નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીઆઈસી)એ કોસ્મેટિક્સ, દવાઓ અને મેડિકલ ડિવાઈસની આયાતનાં ક્નસાઈન્મેન્ટોનું ક્લિયરન્સ કરવા માટેનાં ધોરણોને અનુસરવા માટેની સૂચી (ચેકલિસ્ટ)ની આજે જાહેરાત કરી છે.
આ ઉત્પાદનોની આયાત માટે આયાતકારે અમુક પ્રક્રિયાઓનું ફરજિયાત પાલન કરવાનું હોય છે જેમાં લાઈસન્સ, મંજૂરીઓ અને ડ્રગ્ઝ ઍન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940 હેઠળ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનો સમાવેશ થાય છે. સીબીઆઈસી સર્ક્યુલરમાં જણાવ્યાનુસાર વ્યવસાય કરવાની સરળતાને વધુ સરળ બનાવવા અને વધારવાને અનુસરવા માટે સેન્ટ્રલ ડ્રગ્ઝ સ્ટાન્ડર્ડ ક્નટ્રોલ ઓર્ગેનાઈઝેશને આ ચેકલિસ્ટનાં આ પગલાં જાહેર કર્યા છે.
આ ઉત્પાદનોને કુલ સાત શ્રેણીમાં વર્ગિકૃત કરવામાં આવ્યા છે. કોસ્મેટિક, ડ્રગ્ઝ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈનગે્રડિયન્ટ સ્વરૂપે, ફિનિશ્ડ ફોર્મ્યુલેશન સ્વરૂપે, વ્યક્તિગત ઉપયોગ માટે નાની માત્રામાં મેડિકલ ઈન્સ્ટિટ્યૂશન દ્વારા નવી દવાની આયાત, તપાસ/વિશ્લેષણ માટે આયાત વગેરેનો સમાવેશ થાય છે.
મેડિકલ ડિવાઈસની આયાત માટેનાં ચેકલિસ્ટને ઈન વિટ્રો ડાયગ્નોસ્ટિક્સ કિટ/ઉપકરણોની આયાત અને આવાં ઉપકરણોના ઉત્પાદન માટે કાચા માલની આયાતમાં જૂથબદ્ધ કરવામાં આવી છે. ફિલ્ડ ફોર્મેશનને ચાર્જ આઉટ થવાના સમયે દસ્તાવેજો તપાસવા માટે સંવેદનશીલ બનાવી શકાય છે, એમ સીબીઆઈસીએ જણાવતાં ઉમેર્યું હતું કે વ્યવસાયોએ ઝડપી ક્લિયરન્સની સુવિધા માટે જરૂરી દસ્તાવેજો ઈ-સંચેત પર અપલોડ કરવા પડશે.
નાંગિયા ગ્લોબલનાં ઈનડાયરેક્ટ ટેક્સ વિભાગના ડિરેક્ટર શિવકુમાર રામજીએ જણાવ્યું હતું કે આ સર્ક્યુલર તબીબી ઉપકરણ આયાત માટે વિવેકાધીન મેન્યુઅલ ચકાસણીનાં ઉદ્દેશને સ્થાને ચેકલિસ્ટ આધારિત માળખામાં પરાવર્તિત કરે છે.આ પગલાંથી બંદર પર રહેવાનાં સમયમાં ઘટાડો થશે, કંપનીઓને દંડાત્મક ડેમરેજ ચાર્જથી બચાવશે અને તબીબી પુરવઠામાં વેગ આવશે. મેન્યુઅલ વિવેકાધીન પદ્ધતિને બદલે તે ચેકલિસ્ટ આધારિત ક્લિયરન્સ તરફ આગળ ધપી રહ્યા છીએ જે તબીબી ઉપકરણોની આયાત દરમિયાન વધુ નિશ્ચિતતા આપશે, એમ તેમણે ઉમેર્યું હતું.