કડીઃ રાજ્યમાં આવતા વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. આ પહેલા જ રાજ્યમાં કૉંગ્રેસના દિગ્ગજ ઠાકોર નેતાએ રાજકીય સંન્યાસ લેવાનો સંકેત આપ્યો હતો. કડીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે કહ્યું, બહુ રાજકારણ કહ્યું ને હવે અમે તમારી પાછળ છીએ.

કોણ છે આ દિગ્ગજ ઠાકોર નેતા
મહેસાણા પૂર્વ ધારાસભ્ય, જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ અને દિગ્ગજ ઠાકોર નેતા બળદેવજી ઠાકોરે કડીમાં યોજાયેલા કાર્યક્રમમાં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો સંકેત આપ્યો હતો. સૂત્રોના કહેવા પ્રમાણે, તઓ સલાહકાર સમિતિમાં જોડાઈ શકે છે. તેમણે કાર્યક્રમમાં કહ્યુ બહુ રાજકારણ કર્યું, હવે અમે તમારી પાછળ છીએ.
આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, યુવાનો જે કહે એ કરવા અમે તૈયાર છીએ. સમાજના યુવાનોને શિક્ષણ અને સંગઠન પર ભાર મૂકવા તેમણે અપીલ કરી હતી. છોકરાઓને ભણાવવામાં કોઈ કચાશ ના રાખશો. વર્તમાન સમયમાં પ્રગતિ કરવા માટે શિક્ષણ સૌથી મોટું શસ્ત્ર છે
કોણ છે બળદેવજી ઠાકોર
બળદેવજી ઠાકોર ગુજરાત કૉંગ્રેસના જાણીતા રાજકીય નેતા છે. તેઓ ગાંધીનગર જિલ્લાની કલોલ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ પક્ષ તરફથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિમાં પણ સક્રિય અને મહત્વના હોદ્દાઓ પર રહી ચૂક્યા છે અને ઓબીસી સમાજ અને ખાસ કરીને ઠાકોર સમાજમાં મોટું પ્રભુત્વ ધરાવે છે. ઉત્તર ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના સ્થાનિક રાજકારણમાં તેઓ એક મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાય છે.