Tue Jun 30 2026

Logo

પૂરમાં ડૂબ્યું આસામઃ 45,000 લોકો બેઘર, 300 મીટરનો લાંબો રેલબ્રિજ તૂટતા અનેક ગામડા સંપર્કવિહોણા

2026-06-30 20:36:11
Author: Mumbai Samachar Team
Article Image

ગુવાહાટીઃ દેશના પશ્ચિમમાં આવેલા રાજ્યોમાં ચોમાસુ હજું પૂરી રીતે સક્રિય થયું નથી, બીજી તરફ દેશના જ પૂર્વમાં આવેલા રાજ્યોમાં વરસાદે વિનાશ વેર્યો છે. આસામમાં પૂરના કારણે મસમોટું નુકસાન થયું છે. બચાવ તથ રાહત કાર્ય માટે વાયુસેનાની મદદ લેવામાં આવી રહી છે. 300 મીટર લાંબો લોઢાનો પૂલ ઢળી પડતા મોટી હોનારત થઈ છે.

અનેક એવા રસ્તાઓ ધોવાઈ ગયા છે. ખાસ કરીને આસામના ધેમાલી જિલ્લાને સૌથી વધારે નુકસાન થયું છે. આ સિવાય ડિબ્રુગઢ, ચિરાંગ, લખીમપુર અને નલબાડી જિલ્લામાં પૂરના કારણે મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે. આસામમાં પહેલીવાર પૂરના કારણે વિનાશ થયો નથી. આ પહેલા પણ પાણીને કારણે પરેશાની ઊભી થયેલી છે. આશરે 45 હજાર લોકો ઘર વિહોણા બની ગયા છે. 

શું કહ્યું આસામના મુખ્યમંત્રીએ?

આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ કહ્યું હતું કે સુરક્ષા એ અમારી પ્રાથમિકતા છે. ધેમાજીમાં જોનાઈ પાસે અનેક એવા ગામમાં પાણીનું સ્તર વધતા પરિસ્થિતિ ગંભીર છે. પૂરની સ્થિતિમાં યુદ્ધના કારણે રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને લોકોની આજીવિકાને નુકસાન થયું છે. મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સરકાર પૂર પીડિતના પડખે ઊભી છે. 

પહાડી વિસ્તારમાં જંગલો કપાતા માટીના કારણે મુશ્કેલી ઊભી થઈ હતી. વધારે પડતા વૃક્ષો કપાઈ જવાના કારણે માટી અને કાંપ નદીઓ સુધી પહોંચી ગયો હતો. પૂરની સ્થિતિ આ કારણે ગંભીર થઈ ગઈ હતી. આ જ કારણ છે કે, જ્યારે અહીંયા પૂર આવે છે તો વિનાશ વધી જાય છે. નદી કિનારાના વિસ્તારો અને મેદાની પ્રદેશમાં આડેધડ બાંધકામ અને રસ્તાઓનું કામકાજ અને પાણીના પ્રવાહમાં વસાહત ઊભી થવાને કારણે મુશ્કેલી થઈ છે. આ કારણે પ્રવાહ અવરોધાય છે.

નિષ્ણાતોનો મત

નિષ્ણાતો એવું જણાવે છે કે, આસામમાં 40 ટકાથી વધારે વિસ્તાર એવો છે જ્યાં સૌથી વધારે પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. આ જ કારણે રાજ્યમાં લાખો લોકો પૂરથી પીડિત થાય છે. બ્રહ્મપુત્રનો પહાડી વિસ્તાર સૌથી વધારે સંવેદનશીલ માનવામાં આવે છે. પહાડી વિસ્તારમાં ટેકરીઓ ઉપરથી ધસી આવતી માટી અને કાટમાળ ક્યારેક મોટી મુશ્કેલી ઊભી કે છે. આ જ કારણે પૂરનું રૂપ વિકરાળ થઈ જાય છે.

આ કાટમાળ પછીથી નદીના તળીયે જમા ઈ જાય છે. પરિણામે પાણી સંગ્રહ કરવાની શક્તિ ઘટી જાય છે. આ કારણે પાણી પેટાળ સુધી જવાના બદલે કિનારા પર રહી જાય છે. માત્ર બ્રહ્મપુત્રા જ નહીં, આ નદીની સાથે વહેતી બીજી નાની-નાની નદીઓ પણ પૂરનો પ્રભાવ વધારવા માટે કારણભૂત છે. વિશાળ જળ વિસ્તારને કારણે પૂરનું જોખમ વધી જાય છે. પાણી એકવાર જમા થાય ત્યાર બાદ પાણી ઊતરતા સમય લાગી જાય છે. 

સૌથી વધારે વરસાદ

આસામ પૂર્વનું એ રાજ્ય છે જ્યાં ચોમાસામાં સૌથી વધારે વરસાદ થાય છે. વધારે પડતો વરસાદ પૂર માટે જવાબદાર હોય છે. આસામમાં દર વર્ષે જુનથી સપ્ટેમ્બર મહિના સુધી સતત વરસાદ થાય છે. સતત વરસાદને કારણે નદીનું જળસ્તર એકાએક વધી જાય છે. આ કારણે નદીઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી જાય છે. 

સિમેન નદી પર બાંધવામાં આવેલો પૂલ એકાએક તૂટી જતા પરિવહન ખોરવાયું હતું. મુર્કોગસેલેક અને શિલાપાથર વચ્ચે ટ્રેન સેવા બંધ પડી ગઈ હતી.અનેક એવા વિસ્તાર સંપર્કવિહોણા થઈ ગયા હતા. સતત વરસાદને કારણે અહીં કેટલીક પ્રાથમિક સુવિધાઓમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે. આ કારણે અનેક એવા વિસ્તારના લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.