કેલિફોર્નિયાઃ દેશ અને દુનિયાના આઈટી સેક્ટરમાં સૌથી વધારે જેની ચર્ચા છે તે AI છે. પણ આ ટેક્નોલોજીની રેસમાં ટેક્નોલોજીના જ પાયોનીયર ગણાતા લોકોએ કહ્યું કે, મર્યાદા કે આઉટ ઓફ કંટ્રોલ AIએ વ્યર્થ રેસ સમાન છે. AIની રેસને લઈને માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વિકાસની રફતાર એટલી પણ વધારે ન હોવી જોઈએ કે સુરક્ષાનું પાસું જ ભૂલાય જાય કે પાછળ રહી જાય. ટેક્નોલોજી માણસના કંટ્રોલની બાહર જતી રહે એવું બિલકુલ ન થવું જોઈએ.
આ રીતે આગળ વધવું યોગ્ય નથી
દેશ-દુનિયામાં AI જો માણસની મદદ ન કરે અને હ્યુમન તેને કંટ્રોલ ન કરે તો આગળ વધવા પાછળનો કોઈ હેતુ નથી, કોઈ મતલબ જ નથી. AI સેફ્ટિ, યોગ્ય અલાઈમેન્ટ અને વધુને વધુ લોકોના સહકાર પર ફોક્સ થાય એ જરૂરી છે. સત્ય નડેલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે, સુપરઇન્ટેલિજન્સ તરફ આગળ વધતા પહેલા એક મૂળભૂત પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ. તેમના મતે, જો વિકસિત થઈ રહેલી ટેક્નોલોજી AI માનવજાતને લાભ આપતું નથી અને માનવ નિયંત્રણની બહાર રહે છે, તો તેની સાથે આગળ વધવું યોગ્ય નથી.
નડેલા AI રેસને સંપૂર્ણપણે રોકવાની હિમાયત કરી રહ્યા નથી. તેના બદલે, તેઓ માને છે કે, યોગ્ય સલામતી પદ્ધતિઓ સ્થાપિત કરવા માટે ગતિ નક્કી કરવી આવશ્યક છે. AI સિસ્ટમોનું નિરીક્ષણ કરવા અને સલામતી સિદ્ધાંતો લાગુ કરવામાં મદદ કરવા સક્ષમ એમ્બેડેડ મૂલ્યાંકનકારોના ખ્યાલને ટેકો આપ્યો છે. જે જરૂરી છે.
આચારસંહિતાનો મુદ્દો
માઈક્રોસોફ્ટ તેના પ્રથમ AI મોડેલો માટે આચારસંહિતાનો મુસદ્દો તૈયાર કરવાની અને જાહેર ચર્ચા માટે તેને બહાર પાડવાની યોજના નક્કી કરે છે. નાડેલા જણાવે છે કે, કંપનીઓ અને સંસ્થાઓએ તેમના પોતાના શીખવાના લૂપ્સને નિયંત્રિત કરવા અને AI ની આસપાસ બનેલા જ્ઞાન અને મોડેલ સિસ્ટમ્સની માલિકી જાળવી રાખવા સક્ષમ હોવા જોઈએ. સંસ્થાઓ પાસે AI મોડેલોમાં તેમના પોતાના જ્ઞાનનો સમાવેશ કરવાની અને તેઓ જે મોડેલનો ઉપયોગ કરે છે તેના પર નિયંત્રણ જાળવવાની ક્ષમતા હોવી જોઈએ.
એન્થ્રોપિક સંશોધક જેકબ સ્ટેઈનહાર્ટ દ્વારા તેમના રાજીનામા પછી કરવામાં આવેલી એક સોશિયલ મીડિયા પોસ્ટ પછી આ ચર્ચાએ જોર પકડ્યું છે જેમાં AI વિકાસકર્તાઓ ગંભીરતાથી માને છે કે દાયકાના અંત સુધીમાં AI માનવતા માટે ઘાતક સાબિત થઈ શકે છે. એન્થ્રોપિકના એલાઈનમેન્ટ સાયન્સ લીડ ઈવાન હ્યુબિન્ગરે પણ આ ચિંતા થાય એવો પડઘો પાડ્યો હતો, આવનારા દાયકામાં આવા પરિણામની 10 ટકાથી વધુ વ્યક્તિગત સંભાવનાનો અંદાજ લગાવ્યો હતો.
