Mon Sep 07 2026

Logo

આંધ્રપ્રદેશમાં ટીડીપીનો માસ્ટર સ્ટ્રોક, ચૂંટણીમાં મહિલાઓને 33 ટકા બેઠકો ફાળવશે

2026-05-27 15:45:24
Author: Chandrakant Kanoja
આંધ્રપ્રદેશમાં ટીડીપીનો માસ્ટર સ્ટ્રોક, ચૂંટણીમાં મહિલાઓને 33 ટકા બેઠકો ફાળવશે

Nara Lokesh


અમરાવતી : દેશમાં મહિલા અનામત બિલ અંગે સંસદમાં અવરોધ ઉભા થયા છે. તેવા સમયે આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટી( TDP)એ વર્ષ 2029ની ચૂંટણી માટે પાર્ટીમાં મહિલાઓ માટે 33 ટકા અનામત આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ અંગે  એક બેઠકમાં મંત્રી અને ટીડીપીના કાર્યકારી અધ્યક્ષ નારા લોકેશે જણાવ્યું કે ટીડીપી મહિલાઓને 33 ટકા બેઠકો ફાળવશે. 

ટીડીપી રાજકારણમાં મહિલાઓ વધુ પ્રતિનિધીત્વ આપશે 

આ બેઠકમાં નારા લોકેશે જણાવ્યું હતું કે ટીડીપીએ રાજકારણમાં મહિલાઓની મોટા પાયે ભાગીદારી સાથે નવા રાજકીય યુગની શરૂઆત કરી છે. દેશમાં આ પ્રકારની પ્રથમ ઐતિહાસિક રાજકીય જાહેરાત કરતા તેલુગુ દેશમ પાર્ટીના કાર્યકારી પ્રમુખ નારા લોકેશે મહાનાડુ- 2026 ના પ્રથમ દિવસે વર્ષ 2029 ની સામાન્ય ચૂંટણીઓ માટે પાર્ટીમાં મહિલાઓ માટે 33 ટકા અનામત આપવાનો પ્રસ્તાવ મૂક્યો.

દેશમાં રાજકીય પક્ષની પ્રબળ ઇચ્છા શકિતનું ઉદાહરણ 

આ વર્ષના મહાનાડુનો વિષય  સ્ત્રી શક્તિ  હોવાથી આ જાહેરાતને ભારતીય રાજકારણમાં મહિલા નેતૃત્વ અને  સમાનતા પ્રત્યેની એક મોટી રાજકીય અને વૈચારિક પ્રતિબદ્ધતા તરીકે જોવામાં આવી રહી છે. ટીડીપી દ્વારા આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે સંસદમાં મહિલા અનામત બિલ રાજકીય અવરોધોનો સામનો કરી રહ્યું છે.  ટીડીપીના આ પગલાને હવે દેશમાં રાજકીય પક્ષની પ્રબળ ઇચ્છા શકિત તરીકે જોવામાં આવી રહ્યું છે.

ટીડીપીએ સંગઠનાત્મક માળખામાં મહિલા પ્રતિનિધિત્વમાં વધારો કર્યો

જેમાં પાર્ટીએ તાજેતરમાં જ તેના સંગઠનાત્મક માળખામાં મહિલા પ્રતિનિધિત્વમાં વધારો કર્યો છે. જેમાં સાંસદ બાયરેડી શબરીને તેના પ્રથમ મહિલા રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પગલાને મહિલા નેતૃત્વને મજબૂત બનાવવાના હેતુથી પાર્ટીની વ્યાપક પહેલનો એક હિસ્સો માનવામાં આવે છે.