Mon Sep 28 2026

Logo

છત્તીસગઢમાં મોટી વિમાન દુર્ઘટના: જશપુરની પહાડીઓમાં ખાનગી પ્લેન ક્રેશ, પાઈલટ અને કો-પાઈલટનાં મોત

2026-04-20 17:38:25
Author: Mumbai Samachar Team
છત્તીસગઢમાં મોટી વિમાન દુર્ઘટના: જશપુરની પહાડીઓમાં ખાનગી પ્લેન ક્રેશ, પાઈલટ અને કો-પાઈલટનાં મોત

જશપુરઃ છત્તીસગઢના જથપુરના એક ખાનગી વિમાન દુર્ઘટના ઘટી છે. નારાયણપુર વિસ્તારમાં એક ખાનગી વિમાન પહાડ સાથે ટકારાઈને ક્રેશ થયું છે, જેમાં પાઈલટ અને કો-પાઈલટનું મૃત્યુ થયું છે. 

ખાનગી વિમાન ક્રેશ થયું હોવાના અહેવાલ પછી પોલીસ અને અન્ય એજન્સી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. વાયરલ વીડિયોમાં જોવા મળ્યું હતું કે આરા પહાડ સાથે પ્લેન ટકરાયું હતું, ત્યાર પછી આગની લપેટમાં પ્લેન જોવા મળ્યું હતું, જે દૃશ્ય ભયાનક હતું, એમ સ્થાનિકોએ જણાવ્યું હતું.

આ ખાનગી પ્લેનમાં પાઈલટ અને કો-પાઈલટની સિવાય બીજું કોઈ હતું કે એ સ્પષ્ટ થયું નથી. હાલના તબક્કે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે તથા એવિયેશન વિભાગ તરફથી પણ અન્ય એજન્સી મારફત તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ આ અકસ્માત એ વખતે થયો જ્યારે એરક્રાફટ લેન્ડિંગથી લગભગ 30 ફૂટ ઊંચે હતું, પરંતુ અચાનક ક્રેશ કઈ રીતે થયું એ પણ તપાસનો વિષય છે. જોકે, જશપુર એસપીએ એરક્રાફટ ક્રેશની ઘટનાની પુષ્ટિ કરી છે. 

દરમિયાન અન્ય એક બનાવમાં હૈદરાબાદથી કર્ણાટકના હુબલી જઈ રહેલ પ્લેનને ખરાબ હવામાનને કારણે બેંગલુરુ ડાઈવર્ટ કરવામાં આવ્યું હતું. વિમાનના મુસાફરી કરી રહેલા તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે.