આજના સમયમાં અનિયમિત ખાનપાન અને બહારના જંક ફૂડના કારણે પેટમાં ઈન્ફેક્શન, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ તો એકદમ સામાન્ય બની ગઈ છે. જ્યારે પણ પેટમાં ગરબડ થાય ત્યારે આપણે તરત જ દવાઓ ખાવાનું શરૂ કરી દઈએ છીએ, પરંતુ કુદરતે આપણને નાળિયેર પાણી (Coconut Water)ના રૂપમાં એક શ્રેષ્ઠ અમૃત આપ્યું છે. નાળિયેર પાણી માત્ર તરસ છિપાવવા માટે જ નહીં, પણ પેટના રોગોને જડમૂળથી દૂર કરવા માટે પણ અત્યંત અસરકારક સાબિત થાય છે.
નારિયેળ પાણી એ એક નેચરલ એનર્જી ડ્રિંક છે, જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. આજે આપણે આ સ્ટોરીમાં નારિયેર પાણી પીવાથી થતાં હેલ્થ બેનેફિટ્સ વિશે આપણે વાત કરીશું. આ સાથે સાથે આપણે એ પણ જાણીશું કે આખરે દિવસા કયા સમયે નારિયેર પાણી પીવાથી સૌથી વધુ ફાયદો મળે છે...
સ્ટમક ઈન્ફેક્શન પણ છે કારગર
જ્યારે પેટમાં ઈન્ફેક્શન થાય છે, ત્યારે શરીરમાં પાણીની અછત એટલે કે ડિહાઈડ્રેશન થાય છે. નાળિયેર પાણીમાં રહેલાં પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ બોડીમાં વોટર લેવલ જાળવી રાખે છે. આ સિવાય નારિયેળ પાણી એ એક નેચરલ એન્ટી-બેક્ટેરિયલ ગુણો ધરાવે છે, જે પેટના હાનિકારક બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે.
ગેસ અને એસિડિટીને કહો બાય બાય
જો તમને જમ્યા પછી વારંવાર ગેસ કે છાતીમાં બળતરા થતી હોય, તો નાળિયેર પાણી તમારા માટે વરદાનરૂપ છે. નારિયેળ પાણીની તાસીર ઠંડી હોય છે, જેને કારણે પેટની વધારાની ગરમીને શાંત કરમાં તે મહત્ત્વનો રોલ પ્લે કરે છે. નારિયેળ પાણી શરીરમાં પીએચ લેવલને બેલેન્સ કરે છે, જેનાથી એસિડ રિફ્લક્સની સમસ્યામાં તાત્કાલિક રાહત મળે છે.
પાચન શક્તિમાં સુધારો
નાળિયેર પાણીમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને મેંગેનીઝ હોય છે. જે પાચનતંત્રને સાફ રાખવામાં, તેને મજબૂત બનાવવામાં અને મેટાબોલિઝમ સુધારવામાં મદદ કરે છે. જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય, તો નિયમિત નાળિયેર પાણી પીવાથી આંતરડાની મૂવમેન્ટ સરળ બને છે.
ઉબકા અને ઉલટીમાં અસરકારક
પેટમાં ગરબડને કારણે ઘણીવાર ઉબકા આવવા કે પછી ઉલટી થવાની સમસ્યા પણ સતાવે છે આવી પરિસ્થિતિમાં નાળિયેર પાણી પીવાથી પેટને આરામ મળે છે. એટલું જ નહીં નારિયેળ પાણી બોડીને ઈમિડિયેટ એનર્જી પણ પૂરી પાડે છે એટલે તે એક ઈન્સ્ટન્ટ એનર્જી ડ્રિંક પણ છે.
નાળિયેર પાણી પીવાનો સાચો સમય કયો?
વાત કરીએ નાળિયેર પાણી પીવાના પરફેક્ટ ટાઈમ વિશે તો હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર સવારે ખાલી પેટે નાળિયેર પાણી પીવું સૌથી વધુ ફાયદાકારક છે. આ પગલું તમને આખા દિવસ દરમિયાન શરીરને ડિટોક્સ કરવામાં અને તાજગી જાળવી રાખવામાં મદદ કરે છે. જોકે, તમે કસરત કર્યા પછી કે બપોરના સમયે પણ તેને લઈ શકો છો.
છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો.