Fri Aug 28 2026

Logo

સીબીએસઈની મહત્વની જાહેરાત, ધોરણ 9 અને 10 ત્રણ ભાષાનો અભ્યાસ ફરજિયાત

2026-05-16 19:39:00
Author: Chandrakant Kanoja
સીબીએસઈની મહત્વની જાહેરાત, ધોરણ 9 અને 10 ત્રણ ભાષાનો અભ્યાસ ફરજિયાત

નવી દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)એ મહત્વની જાહેરાત કરી છે. જેમાં તેની બધી શાળાઓમાં ધોરણ 9 અને 10 માટે ત્રણ ભાષા નીતિ ફરજિયાત બનાવી છે. તેમજ 1  જુલાઈ 2026 થી, ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાઓનો અભ્યાસ ફરજિયાત રહેશે.જેમાંથી ઓછામાં ઓછી બે ભારતીય ભાષાઓ હોવી જોઈએ. આ ઉપરાંત  ધોરણ 10  માં ત્રીજી ભાષા (R3) માટે કોઈ બોર્ડ પરીક્ષા નહીં હોય. આ નિયમ NEP 2020 અને NCF-SE 2023 અનુસાર લાગુ કરવામાં આવ્યો છે. 

ઓછામાં ઓછી બે ભાષાઓ ભારતીય મૂળની હોવી જોઈએ

આ અંગે સીબીએસઇએ જાહેર કરેલા પરિપત્ર મુજબ 1 જુલાઇ 2026  થી  ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાઓ નો અભ્યાસ કરવો ફરજિયાત રહેશે. જેમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ ભારતીય મૂળની હોવી જોઈએ. જો કોઈ વિદ્યાર્થી વિદેશી ભાષાનો અભ્યાસ કરવા માંગે છે. તો તેઓ ત્રીજી ભાષા તરીકે ફક્ત ત્યારે જ અભ્યાસ કરી શકે છે જો પ્રથમ બે વિષયો ભારતીય ભાષાઓ હોય. આ ઉપરાંત ચોથી ભાષા વૈકલ્પિક ભાષા તરીકે પસંદ કરી શકે છે. 

R3 ભાષાનું રિઝલ્ટ  બોર્ડ પ્રમાણપત્રોમાં નોંધવામાં આવશે

સીબીએસઇએ પણ સ્પષ્ટતા કરી છે કે, વિદ્યાર્થીઓનું  R3 ભાષાનું રિઝલ્ટ તેમના બોર્ડ પ્રમાણપત્રોમાં નોંધવામાં આવશે. જોકે, આ કારણોસર કોઈપણ વિદ્યાર્થીને ધોરણ 10 ની બોર્ડ પરીક્ષામાં બેસવાથી રોકવામાં આવશે નહીં. બોર્ડ ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ અને શાળાઓને તેમની તૈયારીમાં મદદ કરવા માટે R3 માટે સેમ્પલ  પેપર્સ અને આંતરિક મૂલ્યાંકન માપદંડ જાહેર કરશે.