Tue Apr 28 2026

Logo

માયાભાઈ આહીરની દીકરી સોનલ પણ ખરાબ રીતે હારી, જાણો કઈ બેઠક પર હતી ભાજપની ઉમેદવાર ?

2026-04-28 13:07:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક ચોંકાવાનારા પરિણામો સામે આવ્યા છે. કેટલાક જાણીતા ચહેરાઓની હાર થઈ છે. જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરી સોનલ પર ખરાબ રીતે હારી હતી. લાઠી તાલુકાની ચાવંડ બેઠક પરથી  માયાભાઈ આહીરના પુત્રી સોનલબેન ડેર ભાજપની ઉમેદવાર હતી. આ બેઠક પરથી કોંગ્રેસના શાંતિબેન ડેર વિજેતા બન્યા હતા.

સોનલબેન ડેર અમરેલી જિલ્લા ભાજપના કદાવર આગેવાન જીતુ ડેરના પુત્રવધુ છે. ઉલ્લેખનીય છે કે ડેર પરિવારનો આ બેઠક પર વર્ષોથી પ્રભાવ રહ્યો હતો, ગત ટર્મમાં જીતુ ડેરના પત્ની પણ આ વિસ્તારમાંથી જિલ્લા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે આ વર્ષે કોંગ્રેસે આ બેઠક પર ડેર પરિવારનો દબદબો તોડ્યો છે.

અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયત અને વિવિધ નગરપાલિકાઓના પરિણામોમાં ભાજપનું પલ્લું ભારે રહ્યું છે, જ્યારે ધારી અને દામનગર જેવી બેઠકો પર કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી.

અમરેલી જિલ્લા પંચાયત: કુલ 34 બેઠકોમાંથી 14 બેઠકો પર ભાજપનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસ માત્ર 1 બેઠક મેળવી શકી છે.

અમરેલી નગરપાલિકા: 44 બેઠકોમાંથી 19 ભાજપ અને 7 કોંગ્રેસના ફાળે ગઈ છે. જ્યારે 1 બેઠક ભાજપના કાર્યકર એવા અપક્ષ ઉમેદવારે જીતી છે.

ધારીમાં ઐતિહાસિક જીત: ધારી પાલિકામાં ભાજપે પ્રથમ ચૂંટણીમાં જ સત્તા મેળવી છે. અહીં કોંગ્રેસનું ખાતું ન ખુલતા તેને વિપક્ષમાં બેસવા જેટલી બેઠકો પણ મળી નથી. ભાજપને 22 બેઠક મળી છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) 6 બેઠકો સાથે વિપક્ષ તરીકે ઉભરી છે.

કોંગ્રેસનો સફાયો: દામનગર અને ધારી જેવી પાલિકાઓમાં કોંગ્રેસ પોતાનું ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ રહી છે.

ભાજપનું વર્ચસ્વ: બાબરા અને દામનગરમાં ભાજપે 24 માંથી 16-16 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે.