Sun Aug 23 2026

Logo

કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડાનું સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન, અમદાવાદમાં કોમનવેલ્થ યોજવા અંગે વિવાદ

2026-08-04 17:18:50
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: ભારતમાં વર્ષ 2030માં કોમન વેલ્થ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થવાનું છે. આ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. જેમાં ગુજરાતના અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજન અંગે હરિયાણાના કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ વિવાદ છેડ્યો છે. તેમજ હરિયાણાને  સહ યજમાન બનાવવા માંગ  કરી છે. 

સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન

આ અંગે કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ  પૂછ્યું કે જ્યારે હરિયાણા સતત સૌથી વધુ મેડલ જીતે છે ત્યારે ગેમ્સ ગુજરાતમાં કેમ યોજાઈ રહી છે. તેમણે એક્સ પર લખ્યું કે આજે મેં સંસદ પરિસરમાં હરિયાણાના સાથી સાંસદો સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. જેમાં માંગ કરવામાં આવી કે વર્ષ 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે હરિયાણાને યજમાન અથવા સહ-યજમાન રાજ્ય બનાવવામાં આવે.

ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં 13 ગોલ્ડ મેડલ સહિત 39 મેડલ જીત્યા

ભારતે આ વર્ષની કોમનવેલ્થ ગેમ્સમાં 13 ગોલ્ડ મેડલ સહિત 39 મેડલ જીત્યા હતા. હરિયાણાના ખેલાડીઓએ 7 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. 

રાજ્યવાર મેડલ ટેલી પણ પોસ્ટ કરી

દીપેન્દ્ર હુડ્ડાએ કોમનવેલ્થ ગેમ્સ 2026 ની રાજ્યવાર મેડલ ટેલી પણ પોસ્ટ કરી છે.  હરિયાણાના 11 મેડલ સાથે ગુજરાતના 0 મેડલની સરખામણી કરી. જો કે, હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીએ હરિયાણાની દેશના સૌથી મજબૂત 
સ્પોર્ટ્સ સેન્ટર ગણાવ્યું છે. 

ગ્લાસગોમાં 2026 કોમનવેલ્થ ગેમ્સનું સમાપન

ઉલ્લેખનીય છે કે, ગ્લાસગોમાં 2026 કોમનવેલ્થ ગેમ્સનું સમાપન થયું હતું. આ સમાપન સમારોહ દરમિયાન યજમાન શહેરે વર્ષ 2030 માં અમદાવાદમાં યોજાનારી શતાબ્દી આવૃત્તિ પૂર્વે સત્તાવાર રીતે રમતનો ફ્લેગ અને બેટન ભારતને સોંપ્યો  હતો. 

CWG ફ્લેગ અને બેટન સત્તાવાર રીતે  ભારતીય પ્રતિનિધિઓ સોંપાયું 

CWG ફ્લેગ અને બેટન સત્તાવાર રીતે ભારતીય પ્રતિનિધિઓ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા, IOA પ્રમુખ પી.ટી. ઉષા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને અર્પણ કરવામાં આવ્યા હતા. ભારત ઓસ્ટ્રેલિયા પછી બે વાર કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરનાર બીજો દેશ બનશે. ભારતે અગાઉ વર્ષ 2010 માં દિલ્હીમાં રમતોનું આયોજન કર્યું હતું.