Thu Sep 10 2026

Logo

ભરૂચ જામા મસ્જિદમાં મહિલાઓ પૂજાવિધિ કરતી હોવાનો વીડિયો વાયરલ થતા વિવાદ

2026-03-04 19:28:53
Author: Pooja Shah
ભરૂચ જામા મસ્જિદમાં મહિલાઓ પૂજાવિધિ કરતી હોવાનો વીડિયો વાયરલ થતા વિવાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
ભરૂચની  જામા મસ્જિદમાં મહિલાઓ પૂજાવિધિ કરતી હોવાનો વીડિયો વાયરલ થતાં વિવાદ થયો હતો. વીડિયોમાં, મહિલાઓ મસ્જિદ પરિસરમાં ફૂલો, ફળો અને પ્રસાદ ચઢાવતી જોવા મળી રહી છે. જોકે, વાયરલ વીડિયોની સત્યતાની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

પૂજા દરમિયાન પોલીસ કર્મચારીઓ સ્થળ પર હાજર હોવાના દાવાઓ બહાર આવ્યા બાદ વિવાદ વધુ તીવ્ર બન્યો હતો. મુસ્લિમ સમુદાયના સભ્યોએ આ ઘટના સામે વાંધો ઉઠાવ્યો હતો અને કાર્યવાહીની માંગ કરી હતી. વર્ષોથી આ સ્થળ મામલે વિવિધ સંગઠનો દ્વારા અલગ અલગ દાવાઓ થતા રહ્યા છે. જામા મસ્જિદ હાલમાં પુરાતત્વીય વિભાગના અધિકારક્ષેત્ર હેઠળ છે. 

આ વીડિયો વાયરલ થયા બાદ થયેલા વિવાદને ધ્યાનમાં લઈ શહેરમાં કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસને એલર્ટ પર રાખવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મામલાની ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી શકે છે.