હજુ પણ અનેક ગામો સંપર્કવિહોણા: 72,000થી વધુ લોકોને રાહત સામગ્રી પહોંચાડાઈ
ગુવાહાટીઃ આસામમાં પૂરને કારણે ભારે તારાજી થઈ છે. સર્વત્ર કાટમાળ અને ગારા-કિચ્ચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. હજુ પણ સમગ્ર રાજ્યમાં ચારેબાજુ પાણી પાણી અને કાદવકિચ્ચડને કારણે મદદ પહોંચાડવામાં પ્રશાસનને નાકે દમ આવી ગયો છે. રાજ્યના શિવસાગર જિલ્લાની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. અત્યાર સુધીમાં પૂરને કારણે થયેલી વિવિધ દુર્ઘટનામાં માર્યા જનારાની સંખ્યા 48 થઈ છે, જ્યારે રાજ્યમાં કુલ સંખ્યા 88 લોકોના મોત નીપજ્યાં છે. અનેક એવા મકાન જળસમાધિ લઈ ચૂક્યા છે જ્યારે અનેક ગ્રામ્ય વિસ્તાર સંપર્ક વિહોણા થયા છે.
શિવસાગર જિલ્લાની સ્થિતિને લઈને એક અધિકારીએ ત્યાં સુધી કહ્યું હતું કે, શિવસાગરમાં જ 9 વ્યક્તિઓના મોત થયા છે જ્યારે અન્ય 6 વ્યક્તિઓના મોત સોનારી આરસી વિસ્તારમાં થયા છે. બે વ્યક્તિઓના મોત અમગુરી અને ડેમો વિસ્તારમાં થયેલા છે. અધિકારીએ જણાવ્યા અનુસાર ચરાઈદેવમાં 29, જોહરાટમાં 9, ગોલાઘાટમાં 4, ધેમાજીમાં 1, સોનિતપુરમાં 1 અને કાર્બીમાં બે વ્યક્તિઓની મુલાકાત લેવાઈ છે જે પીડિત છે.
વહીવટી તંત્રની ટીમ ખડેપગે
પરિવાજનો સાથે વાતચીત ચાલુ છે અને પ્રાથમિક સારવાર ઝડપથી મળે એ માટે કામગીરી કરવામાં આવી રહી છે. રિલીફ કૅમ્પ સુધી પહોંચવા ટ્રેક્ટરની મદદ લેવાઈ રહી છે અને નુકસાનનો સર્વે થઈ રહ્યો છે. પૂરના કારણે સ્થળાંતર કરેલા લોકો માટે ખાસ જિલ્લાઓમાં રાહત શિબિર શરૂ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર 16,500થી વધારે લોકોએ રાજ્યભરમાં બનાવવામાં આવેલા 71 રાહત શિબિર કૅમ્પમાં આશરો મેળવ્યો છે.
72,000 લોકોને સામગ્રી પહોંચાડી
આ સિવાય 30 રાહત વિતરણ કેન્દ્રના માધ્યમથી 72 હજારથી વધારે લોકો સુધી ખાદ્ય સામગ્રી તથા અન્ય જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવી છે. રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત પહોંચાડવા માટે કામ ચાલુ છે. જોકે અને એવા વિસ્તારમાં રસ્તાઓ તૂટી જવાને કરાણે પાણીનો નીકાલ થયો નથી. પાણી ભરાઈ ગયા છે આવી સ્થિતિમાં અનેક પડકારો ખાસ તો રાત્રીના સમયે વધી રહ્યા છે.
21,523 હેક્ટર કૃષિની જમીન પાણીમાં
પૂરની અસર માત્ર જનજીવન સુધી જ મર્યાદિત નથી. કૃષિ અને પશુપાલન ક્ષેત્રે પણ મોટું નુકસાન થયું છે. અત્યાર સુધીમાં આસામ રાજ્યમાં કુલ 21,523.08 હેક્ટર જમીન જે કૃષિની હતી એમાં પાણી ભરાઈ ગયા છે. આ કારણે ત્યાંનો સમગ્ર પાક ધોવાઈ ગયો છે. આ કારણે ખેડૂતોને આર્થિક રીતે પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ સિવાય 11000થી વધારે પશુપાલકોના પશુ પાણીમાં તણાઈ જવાને કારણે તેઓ આધાર વિહોણા બની ગયા છે. 17000થી વધારે પશુઓને માઠી અસર પહોંચી છે.
કલ્યાણ અર્થે કામ કરતી સંસ્થાઓ મેદાનમાં
દૈનિક ધોરણે તંત્ર અને રાજ્ય સરકારની ટીમ જે તે વિસ્તારમાં રાહત સામગ્રી થતી પ્રજાને રાહત થાય એ પ્રકારે કામ કરી રહી છે. અનેક એવી સામાજિક અને માનવ કલ્યાણ અર્થે કામ કરતી સંસ્થાઓ પણ મેદાને ઊતરી છે અને ખાસ તો પીવાનું પાણી તેમજ જરૂરી ખાદ્ય સામગ્રી પહોંચાડી રહી છે. આગામી દિવસોમાં જે વિસ્તારો સંપર્કવિહોણા થયા છે એને જોડવા માટેની કામગીરી શરૂ થશે