Mon Sep 07 2026

Logo

‘આ ઘોર પાપ છે... તમારા પર ઈશ્ર્વરનો પ્રકોપ થશે’: અશોક ખરાતે પોલીસને આપ્યો શ્રાપ

2026-03-22 18:56:00
Author: Yogesh C. Patel
‘આ ઘોર પાપ છે... તમારા પર ઈશ્ર્વરનો પ્રકોપ થશે’: અશોક ખરાતે પોલીસને આપ્યો શ્રાપ

નાશિક: સ્વઘોષિત ન્યૂમરોલૉજિસ્ટ અને જ્યોતિષી અશોક ખરાત તેની ધરપકડથી ઊકળી ઊઠ્યો હતો. શું કરવું એની અવઢવમાં રહેલા ખરાતે બરાડા પાડીને ધરપકડ કરનારા પોલીસ અધિકારીઓને શ્રાપ આપવા માંડ્યો હતો. ‘ઘોર પાપ કરી રહ્યા છો... ઈશ્ર્વરનો તમારા પર પ્રકોપ થશે,’ એવું ખરાતે કહ્યું હતું.

ખરાતની ધરપકડનું પ્રકરણ કોઈ ફિલ્મી થ્રિલરથી ઓછું નહોતું. સંપૂર્ણ ગુપ્તતા જાળવીને તેની ધરપકડ કરવામાં આવી હતી. ખરાતની ધરપકડ પછી અનેક ચોંકાવનારી વાતો સામે આવી રહી છે. કહેવાય છે કે ખરાતની ધરપકડની વાત છૂપી રાખવામાં આવી હતી. એટલે સુધી કે ઑપરેશનમાં સામેલ પોલીસ કર્મચારીઓને પણ આની જાણ કરાઈ નહોતી. છેવટ સુધી પોલીસ ટીમ અજાણ હતી કે કઈ કાર્યવાહી કરવા આટલી કવાયત કરવામાં આવી રહી છે.

વરિષ્ઠ અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓની પાંચ ટીમ બનાવવામાં આવી હતી. ખરાતના ઘર નજીક પહોંચેલી ટીમને ખરાતના ઘરમાં ચોર ઘૂસ્યો હોવાથી તેને પકડવા આ ઑપરેશન હાથ ધરાયું હોવાનું કહેવામાં આવ્યું હતું. ઘરમાં ઘૂસ્યા પછી ખરાતને તાબામાં લેવાયો ત્યારે પોલીસ કર્મચારીઓને આ અંગે જાણ થઈ હતી.

કહેવાય છે કે ધરપકડ પછી ખરાતને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો ત્યારે તે ખાસ્સો ગુસ્સામાં હતો. બરાડા પાડતાં તે પોલીસને શ્રાપ આપવા લાગ્યો હતો. તેણે કહ્યું હતું કે તમે ઘોર પાપ કરી રહ્યા છો... ઈશ્ર્વરનો તમારા પર પ્રકોપ થશે. આ ઑપરેશનમાં એટલી સાવધાની અને ગુપ્તતા જાળવવામાં આવી હતી કે ખરાતને પ્રત્યુત્તર કે કોઈ ઍક્શન લેવાનો મોકો મળ્યો નહોતો.

વધુ જુઓ...