Wed Sep 09 2026

Logo

હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાએ ઈરાનના બે ઓઇલ જહાજ પર હુમલો કર્યો

Tehran   2026-05-09 18:56:00
Author: Chandrakant Kanoja
હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાએ ઈરાનના બે ઓઇલ જહાજ પર હુમલો કર્યો

તહેરાન: મિડલ ઈસ્ટના અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અમલી છે. જોકે, આ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાએ ઈરાનના બે ઓઇલ જહાજ પર હુમલો કર્યો છે. તેમજ આ જહાજોને પરિવહન માટે નિષ્ક્રિય કરી દીધા હતા. અમેરિકાએ દાવો કર્યો હતો કે ઈરાનના ટેન્કરો  નાકાબંધી ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.  જ્યારે ઈરાને આ હુમલાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

ઈરાનના જહાજોને નુકસાન કર્યા વિના અટકાવી દીધા 

અમેરિકાના લશ્કરી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ  ઈરાની જહાજો  અમેરિકન નાકાબંધીનો ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેના પગલે ચેતવણી બાદ અમેરિકન સેનાએ ઈરાનના જહાજોને નુકસાન કર્યા વિના અટકાવી દીધા હતા. 

યુએઇ પર ઈરાને હુમલો કર્યાનો દાવો 

મીડિયા અહેવાલો અનુસાર અહેવાલો હોર્મુઝ સ્ટ્રેટમાં  આખી રાત બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો છે. જ્યારે બીજી તરફ યુએઇએ તેના પર ઈરાની મિસાઇલો અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે. આ ઘટનાઓને લીધે ફરી એકવાર મિડલ ઈસ્ટના યુદ્ધના વાદળ ઘેરાયા છે. 

અમેરિકાએ ઇરાનના બંદરો પર નાકાબંધી લાદી

ઉલ્લેખનીય છે કે, 28  ફેબ્રુઆરીથી અમેરિકા અને ઇઝરાયલ ઈરાન પર હુમલા કર્યા હતા. તેની બાદ આ દેશો વચ્ચે   યુદ્ધ શરૂ થયું હતું. જેમાં  ઇરાને વૈશ્વિક ઉર્જા પુરવઠા માટે આ મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ બંધ કરી દીધો હતો. જેના લીધે ઇંધણના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે અને વિશ્વભરના બજારોમાં અસર જોવા મળી હતી. તેમજ એપ્રિલ માસમાં દરમિયાન અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ વાટાઘાટો તૂટી થઇ હતી. તેમજ તેની બાદ  અમેરિકાએ ઇરાનના  બંદરો પર નાકાબંધી લાદી છે.