ચેન્નઈ: ગઈ કાલે IPL 2026ની 27મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે ચેન્નઈ સુપર કિંગ્સ(CSK)ની 10 રનથી હાર થઇ, આ સિઝનમાં CSKની આ ચોથી હાર છે. આ મેચમાં CSKને વધુ એક મોટો ઝટકો લાગ્યો, યુવા ખેલાડી આયુષ મ્હાત્રેને ઈજા પહોંચી છે. આગમી મેચમાં આયુષ રમી શકશે કે નહીં, એ હજુ નક્કી નથી. એવામાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્પિનર આર. અશ્વિએ આયુષ મ્હાત્રેની ઈજા અંગે CSKના મેનેજમેન્ટની ટીકા કરી છે.
18 વર્ષીય આયુશે ગઈ કાલે 13 બોલમાં 30 રનની ઇનિંગ રમી, આ દરમિયાન આયુષ ઘૂંટણ પર પટ્ટો બાંધીને બેટિંગ કરતો જોવા મળ્યો હતો. બેટિંગ દરમિયાન જણાઈ રહ્યું હતું કે મ્હાત્રે દુઃખાવો થઇ રહ્યો છે, આયુષ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમી રહ્યો હતો. બે વખત વખત ફિઝિયોને તપાસ માટે બોલાવવામાં આવ્યા.
આ સ્થિતિમાં પણ CSK એ આયુષને બેટિંગ કરતા રહેવા કહ્યું. સામે છેડે બેટિંગ કરી રહેલા CSKના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે મ્હાત્રેને એક ફાસ્ટ સિંગલ માટે પણ કોલ આપ્યો, જેના કારણે તેની હાલત વધુ ખરાબ થઇ. મ્હાત્રે નીતિશ કુમાર રેડ્ડીના બોલ પર આઉટ કર્યો.
એક સમય CSKની સભ્ય રહેલા આર અશ્વિને ટીમ મેનેજમેન્ટથી સામે રોષ ઠાલવ્યો છે. અશ્વિને તેના યુટ્યુબ શો દરમિયાન કહ્યું, "આયુષ મ્હાત્રેની ઈજા, મને આશા છે કે તે પરત ફરશે, પરંતુ તેને જોતાં, મને લાગે છે કે તે થોડા સમય માટે બહાર રહેશે."
અશ્વિને આયુષ ઈજાથી પીડાઈ રહ્યો છે, તો તેણે મેદાન છોડી દેવું જોઈતું હતું. અશ્વિને કહ્યું કે CSK મેનેજમેન્ટે આ પરિસ્થિતિને જે રીતે સંભાળી તે જોઈને તે ચોંકી ગયો.
CSK મેનેજમેન્ટની ઝાટકણી:
અશ્વિને કહ્યું, "તેને ક્રેમ્પ આવ્યો ન હોઈ શકે, કારણ કે તેણે બિલકુલ ફિલ્ડિંગ નહોતી કરી. જો ફિલ્ડિંગ ન કરવા છતાં તેણે ક્રેમ્પ આવ્યો હોય, તો તેણે હાઇડ્રેશન પર ધ્યાન આપવું પડશે. માની લઈએ કે તે ઈજા હતી. તમારા ફિઝિયોએ આવીને તેની તપાસ કરી છે. તે લંગડાઈ રહ્યો હતો, તમે તેને વધુ બોલ રમવા માટે કહી રહ્યા છો અને તેને વિકેટો વચ્ચે દોડવા માટે મજબૂર કરી રહ્યા છો!"
અશ્વિને કહ્યું, “મને એ સમજાતું નથી કે તેઓ આયુષને આવી બેદરકારીથી કેવીરીતે સંભાળી શકે છે. મને આઘાત લાગ્યો. કોમેન્ટરી બોક્સમાં બધાએ ટેબલ પર માઈક રાખી દીધું અને શું થઈ રહ્યું છે તે સંપૂર્ણ આઘાત સાથે જોયું. આ ખૂબ જ આશ્ચર્યજનક છે.."
આર અશ્વિને કહ્યું, "બેટિંગ કરતી વખતે, તે ઘૂંટણ પર પટ્ટો બાંધીને આવ્યો હતો. 2-3 મેચોથી, તે ઇમ્પેક્ટ સબ તરીકે રમી રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે 'તેને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે કેમ રાખવામાં આવ્યો છે? શું તે સારો ફિલ્ડર નથી?'. તેની ઇજા ચિંતાનો વિષય છે."