લખનઉ: બિહારમાં ભાજપના ગઢ બાંકીપુર વિધાનસભામાં જીત મેળવીને પ્રશાંત કિશોરે ગાબડું પાડ્યું છે. જેની બાદ અનેક રાજનેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં સમાજવાદી પાર્ટીને નેતા અખિલેશ યાદવે પણ ભાજપ પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે ભગવાનને નચાવવાનો ઘમંડ રાખનારાઓને ભગવાને નચાવી દીધા.
પરિણામને સરકાર માટે ડબલ હાર ગણાવી
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપની હાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી છે કે આ હાર ફક્ત ચૂંટણી પરિણામ નથી પરંતુ લોકોનો ગુસ્સો અને યુવાનોના રોષનું પરિણામ છે. તેમણે ભાજપ પર અનેક ગંભીર આરોપો લગાવતા પરિણામને સરકાર માટે "ડબલ હાર" ગણાવી હતી.
ભગવાને ચાલતી ગાડીમાંથી નીચે ઉતારી દીધા
અખિલેશ યાદવે જણાવ્યું હતું કે ભગવાનને નચાવવાનો ઘમંડ રાખનારાઓને ભગવાને નચાવી દીધા. તેમણે ઉમેર્યું હતું કે જે લોકો પોતાને ભગવાનથી ઉપર માનતા હતા તેમને ભગવાને ચાલતી ગાડીમાંથી નીચે ઉતારી દીધા. તેમના અભિમાનને ઉતારી દીધું છે.
પ્રશાંત કિશોરે 18,953 મતોના માર્જિનથી વિજય મેળવ્યો
ઉલ્લેખનીય છે કે, બિહારમાં ભાજપ માટે મહત્વની ગણાતી એવી બાંકીપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો છે. જેમાં જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે 18,953 મતોના માર્જિનથી વિજય મેળવ્યો. જ્યારે ભાજપના નીરજ સિંહાનો પરાજય થયો હતો.તેમજ આરજેડી ત્રીજા સ્થાને સરકી ગઈ હતી.