નવી દિલ્હી: ભારતની રાજધાની નવી દિલ્હીમાં AI ઇમ્પેક્ટ સમિટ ચાલી રહી છે, જેમાં કેટલાક વૈશ્વિક નેતાઓ, ટેક કંપનીઓના પ્રતિનિધિઓ, ઇન્ડસ્ટ્રી લીડર્સ અન્ય ભાગીદારો હાજરી આપી રહ્યા છે. આ સમિટમાં દિગ્ગજ ટેક કંપની માઈક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સ હાજર નહીં રહે.
અગાઉ ભારત સાકારે બિલ ગેટ્સને સમિટમાં હાજરી આપવા આમંત્રણ પાઠવ્યું હતું. જાહેર કરવામાં આવેલા મૂળ શેડ્યુલ મુજબ બિલ ગેટ્સ AI ઇમ્પેક્ટ સમિટ 2026માં 19 અને 20 ફેબ્રુઆરીના રોજ ભાગ લેવાના હતાં. હવે અહેવાલો છે, ભારત સરકારે ગેટ્સને પાઠવેલું આમંત્રણ રદ કર્યું છે, માટે તેઓ સમિટમાં હાજરી નહીં આપે. આ ફેરફાર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ કારણે આમંત્રણ રદ કરવામાં આવ્યું:
નોંધનીય છે કે યુએસના કુખ્યાત સેક્સ્યુઅલ ઓફેન્ડર જેફરી એપ્સટિન સાથે જોડાયેલી ફાઇલોમાં બિલ ગેટ્સનું નામ ખુલ્યું છે, ગેટ્સના કેટલીક મહિલાઓ સાથેના ફોટોઝ પણ જાહેર થયા છે. એપ્સટિન ફાઈલ્સમાં નામ ખુલતા, ગેટ્સની ટીકા કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારત સરકારે એપ્સટિન સાથેના ગેટ્સના સંબંધોની વ્યાપાક ટીકાને ધ્યાનમાં રાખીને તેમને આપવામાં આવેલા આમંત્રણની સમીક્ષા કરી હતી. ભારત સરકારે એપ્સટિન સેક્સ રેકેટની પીડિત મહિલાઓના સમર્થનમાં ગેટ્સને આપવામાં આવેલું આમંત્રણ રદ કયું છે.
એપ્સટિન ફાઈલ્સમાં ગંભીર આરોપો:
એપ્સટિન ફાઈલ્સ મુજબ ગેટ્સના ઘણી મહિલાઓ સાથે લગ્નેત્તર સંબંધો હતાં. એક ડોક્યુમેન્ટમાં એપ્સટિને દાવો કર્યો છે કે તેમણે બિલને ડ્રગ્સ મેળવવામાં મદદ કરી હતી. ગેટ્સે આ આરોપોને નકારી કાઢ્યા છે.
એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં બિલ ગેટ્સના પૂર્વ પત્ની મેલિન્ડા ફ્રેન્ચે જણાવ્યું હતું કે એપ્સટિન સાથેની બિલની મુલાકાતોને કારણે જ તેમના 27 વર્ષના લગ્નજીવનના આવ્યો હતો.
ગેટ્સે માફી માંગી:
ગયા અઠવાડિયે એક ઓસ્ટ્રેલિયન ન્યુઝ ચેનલ સાથેના ઈન્ટરવ્યું દરમિયાન ગેટ્સે પહેલીવાર જાહેરમાં માફી માંગી હતી. તેમણે કહ્યું "તેમની(એપ્સટિન) સાથે વિતાવેલી દરેક મિનિટનો મને અફસોસ થઇ રહ્યો છે, અને હું માફી માંગુ છું."