Any pursuit of superintelligence has to be grounded in the core principle that if the AI we build is not helping humanity and under human control, it's not worth pursuing.
— Satya Nadella (@satyanadella) September 13, 2026
We also need to accelerate and spread the benefits of AI, such that they are diffused broadly across…
ટેક્નોલોજી બધા માટે હોય
આ ટેક્નોલોજી માત્ર અમુક પસંદગીની સંસ્થાઓના નિયંત્રણમાં ન હોવી જોઈએ. નડેલા માને છે કે AI ઇકોસિસ્ટમમાં વિવિધ દેશો, ઉદ્યોગો અને શૈક્ષણિક સમુદાયની વધુ ભાગીદારી હોવી જોઈએ.'ક્લોઝ્ડ' (બંધ) અને 'ઓપન-સોર્સ' એમ બંને પ્રકારના AI મોડલ્સના વિકાસની હિમાયત કરે છે. તેમનું માનવું છે કે, કંપનીઓ અને યુઝર્સને તમામ પ્રકારની AI સેવા પૂરી પાડતી મુઠ્ઠીભર કંપનીઓ પર કાયમી ધોરણે નિર્ભર ન બની જવા જોઈએ.
કંપનીઓએ AI માટે બેવડી કિંમત ચૂકવવી પડી શકે છે એક તો ટેક્નોલોજીના ઉપયોગ માટે અને બીજું, તેનો ઉપયોગ કરતી વખતે તેમના મૂલ્યવાન આંતરિક જ્ઞાનને વહેંચીને. ટેક્નોલોજીના નિષ્ણાંતની વાત એવા સમયે બાહર આવી છે જ્યારે એઆઈથી તૈયાર થયેલી પ્રોક્ડક્ટને ઓળખવી મુશ્કેલ બની રહી છે. બીજી તરફ કેટલાક લોકો એઆઈના ટુલ્સને બેફામ રીતે ઉપયોગ કરીને તેના બીજા મોડેલ તૈયારી કરીને ખોટી રીતે કમાણી કરી રહ્યા છે અથવા માર્કેટમાં એ શીખવવાના બેનર હેઠળ ખોટો વેપલો કરી રહ્યા છે.
ટેક્નોલોજી હાવી ન થવી જોઈએ
એન્થ્રોપિક (Anthropic) ના સીઈઓ ડેરિયો એમોડેઈની ચેતવણી બાદ AI વિકાસની ગતિ ધીમી કરવા અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. એમોડેઈએ જણાવ્યું હતું કે, AI ક્ષમતાઓના વિકાસની ઝડપી ગતિ પર નિયંત્રણ મૂકવાની જરૂર છે. તેમણે એવી દરખાસ્ત પણ કરી હતી કે કંપનીઓ તેમના સુરક્ષાના પગલાંનું યોગ્ય રીતે પાલન કરે છે કે કેમ તેની ચકાસણી કરવા માટે, સ્વતંત્ર થર્ડ પાર્ટી ઓબર્ઝર્વેશન AI લેબ્સના કર્મચારીઓ જેવી જ સુલભતા (access) આપવામાં આવે.
OpenAI ના સીઈઓ સેમ ઓલ્ટમેન એમોડેઈની વાત સાથે સહમત થયા અને જણાવ્યું કે OpenAI પણ ઓપન સોર્સનો ઉપયોગ કરવાની પદ્ધતિ અપનાવશે. એલન મસ્કે પણ એન્થ્રોપિકના સીઈઓનાં વલણને સમર્થન આપ્યું હતું. હવે, નડેલાના નિવેદન બાદ માઈક્રોસોફ્ટ પણ આ ચર્ચામાં સામેલ થયું છે. ટૂંકમાં સત્યા નડેલાનો મત સ્પષ્ટ છે કે, AI ટેક્નોલોજી માણસને કંટ્રોલ કરે એના કરતા માણસ આખી AI સિસ્ટમને કંટ્રોલ કરીને રાખે એ જરૂરી છે. ટેક્નોલોજી માણસાઈ પર હાવી ન થવી જોઈએ