Mon Oct 05 2026

Logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 76000 રોપાના વિતરણ સાથે હરિત ઘર સ્વસ્થ સમાજ અભિયાન શરૂ કરાવ્યું

2026-09-18 09:59:00
Author: Mayur Patel
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 76000 રોપાના વિતરણ સાથે હરિત ઘર સ્વસ્થ સમાજ અભિયાન શરૂ કરાવ્યું

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 76000 રોપાના વિતરણ સાથે હરિત ઘર સ્વસ્થ સમાજ અભિયાન શરૂ કરાવ્યું હતું.   અમદાવાદમાં વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત 'હરિત ઘર - સ્વસ્થ સમાજ' અભિયાનનો શુભારંભ કરાવી  તેમણે કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે વિકાસની સાકર ચાખી લીધી છે, એટલે દેશના લોકોનો આજે પણ તેમના પર ભરોસો છે. 

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન  નરેન્દ્ર વિકાસની સાથે પર્યાવરણને પણ એટલું જ મહત્ત્વ આપે છે. તેમણે ‘મિશન લાઇફ’નો મંત્ર આપ્યો છે. વડાપ્રધાનએ ‘કેચ ધ રેઇન’ ‘એક પેડ માં કે નામ’ અને પ્રાકૃતિક ખેતી જેવાં અભિયાન શરૂ કરાવ્યાં, જે આજે જનઆંદોલન બની ગયાં છે. વડાપ્રધાનએ વિકાસની સાથે હંમેશાં પર્યાવરણ સંરક્ષણની ચિંતા કરી છે, વિશ્વ ગુજરાતી સમાજનું ‘હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાન એ જ દિશા તરફનો પ્રશંસનીય પ્રયાસ છે. લોકો પોતાના ઘરમાં શાકભાજી ઉગાડશે, એટલે તેમને પર્યાવરણ અને વિકાસની સમજ વધારે સ્પષ્ટ થશે, એવું તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનની દૂરંદેશી અંગે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીને પરિણામે જ આજે ગિફ્ટ સિટી વૈશ્વિક ફાઇનાન્શિયલ હબ બની ચૂક્યું છે. નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ કરાવી, આજે ગુજરાત વૈશ્વિક મૂડીરોકાણમાં મોખરે છે. દુનિયાની ટોચની 500 કંપનીઓમાંથી 100 કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. વર્ષ 2001માં એક લાખ પંચાસી હજાર સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી હતી, આજે 27 લાખથી વધારે MSME ગુજરાતમાં છે અને લાખો લોકોને રોજગારી આપી રહી છે.

વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ  ભાવેશ લાખણીને મુખ્યમંત્રી ના હસ્તે કિચન ગાર્ડનના 76,000 રોપા વિતરણના અનોખા અભિયાન માટે ગોલ્ડન બુક ઑફ રેકોર્ડ દ્વારા વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.  વિશ્વમાં અને ભારતમાં વસતા ગુજરાતીઓ વતી વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ ભાવેશ  લાખાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. 

મુખ્યમંત્રીએ પર્યાવરણ રક્ષણ માટે કાર્યરત 35 જેટલા સ્ટાર્ટઅપનાં ઉત્પાદન અને સેવાઓનું પ્રદર્શન -વેચાણ માટે તૈયાર કરાયેલા સ્ટોલ્સની મુલાકાત લઈને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.