Sun Sep 06 2026

Logo

વાણિજ્ય મંત્રાલયે સ્ટોક આધારિત ઈ-કોમર્સનાં ધોરણો નોટિફાઈ કર્યાં

2026-08-05 19:41:20
Author: Ramesh Gohil
વાણિજ્ય મંત્રાલયે સ્ટોક આધારિત ઈ-કોમર્સનાં ધોરણો નોટિફાઈ કર્યાં

Chat GPT Generated Image


નવી દિલ્હીઃ વાણિજ્ય મંત્રાલયે આજે ઓનલાઈન ધોરણે સ્ટોક આધારિત આંતરસરહદીય વેચાણ અથવા નિકાસ કરતી કંપનીઓ માટેની પ્રક્રિયાનાં ધોરણો નોટિફાઈ કર્યાં છે. નોંધનીય બાબત એ છે કે સરકારે તાજેતરમાં જ વિદેશી હિસ્સો ધરાવતી ઈ-કોમર્સ કંપનીઓને નિકાસ હેતુ માટે સ્ટોક રાખવા માટે મંજૂરી આપી હતી.
 
સ્ટોક અથવા તો ઈન્વેન્ટરી આધારિત આંતરસરહદીય ઈ-કોમર્સ સુવિધાના માળખાના અમલીકરણ માટેની કાર્યકારી પ્રક્રિયાઓ જેમાં મુખ્યત્વે નિકાસકારોનાં ઓન રેકોર્ડનું રજિસ્ટ્રેશન, સ્ટોકનો વહીવટ, વેચાણકર્તાની દૃશ્યતા, રિવર્સ લોજિસ્ટિક્સ, પ્રક્રિયા પાલનનું પ્રમાણપત્ર, વિવાદ નિરાકરણ, નિકાસકારો-ઓન રેકોર્ડ સંબંધિત પ્રક્રિયાગત આવશ્યકતાઓનો સમાવેશ થાય છે. જે તાત્કાલિક ધોરણથી અમલી કરવામાં આવે છે, એવું ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે નોટિફિકેશનમાં જણાવ્યું છે.