કેલિફોર્નિયાઃ મોબાઈલમાં ગૂગલ ક્રોમ હાલમાં સામાન્ય બ્રાઉઝર છે. મોટાભાગના એન્ડ્રોઈડ એપ્લિકેશન ધરાવતા મોબાઈલમાં ગૂગલની ડાયરેક્ટ એપ્લિકેશન આવતી હોય છે. જેના પર સીધુ જ સર્ચ કરી શકાય છે. પણ હવે જો ગૂગલની ક્રોમ સિસ્ટમથી કે ક્રોમ બ્રાઉઝરથી કંટાળી ગયા હોવ તો ઘણાય એવા બ્રાઉઝર છે જે મસ્ત અનુભવ આપી શકે છે. ડેટાના યુઝેજ પણ બતાવી શકે છે. આવા જ ઘણાય બ્રાઉઝરની યાદી છે જે ખરેખર ઘણું બધુ કામ સરળ કરી આપે છે. માત્ર ડાઉનલોડ માટેનું કામ નથી, સર્ફિગ પણ ઝડપથી કરે છે અને ડેટા પર સરળતાથી લોડ થાય છે.
ફાયરફોક્સ
છેલ્લા ઘણા સમયથી એન્ડ્રોઈડ પર આની માગ થતી હતી. હવે એન્ડ્રાઈડ પર આ એપ્લિકેશનનું નવું વર્ઝન આવી ચૂક્યું છે. જે વાપરવામાં પણ સરળ છે અને કામ પણ ઝડપથી કરી આપે છે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, એક સાથે વધારે ટેબ પર કામ ચાલું હોય તો પણ હોમપેજને એક્સેસ કરી શકાય છે. હોમપેજ ટ્રેડિંગ ન્યૂઝ અને ડેટા પણ સજેસ્ટ કરે છે. જો પહેલાથી જ તમારા પીસી પર ફાયરફોક્સનો ઉપયોગ કરો છો, તો તમારા બુકમાર્ક્સ, પાસવર્ડ્સ અને ટેબ્સ તમારા મોબાઇલ પર પણ સરળતાથી સિંક થઈ જાય છે.
ડકડકગો
જો ઓનલાઈન સિક્રસી સૌથી મોટી ચિંતા હોય, તો ડકડકગો માટે શ્રેષ્ઠ બ્રાઉઝર બની શકે છે. આ બ્રાઉઝર તમારી પ્રવૃત્તિને ટ્રેક કરવા માટે વેબસાઇટ્સ દ્વારા કરવામાં આવતા પ્રયાસોને અવરોધિત કરવા પર ખાસ ભાર મૂકે છે. તેનું ઇન્ટરફેસ એકદમ સરળ અને ઉપયોગમાં સરળ છે.ખાસ કરીને જ્યારે ઈમેઈલ અને પાસવર્ડની વાત કરવામાં આવે ત્યારે આ સિક્યોરિટી સાથે તે કોઈ પ્રકારના ડેટાને શેર કરતું નથી. આ ઉપરાંત સામાન્ય રીતે કરવામાં આવતા સર્ફિગમાં પણ સરળતાથી કોઈ પ્રકારનો ડેટા શેર થતો નથી. આ ઉપરાંત જ્યારે હિસ્ટ્રી ટ્રેક કરવામાં આવે તે જે લિંક એ જ ટેબ સાથે ઓપન થાયછે.
અગાઉથી ઈન્સ્ટોલ હોય છે બ્રાઉઝર
મોટાભાગના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં પહેલાથી ઇન્સ્ટોલ કરેલું બ્રાઉઝર હોય છે. ઉદાહરણ તરીકે, સેમસંગ ડિવાઇસમાં સેમસંગ ઇન્ટરનેટ બ્રાઉઝર હોય છે, જ્યારે મોટાભાગના અન્ય ફોનમાં ગૂગલ ક્રોમ ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે કામ કરે છે. જો કે, જો વધુ સારી સ્પિડ, વધુ સારી સિક્રસી અથવા વધારાની સુવિધાઓ શોધી રહ્યા છો, તો ગૂગલ પ્લે સ્ટોર પર ઘણા ઉત્તમ ઓપ્શન્સ આપવામાં આવ્યા છે. એન્ડ્રોઇડ માટે આવી પાંચ વેબ બ્રાઉઝર જે અનેક રીતે કામ સરળ કરી આપે છે. માત્ર ટેક્સ સર્ચ જ નહીં ઈમેજ, વોઈસ અને એઆઈથી પણ સજ્જ છે એટલે તમામ પ્રકારનું કામ સરળ કરી આપે છે. જો મોબાઇલ પર ક્રોમની જેમ એક્સટેન્શનનો ઉપયોગ કરવા માંગતા હો, તો કિવી બ્રાઉઝર માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. તે ક્રોમિયમ-આધારિત બ્રાઉઝર છે જે ક્રોમ વેબ સ્ટોરમાંથી મોટાભાગના એક્સટેન્શનને સપોર્ટ કરે છે, જેનાથી તમે એડ બ્લોકર્સ, પાસવર્ડ મેનેજર અને અન્ય ઉપયોગી ટૂલ્સ સરળતાથી ઇન્સ્ટોલ કરી શકો છો.
ઓપરા સૌથી સરળ
ઓપેરા એવા યુઝર્સ માટે છે જેઓ સુવિધાઓથી ભરપૂર એવા નવા નવી ફીચર્સને એક્સેસ કરવામાં રસ ધરાવતા હોય છે. વન ક્લિક અને આઈકોનના ઓપ્શનથી અનેક એવા કામમાં મોટી રાહત ઊભી છે. તે કસ્ટમાઇઝેશન વિકલ્પોથી લઈને VPN અને AI સહાયક સુધીની ક્ષમતાઓની આખી ફિચર સિરીઝ આપી શકે એમ છે. યુઝર્સ બિલ્ટ-ઇન VPN, એકીકૃત એડ બ્લોકર, ડેટા સેવર મોડ, કસ્ટમ હોમ સ્ક્રીન, ન્યૂઝ એગ્રીગેટર અને લાઇવ સ્પોર્ટ્સ સ્કોર્સ જેવી સુવિધાઓનો લાભ મેળવે છે.આ ઉપરાંત પીન સાઈટ, ટેબ સાઈટ, લાસ્ટ સેવિંગ અને સેફ મોડમાં ઉપયોગ કરવાથી અનેક એવા ડેટાનં સેવિંગ પણ કરી શકાય છે. ઓપેરાના AI આસિસ્ટ, યુઝર્સને માહિતી ઝડપથી શોધવા અને સમજવામાં મદદ કરે છે. આ તે વપરાશકર્તાઓ માટે એક ઉત્તમ પસંદગી બનાવે છે જેઓ અદ્યતન સુવિધાઓની પ્રશંસા કરે છે.