દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી સપ્તાહે પાકિસ્તાનમાં વાટાઘાટાની સંભાવના
મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ હજુ પણ યથાવત છે. આ દરમિયાન પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી સપ્તાહે વાટાઘાટો થવાની સંભાવના છે. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બંને દેશો વચ્ચે 14 મુદ્દા પર ચર્ચા ચાલી રહી છે. જેમાં પરમાણુ કરાર અને હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ ઓછો કરવાના મુદ્દાનો પણ સમાવેશ થાય છે.
મમતા સોશિયલ મીડિયામાં હજુ પણ પોતાને ગણાવી રહ્યા છે મુખ્યમંત્રી
પશ્ચિમ બંગાળના ટીએમસી અને મમતા બેનર્જીની કારમી હાર થઇ છે. તેની બાદ આજે સુવેન્દુ અધિકારીએ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જોકે, તેની બાદ પણ મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પરથી પ્રોફાઇલમાંથી મુખ્યમંત્રી તરીકેનો ટેગ દૂર નથી કર્યો.
VCK નું વિજયને સમર્થન? સત્તાવાર જાહેરાત હજી બાકી
તમિલનાડુમાં વિજયની પાર્ટી સરકાર બનાવવા માટે મથામણ કરી રહી છે. તેવામાં ફરી VCK સમર્થન આપી શકે છે તેવી અટકળો શરૂ થઈ છે. VCK ના ધારાસભ્યોના ટેકા મળે તો વિજય પાસે 118 ની બહુમતી થઈ જશે. આ પહેલા વિજય પાસે TVK + કોંગ્રેસ + CPI પાર્ટીના 116 ધારાસભ્યોનું સમર્થન હતું. TVK ના જનરલ સેક્રેટરી (એન. આનંદ) અને VCK ચીફ (થોલ. થિરુમાવલવન) વચ્ચેની મુલાકાત બાદ આ 'અનકન્ડિશનલ' સપોર્ટ જાહેર કરાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
દેશમાં ઈંધણના ભાવમાં વધારો થવાના સંકેત,ઓઇલ કંપનીઓને મોટું નુકસાન
મિડલ ઈસ્ટમાં તણાવ અને હોરમૂજ સ્ટ્રેટ પર ઈરાનના કબજા વચ્ચે પણ દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ નિયંત્રણમાં છે. જોકે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઓઇલ કંપનીઓને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. પેટ્રોલિયમ મંત્રાલયના આંકડા અનુસાર સરકારી ઓઇલ કંપનીઓને દર મહિને અંદાજે 30,000 કરોડની અંડર રિકવરી થઇ રહી છે.એટલે કે કંપની મોંધા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદી રહી છે. તેમજ ગ્રાહકોને સસ્તા ભાવે ઈંધણ પૂરું પાડે છે. જોકે, તેના પગલે ઈંધણના ભાવમાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે.
પંજાબના કેબિનેટ પ્રધાન સંજીવ અરોરાની ધરપકડ
પંજાબમાં ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પંજાબના કેબિનેટ પ્રધાન સંજીવ અરોરાની ઈડીએ ધરપકડ કરી લેવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આજે સવારે ઈડીની 20થી પણ વધારે ગાડીએ વહેલી સવારે ચંદીગઢમાં સેક્ટર 2માં આવેલી સરકારી આવાસે પહોંતી હતી.સવારે 7.25 વાગ્યે અરોરાની ઘરે દરોડા પાડવામાં આવ્યાં હતાં. ધરપકડ અંગે ઈડી દ્વારા હજી સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
તમિલનાડુમાં સત્તાનું સસ્પેન્સ: 11 મેથી રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાની પ્રબળ શક્યતા
તમિલનાડુના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં બહુમતીનું સંકટ ઘેરાતા હવે રાષ્ટ્રપતિ શાસન તરફ સરકાર આગળ વધી રહી હોય તેવું જણાય છે. જો નિર્ધારિત સમય મર્યાદામાં કોઈ પક્ષ સરકાર રચવામાં સફળ નહીં થાય, તો આગામી 11 મેથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે.
શુભેન્દુના શપથમાં ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર
પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત બાદ આજે ભાજપના પ્રથમ મુખ્ય પ્રધાન શુભેન્દુ અધિકારીનું રાજતિલક થશે. સવારે 11 વાગ્યે કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાનમાં હજારો લોકોની ઉપસ્થિતિમાં શુભેન્દુ અધિકારી મુખ્ય પ્રધાન પદના શપથ લેશે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી હાજર રહેશે.
પંજાબના કેબિનેટ પ્રધાન સંજીવ અરોરાના નિવાસસ્થાને ED ત્રાટકી
સંજીવ અરોરાના ચંદીગઢ સ્થિત સેક્ટર-2ના નિવાસસ્થાને વહેલી સવારે આશરે 7:25 વાગ્યે EDની ટીમે દરોડા પાડયા છે. EDના અધિકારીઓ આશરે 20 ગાડીઓમાં સવાર થઈને પહોંચ્યા હતા અને સુરક્ષા માટે ત્રણ ડઝન જેટલા CIA અને SF ના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ સર્ચ ઓપરેશન ચંદીગઢ અને દિલ્હી-NCR વિસ્તારમાં કુલ 5 સ્થળોએ ચાલી રહ્યું છે, જેમાં સંજીવ અરોરાના સત્તાવાર નિવાસસ્થાન અને તેમની કંપની 'હેમ્પટન સ્કાય રિયલ્ટી લિમિટેડ'ના કાર્યાલયોનો સમાવેશ થાય છે.