Mon Aug 31 2026

Logo

પગાર કપાશે તો..... પાલિકા કર્મચારીઓની આંદોલનની ચીમકી

2026-03-25 20:29:55
Author: Sapna Desai
પગાર કપાશે તો..... પાલિકા કર્મચારીઓની આંદોલનની ચીમકી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ મહાનગરપાલિકાના હજારો કર્મચારીઓના માર્ચ મહિનાના પગારમાં ૩૦થી ૩૫ હજાર કાપી નાખવામાં પ્રશાસનના નિર્ણય સામે પાલિકા કર્મચારીઓના યુનિયને પ્રશાસનને તીવ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

પાલિકા કર્મચારીઓના ધ મ્યુનિસિપલ યુનિયને જણાવ્યું હતું કે હાલ પાલિકાનું તમામ કામ કમ્યુટરાઈસ્ડ સૅપ સિસ્ટમમાં આવી રહ્યું છે. ટેક્નિકલ કારણ, બહાર સાઈટ પર ફરજ બજાવવી તથા ચૂંટણી ફરજ અને રજા લેવા જેવા જુદા જુદા કારણથી કમ્પ્યુટરાઈસ્ડ સિસ્ટમમાં કર્મચારીઓની હાજરી નોંધાઈ નથી.

કર્મચારીઓની આ માહિતી સિસ્ટમને સમયસર આ અપડેટ નહીં કરવાને કારણે હજારો કર્મચારીઓના ૩૦થી ૩૫,૦૦૦ રૂપિયા માર્ચ મહિનાના પગારમાંથી ગેરકાયદે રીતે કપાઈ જવાના છે. તે માટે પાલિકાના સંબંધિત અધિકારી જવાબદાર છે.

આ કર્મચારીઓએ યોગ્ય સમયે નોંધ કરી હોય તો આજે આ સમસ્યા નિર્માણ થઈ ના હોત. ચૂંટણી ફરજને કારણે અનેક કર્મચારીઓ પાલિકાના કમ્પ્યુટરાઈસ્ડ સિસ્ટમમાં પોતાની હાજરી પૂરાવી શક્યા નહોતા. તેથી પાલિકા પ્રશાસને આ બાબતે ઘટતું નહીં કર્યું તો કર્મચારીઓને નાછૂટકે આંદોલન કરવું પડશે.