Thu Oct 01 2026

Logo

એશિયન ગેમ્સમાં આજે સવારે 10.00 વાગ્યાથી ભારત-શ્રીલંકાની સેમિ ફાઇનલ: પાકિસ્તાન પહોંચી ગયું ફાઇનલમાં

Nishin   2026-10-01 09:33:00
Author: Ajay Motiwala
એશિયન ગેમ્સમાં આજે સવારે 10.00 વાગ્યાથી ભારત-શ્રીલંકાની સેમિ ફાઇનલ: પાકિસ્તાન પહોંચી ગયું ફાઇનલમાં

નિશીન: જાપાનની એશિયન ગેમ્સમાં આજે (સવારે 10.00 વાગ્યાથી) ભારત અને શ્રીલંકા વચ્ચે મેન્સ ટી-20 ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલ રમાશે.

પાકિસ્તાને સવારે વરસાદ બાદ 13-13 ઓવરની પ્રથમ સેમિ ફાઇનલમાં બાંગ્લાદેશને છ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો. બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાનના બે સ્પિનર સુફિયાન મોકિમની ત્રણ વિકેટ અને અરાફત મિન્હાસની બે વિકેટને લીધે 20 ઓવરમાં સાત વિકેટે ફક્ત 111 રન બનાવી શક્યું હતું.

પાકિસ્તાને અબ્દુલ સામદના અણનમ 30 રન અને હસન નવાઝના અણનમ 27 રનની મદદથી 11.3 ઓવરમાં (નવ બોલ બાકી રાખીને) ચાર વિકેટના ભોગે 112 રન બનાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.

ભારત (India) જો આજે શ્રીલંકા (Sri Lanka)ને હરાવશે તો શનિવારે (સવારે 10.00 વાગ્યાથી) ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. શ્રેયસ ઐયર ભારતીય ટીમનો કેપ્ટન છે અને ટીમમાં સંજુ સૅમસન, વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઇ વગેરે ખેલાડીઓ સામેલ છે. સહાન આરાચ્ચીગે શ્રીલંકાનો કેપ્ટન છે અને તેની ટીમમાં બિનુરા ફર્નાન્ડો, નિરોશન ડિકવેલા તથા આશેન બંડારા જેવા જાણીતા ખેલાડીઓ છે.

નિશીનમાં વરસાદને કારણે ઘણી મૅચો ખોરવાઈ ગઈ છે. જો શનિવારની ફાઇનલ વરસાદની લીધે નહીં રમાય તો ભારત અને પાકિસ્તાનની ટીમે ગોલ્ડ મેડલ શૅર કરી લેવો પડશે.