દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ઝારખંડમાં પબ્લિક સર્વિસ કમિશનના ત્રણ સભ્યોના રાજીનામાં મંજૂર, સીઆઈડી પૂછપરછ કરશે
ઝારખંડમાં વિદ્યાર્થીઓ JPSC અને JSSC ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશનના ત્રણ સભ્યો અજીતા ભટ્ટાચાર્ય, અનિમા હંસદા અને જમાલ અહેમદ - એ રાજીનામું આપી દીધું છે. જેને રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવારે તેમના બધા રાજીનામા સ્વીકારી લીધા છે. તેમજ સીઆઈડી સોમવારથી તેમની પૂછપરછ શરૂ કરશે.
સુદર્શનના સ્થાને સરફરાઝ ખાન ટેસ્ટ ટીમમાં
ટૉપ-ઑર્ડર બૅટ્સમૅન સાઇ સુદર્શન પગના અંગૂઠાની ઈજાને કારણે શ્રીલંકા સામેની બે મૅચની ટેસ્ટ-શ્રેણીમાં નહીં રમી શકે એટલે તેના સ્થાને સરફરાઝ ખાનને સ્ક્વૉડમાં સમાવવામાં આવ્યો છે. 28 વર્ષનો સરફરાઝ છ ટેસ્ટ રમી ચૂક્યો છે જેમાંની છેલ્લી ટેસ્ટ તે 2024માં રમ્યો હતો. બે વર્ષથી તે ટીમ ઇન્ડિયામાં કમબૅકની આશા રાખીને બેઠો હતો. ભારતની ટેસ્ટ ટીમઃ ગિલ (કૅપ્ટન), રાહુલ (વાઇસ-કૅપ્ટન), યશસ્વી, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), પડિક્કલ, સરફરાઝ ખાન, જાડેજા, કુલદીપ, માનવ સુથાર, સિરાજ, ક્રિષ્ના, ગુરનૂર બ્રાર, સારાંશ જૈન અને આકિબ નબી.

નેતન્યાહૂએ ટ્રમ્પનો ગાઝા પ્લાન ફગાવ્યો
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરવામાં આવેલા 15-મુદ્દાના ગાઝા પ્લાનને ફગાવ્યો છે. કેબિનેટ બેઠક દરમિયાન નેતન્યાહૂએ જાહેરાત કરી હતી કે જ્યાં સુધી હમાસ સંપૂર્ણપણે પોતાના શસ્ત્રો હેઠા નહીં મૂકે
એર ઇન્ડિયાની ફલાઇટમાં ટર્બ્યુલન્સ બાદ DGCA એકશન મોડમાં, પાઇલટ્સને ફરજ પરથી હટાવાયા
એર ઈન્ડિયાની ફલાઇટમાં ટર્બ્યુલન્સની ફરિયાદ બાદ ડીજીસીએ એક્શનમાં આવ્યું છે. જેમાં નાગરિક નાગરિક ઉડ્ડયન મંત્રાલય જણાવ્યું છે કે ઉડ્ડયન સલામતીના ઉચ્ચતમ ધોરણો જાળવવામાં આવશે. તેમજ નિયમ મુજબ આ ફ્લાઇટના પાઇલટ્સને ઉડાન ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે.
સિરાજનો બૅટિંગમાં સપાટો, ચાર સિક્સર ફટકારી ભારતને જિતાડ્યું
ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાના પ્રવાસમાં વિજયી શરૂઆત કરી છે જેમાં એકમાત્ર પ્રૅક્ટિસ-મૅચ છ વિકેટે જીતી લીધી. ત્રણ દિવસની આ મૅચમાં રવિવારે આખરી દિવસની અંતિમ ક્ષણોમાં મોહમ્મદ સિરાજે પાંચ બૉલમાં ચાર છગ્ગા ફટકારીને ભારતને જિતાડી દીધું હતું. સિરાજે 15 બૉલમાં ચાર સિક્સર અને એક ફોરની મદદથી અણનમ 32 રન બનાવ્યા હતા. ભારતે 207 રનનો લક્ષ્યાંક ચાર વિકેટના ભોગે મેળવી લીધો હતો. યશસ્વી (61 રન) અને કૅપ્ટન શુભમન ગિલ (44 રન) વચ્ચેની 105 રનની ભાગીદારીનું આ જીતમાં છેલ્લાં દિવસે મોટું યોગદાન હતું. હવે શનિવાર, 15મી ઑગસ્ટે ભારત-શ્રીલંકાની પ્રથમ ટેસ્ટ શરૂ થશે.

દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ, 20,000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરાશે
દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આ વર્ષે સુરક્ષા કારણોસર સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે દિલ્હીના લાલ કિલ્લા પર 20,000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. તેમજ એક હજારથી વધુ સીસીટીવી કેમરા લગાવવામાં આવશે. તેમજ એન્ટી-ડ્રોન સિસ્ટમ પણ ગોઠવવામાં આવશે.
કચ્છના રાપરમાં 3.3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
કચ્છના સીમાવર્તી રાપર અને તેની આસપાસના વિસ્તારોમાં રવિવારની બપોરે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, બપોરે 1.34 વાગ્યે રિક્ટર સ્કેલ પર 3.3 ની તીવ્રતા ધરાવતો ભૂકંપ નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ રાપરથી આશરે 15 કિલોમીટર દૂર સ્થિત હતું.
હૈદરાબાદની નાલસર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં CJI સૂર્યકાંતને આમંત્રણ અપાતા વિવાદ
હૈદરાબાદમાં નેશનલ એકેડેમી ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ (NALSAR) યુનિવર્સિટીમાં યોજાયેલા દીક્ષાંત સમારોહમાં CJI સૂર્યકાંતને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણના લઇને વિવાદ સર્જાયો છે. જેમાં સ્નાતક વિદ્યાર્થીઓના એક જૂથે વિરોધ કર્યો છે.
દિલ્હી, હિમાચલ અને ઓડિશા સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
નવી દિલ્હીઃ આજે દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ ચાલુ છે, જ્યારે હિમાચલ પ્રદેશ અને કેરળમાં ધોધમાર વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આસામમાં, અત્યાર સુધીમાં પૂરના કારણે 98 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન ઓડિશા, પંજાબ, કેરળ, લક્ષદ્વીપ અને ઝારખંડમાં પણ વરસાદની શક્યતા છે. દિલ્હીમાં છેલ્લા આઠ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, અને ભારે વરસાદને કારણે યમુના નદીનું પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે.
ગાંધીનગરમાં 17 વર્ષની દુષ્કર્મ પીડિતાનું ત્રણ દિવસ બાદ મોત
ગાંધીનગરમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. કલોલ તાલુકાની એક 17 વર્ષની સગીરા પર તેના પ્રેમીએ જ દુષ્કર્મ આચર્યું છે. આ અત્યાચાર એટલો ભયાનક હતો કે સગીરાને થયેલા અતિશય રક્તસ્ત્રાવને કારણે તેની કિડની અને આંતરડામાં ગંભીર ઈન્ફેક્શન ફેલાઈ ગયું હતું, અને ત્રણ દિવસ બેભાન હાલતમાં રહ્યા બાદ સગીરાનું મોડીરાતે મોત નીપજ્યું છે.
કચ્છના રણમાં મળી આવ્યાં 100થી વધુ હાડપિંજરો
કચ્છઃ કચ્છના રણમાં એક અલગ જ આર્કિયોલોજિકલ સાઇટ મળી આવી છે. અહીંથી એક બે નહીં પરંતુ 100થી વધુ કંકાલ મળી આવ્યાં હોવાનું પ્રકાશણાં આવ્યું છે. પાકિસ્તાન સરહદ નજીક આવેલા કચ્છના રણમાં દફનાવાયેલા 100થી વધુ માનવ હાડપિંજરો મળી આવ્યાં છે. આ મામલે કચ્છ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંયુક્ત સંશોધન બાદ આ હાડપિંજરો મળી આવ્યાં છે. હાડપિંજરો સાથે સાથે માટીના વાસણો, દીવા, વસ્તુઓ, તાંબાના સિક્કા અને બાંધકામ સાથે સંકળાયેલાની વસ્તુઓ પણ મળી આવી છે. અત્યારે આ જગ્યાને કામચલાઉ રીતે 'બરબાદપુર' નામ આપવામાં આવ્યું છે.