દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના સંકેત, ટ્રમ્પે કહ્યું ઇરાને હજુ સુધી તેના કૃત્યની સંપૂર્ણ કિંમત નથી ચૂકવી
અમેરિકા અને ઈરાન ફરી એકવાર શાંતિ મંત્રણા મુદ્દે આમને સામને આવી ગયા છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાને મોકલેવા શાંતિ પ્રસ્તાવ પર નારાજગી વ્યક્ત કરી છે. તેમજ ચેતવણી આપી છે કે ઇરાને હજુ સુધી તેના કૃત્યની સંપૂર્ણ કિંમત નથી ચૂકવી. જેના પગલે મિડલ ઈસ્ટમાં ફરી એકવાર યુદ્ધના સંકેત મળી રહ્યા છે.
કૈલાશ માનસરોવર યાત્રાને લઈને નેપાળે વાંધો ઊઠાવ્યો
નેપાળે ભારત અને ચીનના લીપુલેક પાસથી કૈલાશ માનસરોવર યાત્રા સંચાલન પર વાંધો ઊઠાવતા ડિપ્લોમેટિક પ્રેસનોટ જાહેર કરી, નેપાળનો દાવો છે કે, લીપુલેક, કાલાપાની અને લિમ્પિયાધુરા નેપાળનો એક ભાગ છે. આ વિસ્તારમાં કંઈ પણ ગતિવિધિ થશે તો નેપાળ વાંધો ઊઠાવશે.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની મતગણતરી માટે ચૂંટણી પંચ સજ્જ, સઘન સુરક્ષા વ્યવસ્થા
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો પૂર્વે ચૂંટણી પંચે પારદર્શક મત ગણતરી માટે તેની તમામ તાકાત લગાવી દીધી છે. આ અંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર અગ્રવાલ અને ખાસ ચૂંટણી નિરીક્ષક સુબ્રત ગુપ્તાએ જણાવ્યું છે કે મત ગણતરી દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા માટે સ્થાન નથી. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી 4 મે અને સોમવારના રોજ હાથ ધરવામાં આવશે.
પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાની નહિવત શક્યતા, OPEC+ વધારશે ક્રુડ ઓઈલનું ઉત્પાદન
મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના લીધે વિશ્વમાં ક્રૂડ ઓઇલના પૂરવઠાની અછતની સ્થિતી ઉભી થઇ હતી. તેમજ ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર કબજા બાદ અનેક દેશોમાં ક્રૂડ ઓઇલની સ્થિતી ગંભીર બની છે. જોકે, આગામી દિવસોમાં આ સ્થિતીને હળવી કરવા માટે ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશોના સમૂહ OPEC+ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેના લીધે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા નહિવત છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાના આરોપી કોલ એલન અંગે નવા ખુલાસા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાનો આરોપી કોલ થોમસ એલન અંગે અનેક નવા ખુલાસા થયા છે. આ અંગે કોર્ટના રજૂ કરવામાં આવેલા પુરાવા મુજબ વોશિંગ્ટન આવવા માટે ત્રણ દિવસની રેલવે મુસાફરી કરી હતી. તેમજ તેની બાદ 30 કલાક વોશિંગ્ટનમાં વીતાવ્યા હતા. વોશિંગ્ટન હિલ્ટન હોટેલમાં ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં ગોળીબાર કરવાના આરોપસર કોલ થોમસ એલનની ધરપકડ કરવામાં આવી છે.
બીસીસીઆઇને ઇમ્પેક્ટ પ્લેયરના નિયમો મુદ્દે મહત્વની જાહેરાત કરી
આઇપીએલની ચાલી રહેલી મેચ વચ્ચે ઇમ્પેક્ટ પ્લેયરના નિયમો મુદ્દે બીસીસીઆઇએ મહત્વની જાહેરાત કરી છે. આ અંગે બીસીસીઆઇના સેક્રેટરી દેવજિત સેકિયાએ કહ્યું કે આ નિયમ પર છેલ્લા બે વર્ષથી ચર્ચા ચાલી રહી છે. તેમજ તેની સમીક્ષા આઇપીએલ 2026 સમાપ્ત થયા બાદ કરવામાં આવશે. હાલ નિયમોમા કોઇ ફેરફાર કરવામાં આવશે નહિ.
પશ્ચિમ બંગાળમાં મતગણતરી પૂર્વે ભાજપનો મોટો આરોપ, કાર્યવાહીની માંગ
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે 4 મે અને સોમવારના રોજ મતગણતરી હાથ ધરાશે.જોકે, તે પૂર્વે જ ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે કેટલાક અધિકારીઓ તેમની ફરજો, પોસ્ટિંગ અને જવાબદારીઓ સંબંધિત સંવેદનશીલ માહિતી વિભાગીય સંગઠનો સાથે શેર કરી રહ્યા છે. જેની અસર મતગણતરી પ્રક્રિયા પર પડી શકે છે. તેમણે આ અંગે ચૂંટણી પંચને કાર્યવાહી કરવા માંગ કરી છે.
