Fri Oct 02 2026

Logo

સ્માર્ટ મીટર સંબંધી ફરિયાદોના નિરાકરણ માટે બેસ્ટની વિશેષ ઝુંબેશ

2026-09-24 17:49:08
Author: Yogesh C. Patel
સ્માર્ટ મીટર સંબંધી ફરિયાદોના નિરાકરણ માટે બેસ્ટની વિશેષ ઝુંબેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
સ્માર્ટ મીટરને કારણે વીજ બિલમાં થયેલા તોતિંગ વધારાને મુદ્દે ભારે હોબાળો મચ્યો છે ત્યારે ‘બેસ્ટ’ દ્વારા વીજ ગ્રાહકોની સમસ્યાઓનું નિરાકરણ કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે. આ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હોઈ નિયત તારીખ અને સમયે સંબંધિત વૉર્ડમાં જઈને ગ્રાહકોએ ફરિયાદ કરવાની રહેશે.

બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) દ્વારા વીજ બિલ વધારા સંદર્ભે ગ્રાહકોમાં ફેલાયેલી ચિંતા અને સ્માર્ટ મીટર આધુનિકીકરણના એક ભાગ તરીકે આ વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ છે. સ્માર્ટ મીટરને લગતી ફરિયાદ કરવા અને તેનું નિરાકરણ મેળવવા ગ્રાહકો 28 સપ્ટેમ્બરથી 9 ઑક્ટોબર દરમિયાન બેસ્ટ દ્વારા નક્કી કરાયેલા વૉર્ડમાં જઈ શકશેે, એવું અખબારી યાદીમાં જણાવાયું હતું.

આ ઝુંબેશનો ઉદ્દેશ સંવાદ વચ્ચેની ખાઈ ઓછી કરવી, બિલ સંબંધી શંકાઓ દૂર કરવી, ગ્રાહકોને પારદર્શક અને સ્થળ પર જ સમાધાન કરાવવું છે. ગ્રાહકોની સમસ્યાઓનું વ્યક્તિગત રીતે પુનરાવલોકન કરવું, મીટરની ચકાસણી અને ખામી દૂર કરવા માટે બિલિંગ અને મીટર રીડિંગ અધિકારીઓની નિયુક્તિ પણ કરવામાં આવી છે, એવું બેસ્ટે જણાવ્યું હતું.

આ ઝુંબેશ હેઠળ બેસ્ટ દ્વારા જાહેર કરાયેલી તારીખ અને સમયે બિલ સંબંધી સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે બધા ગ્રાહક સેવા વિભાગ કાર્યાલયોમાં ‘સ્માર્ટ મીટર અને બિલિંગ હેલ્પ ડેસ્ક’ ઊભી કરવામાં આવશે. એસઓપી અનુસાર વિવાદોનું પદ્ધતિસર સમાધાન કરવામાં આવશે. બેસ્ટની ટીમ ફરિયાદ કરનારા ગ્રાહકો સમક્ષ તેમનાં સ્માર્ટ મીટરની ચકાસણી કરશે. એ સિવાય બન્ને મીટરના ઉપયોગની તુલના કરવા માટે ‘તપાસ મીટર’નો પણ ઉપયોગ કરાશે. વધુમાં બેસ્ટની ઍપ ઈન્સ્ટોલ કવા માર્ગદર્શન કરાશે અને ઍપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો તે સમજાવવામાં આવશે, એવું બેસ્ટનું કહેવું છે.

કયા વૉર્ડમાં ક્યારે ફરિયાદ કરવી?