Sat Sep 05 2026

Logo

સુરતમાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટના, પતિ-પત્ની, પુત્રીનાં મોત

2026-02-25 10:36:00
Author: Mayur Patel
સુરતમાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટના, પતિ-પત્ની, પુત્રીનાં મોત

સુરતઃ શહેરમાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટના બની છે.  વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગનસ બિલ્ડીંગમાં ચાર લોકોએ ઝેરી દવા પી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પતિ-પત્ની, પુત્રી સહિત ત્રણ લોકોનાં મોત થયા હતા. જ્યારે એક પુત્રીનો બચાવ થયો હતો.

સ્યુસાઈડ નોટ પણ મળી

પોલીસને સ્થળ પરથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં વૈભવ રૂંગટા નામના શખ્સ દ્વારા રૂપિયા માટે આપવામાં આવતા ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતદેહોના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

15 દિવસ પહેલાં પણ શહેરમાં બની હતી આવી ઘટના

સુરતના લાલગેટમાં 10 ફેબ્રુઆરીના રોજ એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતક પરિવાર ઘટનાના એક સપ્તાહ પહેલા જ સાઉદી અરેબિયાની યાત્રા કરીને પરત આવ્યો હતો. લાલગેટના હરિપુરા સૌય શેરીમાં પતિ, પત્ની અને બાળકે ઝેરી દવા પી લીધી હતી. જે બાદ 36 વર્ષના ફૈઝ અહેમદ, 32 વર્ષના મુબીના અહેમદ અને તેમના પુત્ર નોમાનનું મોત થયું હતું. ફૈઝ અહેમદ કેમિકલના વ્યવસાય સાથે જોડાયેલા હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. એકસાથે પરિવારના ત્રણ સભ્યોના મોતથી સમગ્ર શેરીમાં માતમનો માહોલ છવાયો હતો. આસપાસના સ્થાનિકોને ઘટનાની જાણ થતાં ગમગીની છવાઈ ગઈ હતી.