્ટમાં નવા-નવા રેકોર્ડ બની રહ્યા છે. હાર-જીતની મોમેન્ટ ફેન્સ સોશિયલ મીડિયા પર જોરશોરથી શેર કરી રહ્યા છે. બુધવારે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી શ્વાસ અધ્ધર કરી દેતી મેચમાં દિલ્હી કેપિટલ્સને ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 1 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જીતની સાવ નજીક પહોંચીને મળેલી આ હારને કારણે દિલ્હીની ટીમમાં નિરાશા છવાઈ ગઈ હતી. મેચના અંતિમ બોલ સુધી ચાલેલી આ રોમાંચક જંગમાં હાર મળતા સૌ ખેલાડીઓ હતાશ થઈ ગયા હતા. 

ભાવુક થઈ ગયો મિલર
દિલ્હીનો સ્ટાર બેટ્સમેન ડેવિડ મિલર મેચ પૂરી થતા ભાવુક થઈ ગયો હતો. મેચનું પરિણામ પોતાની તરફેણમાં ન આવતા મિલર મેદાન પર જ સંપૂર્ણપણે ભાંગી પડેલો જોવા મળ્યો હતો. એની આંખમાં આંસુ સ્પષ્ટ જોઈ શકાતા હતા. મહેનત એળે જતાં તે પોતાના પર તે કાબુ રાખી શક્યો ન હતો, જોકે મેદાન પર હરીફાઈ હોવા છતાં મેચ બાદ માનવતા અને ખેલદિલીના દ્રશ્યો જોવા મળ્યા હતા. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે પોતાની હારના દુઃખને બાજુ પર મૂકીને ભાવુક થયેલા મિલરને સંભાળ્યો હતો. 

પીઠ થપથપાવીને શાબાશી આપી
અક્ષરે મિલરની પીઠ થપથપાવી તેને હિંમત આપી હતી, જેનો વીડિયો અને તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મેચ જ્યારે તેના અંતિમ પડાવ પર હતી ત્યારે સ્ટેડિયમમાં રહેલા દરેક શ્વાસ થંભી ગયા હતા.લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સને છેલ્લી બે બોલમાં માત્ર 2 રનની જરૂર હતી. મેદાન પર સ્ટાર ફિનિશર ડેવિડ મિલર હાજર હોવાથી દિલ્હીની જીત નિશ્ચિત જણાતી હતી, પરંતુ ડ્રામા હજુ બાકી હતો. ઓવરના પાંચમા બોલ પર મિલરે સ્ટ્રાઈક પોતાની પાસે રાખવા માટે સિંગલ લેવાનો ઈનકાર કરી દીધો. 

 

જીત અપાવશે એવો વિશ્વાસ હતો
વિશ્વાસ હતો કે તે છેલ્લા બોલે બાઉન્ડ્રી ફટકારી ટીમને જીત અપાવશે. જોકે, ગુજરાતના બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ શાનદાર વ્યૂહરચના વાપરી એક 'સ્લોઅર બાઉન્સર'નાખ્યો, જેમાં મિલર સંપૂર્ણપણે થાપ ખાઈ ગયો. છેલ્લા બોલને ન સમજી શકતા બાજી પલટી ગઈ હતી. મિલર અને નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલા કુલદીપ યાદવે 'બાય' રન લેવા માટે દોટ લગાવી હતી. પરંતુ નસીબે સાથ ન આપ્યો અને કુલદીપ યાદવ ક્રીઝ સુધી પહોંચે તે પહેલા જ રન આઉટ થઈ ગયો.આ સાથે જ દિલ્હીની જીતની આશાઓનો કરુણ અંત આવ્યો અને ટીમ માત્ર 1 રનથી મેચ હારી ગઈ.

સિંગલ લેવાની ના પાડી અને બાજી પલટાઈ
ઓવરના પાંચમા બોલ પર મિલરે સ્ટ્રાઈક પોતાની પાસે રાખવા માટે સિંગલ લેવાનો ઈનકાર કરી દીધો. તેને વિશ્વાસ હતો કે તે છેલ્લા બોલે બાઉન્ડ્રી ફટકારી ટીમને જીત અપાવશે. જોકે, ગુજરાતના બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ શાનદાર વ્યૂહરચના વાપરી એક 'સ્લોઅર બાઉન્સર' નાખ્યો, જેમાં મિલર સંપૂર્ણપણે થાપ ખાઈ ગયો. મેચ જ્યારે તેના અંતિમ પડાવ પર હતી ત્યારે સ્ટેડિયમમાં રહેલા દરેક શ્વાસ થંભી ગયા હતા. લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સને છેલ્લી બે બોલમાં માત્ર 2 રનની જરૂર હતી. મેદાન પર સ્ટાર ફિનિશર ડેવિડ મિલર હાજર હોવાથી દિલ્હીની જીત નિશ્ચિત જણાતી હતી, પરંતુ ડ્રામા હજુ બાકી હતો.


કુલદીપ યાદવ રન આઉટ, દિલ્હીની આશા પર પાણી ફરી વળ્યું
છેલ્લા બોલે બેટ સાથે સંપર્ક ન થતા, મિલર અને નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલા કુલદીપ યાદવે 'બાય' (Bye) રન લેવા માટે દોટ લગાવી હતી. પરંતુ નસીબે સાથ ન આપ્યો અને કુલદીપ યાદવ ક્રીઝ સુધી પહોંચે તે પહેલા જ રન આઉટ થઈ ગયો. આ સાથે જ દિલ્હીની જીતની આશાઓનો કરુણ અંત આવ્યો અને ટીમ માત્ર 1 રનથી મેચ હારી ગઈ. મેચનું પરિણામ જાહેર થતાની સાથે જ દિલ્હી કેપિટલ્સનો સ્ટાર ખેલાડી ડેવિડ મિલર પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યો નહીં. 

અક્ષરે દિલ જીત્યા
પોતાની તોફાની બેટિંગના દમ પર ટીમને જીતના ઉંબરે લાવીને છેલ્લી ઘડીએ ચૂકી જવાનો વસવસો તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે મેદાન પર જ અત્યંત ભાવુક અવસ્થામાં જોવા મળ્યો હતો. મિલરને આ રીતે હિંમત હારતા જોઈને દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે વિરોધી ટીમના ખેલાડી હોવા છતાં તરત જ તેની પાસે પહોંચ્યો હતો. અક્ષરે મિલર સાથે હાથ મિલાવ્યો અને તેની પીઠ થપથપાવીને તેને હિંમત આપી હતી. હાર-જીતની રમત વચ્ચે કેપ્ટન અક્ષર પટેલના આ વર્તને ચાહકોના દિલ જીતી લીધા હતા.