બિહારમાં નવા મંત્રીમંડળની રચનાની અટકળો તેજ
બિહારના નવી સરકારની રચના બાદ નવા મંત્રીમંડળની રચના અંગે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. તેવા સમયે બિહારના સીએમ સમ્રાટ ચૌધરીએ આજે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ પૂર્વે તેમણે જેડીયુના કાર્યકારી પ્રમુખ સંજય ઝા અને ભાજપ પ્રમુખ નીતિન નવીન પણ મળ્યા હતા. જોકે, અમિત શાહ સાથેની બેઠક બાદ નવા મંત્રીમંડળની રચના અંગે અટકળો તેજ થઇ છે.
રાજસ્થાન રોયલ્સને મળ્યા નવા માલિક?
આઈપીએલ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સને લઈને એક મેગા ડીલ કરવાના સમાચાર મળી રહ્યા છે. 15,000 કરોડમાં મિત્તલ ફેમિલીએ રાજસ્થાન રોયલ્સને ખરીદી છે. જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી નિવાસ મિત્તલ અને આદિત્ય મિત્તલના નેતૃત્વમાં મિત્તલ ફેમિલીએ અદાણ પૂનાવાલાની સાથે ભાગીદારીમાં રાજસ્થાન રોયલ્સને ખરીદવા માટે સમજૂતી કરી.
ઇમરજન્સી એક્ઝિટ ખોલી મુસાફર ચાલુ ફ્લાઇટમાંથી કૂદી પડ્યો
ચેન્નઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક ચોંકાવનારી ઘટના ઘટી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એક મુસાફરે અચાનક ચાલતી ફ્લાઇટનો ઇમરજન્સી દરવાજો ખોલ્યો અને બહાર કૂદી પડ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ઇમરજન્સી દરવાજો ખોલ્યો હોવાના કારણે અંદર બેઠેલા મુસાફરો પણ ગભરાઈ ગયાં હતાં. જો કે, કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા સુરક્ષા કર્મીઓએ મામલો સંભાળી લીધો હતો. આ ફ્લાઈટમાં 231 મુસાફરો સવાર હતા.
દિગ્ગજ અભિનેતા સુદેશ કુમારનું નિધન
મુંબઈઃ હિન્દી સિનેમાના "સુવર્ણ યુગ" ના સ્ટાર સુદેશ કુમારનું અવસાન થયું છે. પીઢ અભિનેતાના અવસાનના સમાચારથી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સુદેશ કુમારના અંતિમ સંસ્કાર શિવાજી પાર્ક સ્મશાનગૃહ ખાતે કરવામાં આવ્યા, જ્યાં હિન્દી સિનેમાના અનેક સ્ટાર્સ સ્વર્ગસ્થ અભિનેતાને અંતિમ વિદાય આપવા માટે હાજર રહ્યા હતા.
જબલપુર ક્રૂઝ દુર્ઘટનામાં વધુ એક મૃતદેહ મળ્યો
જબલપુર ક્રૂઝ દુર્ઘટનામાં આજે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન NDRFની ટીમને વધુ એક મૃતદેહ મળી આવતા કુલ મૃત્યુઆંક વધીને 12 થયો છે. ગત ગુરુવારે સાંજે સર્જાયેલા ભીષણ વાવાઝોડા દરમિયાન આ બોટ પલટી ગઈ હતી, જેમાં હજુ પણ એક વ્યક્તિ લાપતા હોવાથી શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.
દિલ્હીમાં આગની ઘટનામાં 9ના મૃત્યુ
રાજધાની દિલ્હીના વિવેક વિહારમાં ચાર માળની ઇમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. હાલ રાહત-બચાવ કામગીરી અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ફાયર ટેન્ડરોની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. સત્તાધીશો દ્વારા 9 મૃતદેહો મળવાની પુષ્ટિ કરવામાં આવી હતી, જો કે આ દુર્ઘટનામાં હજુ મૃત્યુઆંક વધવાની આશંકા છે.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનું ચોંકાવનારૂ નિવેદન
નવી દિલ્હીઃ મજૂર દિવસ નિમિત્તે મહારાષ્ટ્રના નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. મજૂર દિવસ કાર્યક્રમને સંબોધતા નીતિન ગડકરીએ કહ્યું કે, મુસ્લિમોને ગેસ, પેટ્રોલ અને ડીઝલ એ જ ભાવે મળે છે જે ભાવે હિંદુઓને મળે છે.