તહેરાન/બીજિંગઃ ઈરાન-ઈઝરાયલના યુદ્ધના માહોલ વચ્ચે ચીન વધારે સતર્ક થયું હોવાના વર્તારા મળી રહ્યા છે. એવું એટલા માટે કહી શકાય કારણ કે, ચીને થોડા સમય પહેલા જ તેના સૈન્ય બજેટમાં તોતિંગ વધારો કર્યો છે. સૈન્યને ફાળવવામાં આવતા કુલ બજેટ કરતા 7 ટકા વધારે બજેટ ફાળવ્યું છે. બીજું કારણ એ છે કે, ચીન તાઈવાનને લઈને એલર્ટ થયું છે.
છેલ્લા એક અઠવાડિયાથી તાઈવાનની સીમામાં પોતાનું એક પણ ફાઈટર જેટે કોઈ ઘૂસણખોરી કરી નથી. તાઈવાન અને ચીન વચ્ચેનો તંગ માહોલ શાંત થયો છે, પણ ચીન ઈરાન ઈઝરાયલના યુદ્ધને લઈને એલર્ટ થયું હોવાનું કહી શકાય.
ચીનની ઉશ્કેરણી
તાઈવાનના એરસ્પેસમાં ચીન સમયાંતરે ઘૂસણખોરી કરતો રહ્યો છે. જ્યારથી ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે એ સમયથી ચીનનું એકપણ ફાઈટર જેટ તાઈવાની એરસ્પેસમાં પ્રવેશ્યું નથી. વર્ષ 2025 પછી ચીન સમયાંતરે મોકો જોઈને તાઈવાનને ઉશ્કેરતું હતું.
તાઈવાનના પ્રદેશમાં ઘૂસણખોરી કરવામાં આવી હતી. ગત વર્ષે ચીને તાઈવાનમાં ઘુસવા અને કબજો લેવા માટે 14 યુદ્ધજહાંજ જળમેદાને ઊતાર્યા હતા. 100 જેટલા ફાઈટર જેટ તાઈવાનની એરસ્પેસમાં આંટાફેરા કરતા હતા. અમેરિકી જાસુસી સંસ્થાના એક રીપોર્ટ અનુસાર મોકો જોઈને ચીન તાઈવાન પર હુમલો કરી શકે છે. તાઈવાન પર મૌન રહીને ચીનને જડબાતોડ જવાબ દેવા માટે તૈયારીઓ કરી રહ્યો છે.
ચીન અને ઈરાનની દોસ્તી
ચીન અને ઈરાનની દોસ્તી જૂની છે. તણાવગ્રસ્ત માહોલમાં ઘણાય એવા રાષ્ટ્ર એ વાત સ્વીકાર છે કે, ઈરાન અન ચીન સારા મિત્ર રાષ્ટ્ર છે. હવે જ્યારે અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો એ સમયે ચીને ઈરાન તરફી નિવેદનો શરૂ કર્યા, હથિયાર આપવા માટેની તૈયારીઓ દર્શાવી અને અમેરિકીના આવા કૃત્યોની નિંદા કરી. ચીનને તાઈવાન પર કબજો લેવા કરતા તેને મળતા તેલની ચિંતા વધારે છે.
અમેરિકાના આક્રમણને કારણે ઈરાનમાં સત્તાપલટો થયો તો ચીનના પેટમાં તેલ રેડાશે, મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ઈરાનમાંથી તેલ માટે મથામણ વધી જશે. ગત વર્ષે ચીને તેલની કુલ આયાતના 55 ટકા મધ્યપૂર્વમાંથી તેલ મંગાવ્યું હતું. 13 ટકા તેલ ઈરાનમાંથી મળ્યું હતું.