મુંબઈઃ 21 જુનના દિવસે સમગ્ર દેશમાં ફાધર્સ ડેનું દમદાર સેલિબ્રેશન કરવામાં આવ્યું, બોલિવૂડ ફિલ્મ જગત પણ આમાંથી બાકાત નથી. અનેક એવે સેલેબ્સ કિડે સિનેસ્ક્રિન પર કંઈક એવો પ્રયોગ કરી ચૂક્યા છે. પણ જેના પિતા ફિલ્મલાઈનમાં સુપરહિટ ગયા એમાં ઘણા ઓછા એવા સંતાનો છે જે ફિલ્મલાઈનમાં ડંકો વગાડવામાં સફળ રહ્યા છે. બોલિવૂડમાં અનેક એવા સેલેબ્સે પોતાના પિતા સાથેની તસવીર પોસ્ટ કરીને પોતાના પિતાને યાદ કર્યા છે.
ઈશા દેઓલે ધર્મેન્દ્રને યાદ કર્યા

બોલિવૂડની એક્ટ્રેસ કિયારા અડવાણીએ પોતાની નવી ફિલ્મ ટોક્સિકમાં જોવા મળશે. ફાધર્સ ડે પર એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકીને પિતાના પિતાને યાદ કર્યા હતા. એટલું જ નહીં પતિ પણ હવે પિતા બન્યો છે તો સંતાન તરફથી વિશ કરતી પોસ્ટ તેણે મૂકી હતી. ફૂડના ટૂકડાથી તેણે ડેડ લખ્યું હતું.

સુનિલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટીએ એક જુનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. પિતા સુનિલ શેટ્ટીની સાથે પોતાના પતિ અને હાલમાં જ પિતા બનેલા કે.એલ.રાહુલને પણ વિશ કર્યું હતું. એક ફોટોમાં કેએલ અને સુનિલ શેટ્ટી એની દીકરી ઈવારાને ખોળામાં લેતા દેખાઈ રહ્યા છે.

અનુભવી અને ગ્લેમરસ એક્ટ્રેસ ઈશા દેઓલે પોતાના પિતા અને લેજન્ડરી એક્ટર ધર્મેન્દ્રને યાદ કર્યા હતા. યંગ ધર્મેન્દ્રને હગ કરતા હોય એવો પેઈન્ટિંગ ઈફેક્ટનો ફોટો તેણે શૅર કર્યો હતો.
કુમાર સાનુએ પિતાનો ફોટો મૂક્યો
અનન્યા પાંડેએ પિતા ચંકી પાંડે સાથે પૂલમાં સ્વિમિંગ કરતા હોય એવો ફોટો પોસ્ટ કર્યો છે. ફાધર્સ ડેના દિવસે ખાસ માતાને પણ યાદ કરવામાં આવ્યા હતા. આ દિવસે એની માતા ભાવના પાંડેનો જન્મદિવસ છે એટલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી વખતે માતાને પણ યાદ કરવામાં આવ્યા હતા.

કરણ દેઓલે પણ પોતના પિતા સની દેઓલને વિશ કર્યું છે. ફિલ્મ બટવારાની કેટલીક તસવીર શૅર કરી હતી. જેમાં પિતા અને પુત્ર વચ્ચે એક ઈમોશનલ સીન જોવા મળી રહ્યો છે. આ ફોટો સાથે કરણ એક સ્પેશ્યલ નોટ પણ લખી છે. તેણે લખ્યું હતું કે, કેટલીક ક્ષણ એવી હોય છે કે, નસીબ કરતા પહેલા લખાયેલી હોય છે. આ આખી પોસ્ટ ખૂબ જ ઈમોશનલ છે જેના પર ફેન્સ પણ રીએક્ટ કરી રહ્યા છે.
માત્ર સેબેલ્સની વાત નથી ફિલ્મીદુનિયાના જાણીતા ગાયક કુમાર સાનુંએ પણ પોતાના પિતા સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું થેંક્યું પપ્પા. જાણીતી મેકઅપ આર્ટિસ્ટ જેણે ધુરંધર ફિલ્મના મોટાભાગના પાત્રોને એક અલગ અવતાર આપ્યો છે તે પ્રિતિશિલ સિંહે પણ પોતાના પિતા માર્ક ડિસોઝા સાથેનો એક મસ્ત વિડિયો પોસ્ટ કર્યો હતો.