Thu Apr 23 2026

Logo

આજે વહેલી સવારે કેદારનાથ ધામના કપાટ ખોલાયા, મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ના નાદથી ગૂંજ્યું

2026-04-22 10:14:42
Author: Vimal Prajapati
Article Image

રુદ્રપ્રયાગ: રુદ્રપ્રયાગ જિલ્લાના પહાડોની વચ્ચે આવેલા કેદારનાથ ધામના દર્શન કરવા માટે હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જતા હોય છે. ચારધામની યાત્રા હિંદુઓ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આજે કેદારનાથ મંદિરના કપાટ ખોલવામાં આવ્યાં છે. આ કપાટ વિધિ-વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ખોલવામાં આવ્યાં છે. કપાટ ખુલતાની સાથે જ મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘જય બાબા કેદાર’ ના નાદ સાથે ગૂંજી ઉઠ્યું હતું. અત્યારે કેદારનાથના દર્શન કરવા માટે દેશ વિદેશથી હજારો શ્રદ્ધાળુઓની ભીડ આવી છે. કેદારનાથ મંદિર પરિસરમાં ભક્તિ અને આસ્થાનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો.

વિધિ-વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર મંદિરના કપાટ ખુલ્યાં

બાબા કેદારનાથના દર્શન કરવા માટે વહેલી સવારથી લોકોએ કતાર બનાવી હતી. કેદારનાથ જવા માટે તમારે પહાડી રસ્તો પાર કરીને જવાનું હોય છે, તેમ છતાં પણ આ કઠણ રસ્તો ભક્તોને રોકી શક્યા નથી. ઘણાં ભક્તો તોમ મોટી રાતથી જ બાબાના દર્શન કરવાની રાહ જોઈ રહ્યાં હતાં. મંદિરના દરવાજા ખુલતાની સાથે જ, બાબા કેદારના પાંચ મુખવાળા સ્વયં પ્રગટ શિવલિંગની ગર્ભગૃહમાં વિધિવત પૂજા અને આરતી વિધિ કરવામાં આવી હતી. 

તંત્રએ સુરક્ષા અને વ્યવસ્થા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી

સુરક્ષાની વાત કરવામાં આવે તો, પ્રશાસન દ્વારા લોકોની સુરક્ષા અને તેમના માટેની વ્યવસ્થા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે. દરેક ક્ષેત્રમાં વિશેષ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. ભીડને નિયંત્રણ, સ્વાસ્થ્યની સુવિધા અને રસ્તાની વ્યવસ્થા માટે પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. યાત્રીઓને કોઈ પણ પ્રકારની પરેશાની ના થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યાં છે. આ વખતે મોટી સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી તંત્ર દ્વારા પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.