Tue Jun 23 2026

Logo

IIT કે IIMની ડિગ્રી વગર કૉલેજ ડ્રોપઆઉટ કૃણાલ શાહ બન્યા વોટ્સએપના બોસ, જાણો અસલી કારણ?

California   2026-06-23 22:13:38
Author: mumbai samachar team
Article Image

કેલિફોર્નિયાઃ સોશિયલ મીડિયા મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ શું છે એ અંગે ખાસ કરી પરીચય આપવાની જરૂર નથી. સમયાંતરે નવી-નવી અપડેટ આપીને તે સૌને ચોંકાવી દે છે. પણ હવે વાવડ એવા આવ્યા છે કે, વોટ્સએપની સ્વામિત્વ વાળી કંપની મેટાએ એક ભારતીય ટેક્નોક્રેટના હાથમાં જવાબદારી સોંપી દીધી છે. વોટ્સએપના નવા સીઈઓ ભારતીય છે અને તેનું નામ કૃણાલ શાહ છે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે તેને ન તો આઈઆઈટીમાંથી અભ્યાસ કર્યો છે ન તો આઈઆઈએમમાંથી કોઈ ડિગ્રી મેળવી છે. મેટાએ ક્રેડના માધ્યમથી ઈન્ડિયન યુઝરના ડેટા પર ફોક્સ કરવા માટે એમને જવાબદારી સોંપી છે. 

ગ્લોબલ હેડ તરીકે પંસદગી
વોટ્સએપ કંપનીના ગ્લોબલ હેડ તરીકે કૃણાલ શાહને જવાબદારી સોંપવામાં આવી છે. પણ ચર્ચા એના નામ કરતા એની ડિગ્રીની વધારે થઈ રહી છે. કહેવાય છે ને કે, ટેલેન્ટ હોય તો ક્યાંય પણ નોંધ લેવાયા વગર રહે નહીં. કૃણાલનું ટેક્નોલોજી વિશેનું ટેલેન્ટ એને સાતસમંદર પાર સુધી લઈ ગયું અને વોટ્સએપ જેવી કંપનીમાં સારૂ પદ પૈસા અને નોકરી પણ આપી. કૃણાલ શાહ કૉલેજ ડ્રોપઆઉટ છે. જ્યારે સુંદર પિંચાઈ અને સત્ય નડેલા જેવા કદાવર ટેક્નોક્રેટ ટેક્નોલોજીનો બહોળો અનુભવ ધરાવે છે અને ટેક્નોલોજી બેગ્રાઉન્ડથી આવે છે ત્યારે કૃણાલ પાસે માત્ર જ્ઞાન છે. 
આવું કોઈ બેગ્રાઉન્ડ એની પાસે નથી. છતાં તે ગ્લોબલ સીઈઓ બન્યા છે. કૃણાલ છેલ્લા કેટલાક સમયથી ક્રેડ ચલાવી રહ્યા હતા, ક્રેડ એક પ્રકારની ફિનટેક એપ્લિકેશન છે જે યુઝરના ડેટા પર સતત વૉચ રાખે છે અને તેનું વિશ્લેષણ કરે છે. ભારતના સૌથી પ્રીમિયમ, ડેટા એનાલિસીસ અને મોનિટરિંગ માટે બેસ્ટ પ્લેટફોર્મ તરીકે માનવામાં આવે છે. 

ક્રેડ એપ્લિકેશન શું કરે છે?
ટેક ઈન્ડસ્ટ્રીમાં ભારતના સૌથી પ્રીમિયમ યુઝર તરીકે આ પ્લેટફોર્મને માનવામાં આવે છે. ક્રેડના યુઝર ક્રેડિટકાર્ડનો ઉપયોગ કરે છે, સમય આવ્યે બિલ ભરે છે અને એમની ખરીદારીની ક્ષમતા દેશના સરેરાશ યુઝરથી વધારે માનવામાં આવે છે. આ કારણે ક્રેડ માત્ર કોઈ એપ્લિકેશન નથી પણ હાઈ વેલ્યુ કન્ઝ્યુમર બિહેવિયરને સમજવા માટે એક મશીન સમાન પ્લેટફોમ છે. 
એઆઈની દુનિયામાં જ્યાં ડેટા એનાલિસીસ એક સરળ વાત છે ત્યારે ડેટાની એક્યુરેસીને લઈને સવાલ થઈ રહ્યા છે. ક્રેડ પાસે ન માત્ર યુઝરનો ફાયનાન્સિયલ ડેટા છે પણ આખું એનાલીસીસ છે કે યુઝર્સ આર્થિક રીતે ક્યા ક્યા પૈસા વાપરે છે. શોપિંગથી લઈને ગાડી હપ્તા સુધીનો ડેટા સરળતાથી ટ્રેસ થાય છે. કૃણાલ શાહની સ્ટોરી અવશ્ય રસપ્રદ છે. કૉલેજમાંથી ડ્રોપ આઉટ થયા બાદ ફ્રીચાર્જ નામની એપ્લિકેશન બનાવી. એ પછી ક્રેડ નામની એપ્લિકેશન તૈયાર કરી. 

ટેક્નોલોજીનું કોઈ બેગ્રાઉન્ડ નહીં
મુંબઈની વિલસન કૉલેજમાં તેમણે ફિલોસોફીનો અભ્યાસ કર્યો છે. પછી પાર્ટ ટાઈમ એમબીએ કર્યું પણ પોતાનો બિઝનેસ ઊભો કરવા માટે કૉલેજ વચ્ચેથી જ છોડી દીધી. વોટ્સએપ કંપનીએ એના હાથમાં જવાબદારી એટલા માટે સોંપી છે, કારણ કે તેણે પોતાનું કરિયર લોકો ક્યા પૈસા ખર્ચે છે, ખર્ચ કરવા માટે લોકોની આદત કેવી છે અને ડિજિટલ વ્યવહાર કેવો છે એ અનુભવ પરથી નોકરી આપી છે. કૃણાલે સાબિત કરીને બતાવ્યું છે કે તે માત્ર એપ્લિકેશન બનાવવામાં માસ્ટર નથી પણ લોકોની પૈસા ખર્ચવાની આદત કેવી છે એને પણ સારી રીતે જાણે છે. લોકો કેવા ખર્ચા કરે છે એ આદત પણ સમજે છે. ક્રેડ એપ્લિકેશનની સમગ્ર સ્ટ્રેટજી એ વાત પર બનેલી છે કે, યુઝર કેવી રીતે અને શું વિચારે છે. કેવી ઓફર્સ લોકોને આકર્ષિત કરે છે. મેટાને કદાચ આ જ પ્રકારના વ્યક્તિની જરૂર હતી જે ટેક્નોલોજીની સાથે ફાઇનાન્સને પણ સમજે છે.

મોટા ફેરફાર થવાના એંધાણ
ભારત માટે આ બદલાવ એક માઈલસ્ટોન સાબિત થઈ શકે છે. દેશમાં કરોડોની સંખ્યામાં લોકો વોટ્સએપ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો પાસે બે બે વોટ્સએપ એપ્લિકેશન રનઆઉટ છે. બિઝનેસ ચલાવે છે અને બીજા કામ પણ કરે છે. યુપીઆઈ શેરિંગથી લઈને સર્વિસ સુધી આ એપ્લિકેશન એક મોટું સેન્ટર બની રહી છે. ક્યારેક જરૂરી ડેટા પણ આ માધ્યમથી શેર થાય છે. એવામાં હવે આ પગલાંથી ડેટા સિક્યોરિટીનો સવાલ ઊભો થવો સ્વાભાવિક છે. વોટ્સએપ માટે ભારત એક મોટું માર્કેટ છે અને ડિજિટલ પેમેન્ટની દુનિયામાં એક મોટી ચેઈન છે. વોટ્સએપ કંપનીમાં હવે કોઈ ફેરફાર થશે એમાં કૃણાલ શાહની અવશ્ય ગાઈડલાઈન્સ હશે અને અનુભવોનો નીચોડ પણ હશે.

વધુ જુઓ...