Fri Apr 17 2026

Logo

લતાજીના યુગમાં આશા તાઈને મળતી માત્ર 20 ટકા ફીઃ અવાજમાં 'અખતરા' કરી બન્યા આઈકોનિક

2026-04-12 16:34:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ દાયકાઓ સુધી પોતાના રેશમી અવાજથી એક આખી પેઢીના દિલ જીતનારા કલાકાર આશા ભોંસલેએ અચાનક અણધારી વિદાય લઈ લીધી છે. 92 વર્ષની ઉંમરે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. આશા તાઈના પુત્ર આનંદે એમના નિધનની વાતને પુષ્ટી કરી છે. આવતીકાલે એટલે કે, તા.13 એપ્રિલના રોજ એમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સૂર, સંગીત, રીધમની સાથે અવાજની સ્વીટનેસથી સ્ક્રિન જાણે જીવંત થતી. આશાતાઈને સફળતાની આ ઊંચાઈ સુધી પહોંચતા વર્ષો લાગ્યા એમ કહેવા કરતા એમને જે પુરૂષાર્થ કર્યો એ કંઈ સાધારણ ન હતો. 

લતાજીના પ્રભાવ સામે પણ દમદાર અવાજ
લવ સોંગ, રોક સોંગ, સેન્ટિમેન્ટલ, આઈટમ સોંગ જેવા ઝોનર એ સમયે ન હતા એવા સમયમાં આશાએ જે ગીતને કંઠ આપ્યો એ ખરા અર્થમાં એવરગ્રીન બની ગયા. બોલિવૂડમાં એક લાંબા સમય સુધી ગીતની દુનિયામાં જ્યારે ફીમેલ લીડ સિંગરની વાત આવે ત્યારે લતા મંગેશકરની પ્રાથમિકતા હતી. સંગીતકારો પર એમનો પ્રભાવ હતો. લતાજીનો એક પ્રકારનો દબદબો હતો. વર્ષ 1950-60ના દાયકામાં આશાજીમાં અવાજનું ટેલેન્ટ હોવા છતા આર્થિક સ્થિતિ એટલી સારી ન હતી. કામ તો ભરપૂર મળતુ અને ઈન્ડસ્ટ્રીમાં નામ પણ મળતું પણ એ સમયે ઈન્ડસ્ટ્રીમાં ફીની રકમ એટલી ઊંચી મળતી ન હતી. એ દાયકાના ગાયકોમાં સૌથી ઓછી રકમ આશાજીને મળતી હતી. 

ખૂબ ઓછી ફી છતાં ટકી રહ્યા
લતાજી સાથે તુલના કરવામાં આવે તો લતાજી કરતા આશાજીને માત્ર 20 ટકા ફી મળતી હતી. લીડ એક્ટ્રેસની પહેલી પસંદ લતાજી હતા, ઘણીવાર એવું બનતું કે આશાજીના ભાગના ગીતમાં પણ લતાજીએ અવાજ આપી દીધો હોય. જ્યારે કોઈ એક્સપરિમેન્ટલ હોય તો આશાજી પાસે ગીત આવતા. આ જ પડકારને પોતાની તાકાત બનાવીને આશાજીએ અલગ અલગ ઝોનના ગીતમાં પોતાનો કંઠ આપ્યો. આનાથી એમની એક અલગ છાપ ઊભી થઈ, એમની જગ્યા આજે કોઈ લઈ શકે એમ નથી. એક સમય એવો પણ હતો જ્યારે લતાજીને એક ગીતના જ્યાં 500 જેટલા રૂપિયા મળતા ત્યાં આશાજીને માત્ર 100 રૂપિયા જેવી ફીથી સંતોષ માનવો પડતો. 

સંગીત સિવાય પણ કમાણીનો સ્ત્રોત
પોતાની મહેનતના દમ પર માત્ર પોતાની ફી જ વધારી પણ જુદા જુદા અવાજના પ્રયોગ કરીને સંગીતની દુનિયામાં પોતાનું સ્થાન કાયમ કર્યું અને એક અલગ ઝોનનું પોતાનું સામ્રાજ્ય બનાવ્યું. વર્ષ 2026માં જ્યારે આશાજીની નેટવર્થ 100 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું. દેશની ટોપ 10 ગાયિકાની જ્યારે પણ યાદી તૈયાર કરવામાં આવશે તો આશાજી એ યાદીમાં અવ્લલ રહેશે. એ વાત પણ સ્વીકારવી પડે કે, તેઓ સંપત્તિ કે ફી ના મામલે તે સુનિધિ ચૌહાણ, નેહા કક્કર, તુલસી કુમાર કે શ્રેયા ઘોષાલથી પાછળ છે. માત્ર સંગીત જ નહીં પોતાની રેસ્ટોરાં ચેઈનથી પણ એમની આવકમાં વધારો થતો.

12000થી વધારે ગીત
આશાજીની આઉટલેટ દુબઈ, અબુધાબી, બહેરીન, કુવૈત અને યુકે જેવા દેશમાં છે. મુંબઈના પેડર રોડ પર પ્રભુકુંજ એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ છે. આ સિવાય પૂણેમાં પણ એમની એક મિલકત છે. આ બધા કરતા આશાજીની પોતાની ગમતી અને સૌથી વધુ ફેવરીત વિરાસત 12000થી વધારે જુદી-જુદી ભાષાઓમાં ગાયેલા એમના ગીત છે. આશાજીએ માત્ર હિન્દી જ નહીં, બંગાળી, મરાઠી, ગુજરાતી અને ભોજપુરી ગીત પણ ગાયા છે. સોશિયલ મીડિયા પર એના અનેક એવા ગીત પોસ્ટ કરીને ફેન્સ એમને ખરા અર્થમાં યાદ કરી રહ્યા છે.