ફોકસ - કિરણ ભાસ્કર
ત્વચાની દરેક સમસ્યાનો જવાબ બ્યુટી એક્સપર્ટ પાસે જઈને મેળવતાં પહેલાં હવે આપણો સ્માર્ટફોન એનો જવાબ આપવા લાગ્યો છે. ચહેરાનો એક ફોટો ખેંચીને અઈં ઍપને બતાવતાં જ પળ વારમાં એ બતાવી દેશે કે તમારી ત્વચા કેટલી શુષ્ક છે, પિગમેન્ટેશન ક્યાં છે અને તમારા માટે કયું સનસ્ક્રીન યોગ્ય છે વગેરે. સુંદરતાની દુનિયામાં વ્યક્તિગત સ્કિનકૅરનો આ AI યુગ છે, પરંતુ સુવિધાના આ ચમકદાર ચહેરાની પાછળ એક જરૂરી સાવધાની પણ રાખવી જોઈએ. અઈં તસવીરમાં દેખાતા તમારા ચહેરાની લાલીમા, દાગ કે ખીલ જેવી દૃશ્યમાન ચીજોને તો ઓળખી લેશે, પરંતુ એની પાછળ છુપાયેલાં મેડિકલ કારણોનું નિદાન નથી કરી શકતું. એટલે અઈંને તમારો બ્યુટી આસિસ્ટન્ટ બનાવો, પરંતુ એને ત્વાચરોગ નિષ્ણાત ન માની લો.
AI ચહેરા પર શું જુવે છે?: AI પાવર્ડ બ્યુટી ટૂલ્સ સામાન્ય રીતે કમ્પ્યુટર વિઝન અથવા તો મશીન લર્નિંગ એલ્ગોરિધમનો ઉપયોગ કરે છે અને એના માટે સામગ્રી પૂરી પાડે છે આપણા મોબાઇલનો કૅમેરા. એટલે તમારી તસવીર કે લાઇવ કૅમેરા ઇમેજથી તે ત્વચાની કેટલીક વિશેષતાઓનું અનુમાન લગાવવાની કોશિશ કરે છે. કૅમેરાની તસવીરના આધાર પર AI પાવર્ડ ટૂલ્સ ચહેરા પરની કરચલી, પિગમેન્ટેશન, રેડનેશ, પોર્સ, અન-ઇવન સ્કિન ટોન કે ખીલના સ્પૉટ્સ બતાવે છે. ત્યાર બાદ એલ્ગોરિધમ આ બધા સંકેતોને કોઈ ટ્રેન્ડ બ્યુટી પ્રોડક્ટ ડેટા બેઝથી મેળવીને સંભવિત સ્કિનકૅરની ભલામણ કરે છે. મતલબ કે જો તસવીરમાં ડ્રાય ત્વચા જોવા મળે તો AI ટૂલ મૉઇશ્ર્ચરાઇઝિંગ ઇન્ગ્રિડિયન્સવાળી પ્રોડક્ટની ભલામણ કરશે. જો ચહેરા પર પિગમેન્ટેશન જોવા મળશે તો એ બ્રાઇટિંગ અથવા સન સ્ક્રીન ફોક્સ્ડ રૂટિનની સલાહ આપશે.
પર્સનલાઇઝેશનનું આકર્ષણ: બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં એક મોટો બદલાવ આવ્યો છે જે મોટા પાયે બનાવેલી પ્રોડક્ટને બદલે વ્યક્તિગત સુંદરતા તરફ આગળ વધી રહ્યો છે. એક જ મૉઇશ્ર્ચર હવે દરેક માટે કામનું નથી રહ્યું. અલગ-અલગ લોકોની ત્વચાના પ્રકાર, તેમની ઉંમર, લાઇફસ્ટાઇલ અને સ્કિન કૅર આદત પ્રમાણે પરિણામ બદલાય છે. અઈં ટૂલ એ જ અંતરને પકડવાની કોશિશ કરે છે. અઈંના સવાલ-જવાબમાં જો સ્કિન ટાઇપ, ક્ધસર્ન, ઉંમર અને લાઇફસ્ટાઇલ જેવી માહિતી સામેલ થઈ જાય તો એ પર્સનલાઇઝડ સૂચન આપશે. આ જ કારણ છે કે અઈં બ્યુટી ટૂલ્સ હવે ફક્ત પ્રોડક્ટની ભલામણ કરવા પૂરતું જ સીમિત નથી રહ્યું. ઘણાં પ્લૅટફૉર્મ્સ વર્ચ્યુઅલ મેકઅપ ટ્રાય ઑન, શેડ મૅચિંગ તેમ જ સ્કિન કૅર ટ્રેકિંગ જેવી સુવિધાઓ પણ આપી રહ્યું છે.
AI એ બદલ્યો શૉપિંગનો અનુભવ: AIનો એક સૌથી વધુ દેખાતો ઉપયોગ મેકઅપમાં છે. માની લો કે કોઈ યુવતીને લિપસ્ટિકનો નવો સેટ ખરીદવો છે તો તે દુકાને જઈને ઘણા શેડ ટ્રાય કરવાને બદલે સ્માર્ટફોન કૅમેરા સામે વર્ચ્યુઅલ ટ્રાય-ઑન દ્વારા અલગ-અલગ કલર્સ તેના પર કેવા લાગે છે તે જોશે અને જે સૌથી સુંદર લાગશે તે ખરીદશે. એ જ રીતે ફાઉન્ડેશન કે હેર કલરનું પણ વર્ચ્યુઅલ પ્રિવ્યુ ખરીદતાં પહેલાં અંદાજ આપી શકે છે કે તમારો લૂક કેવો દેખાશે. ભલે એવું લાગે કે આનો ફાયદો ગ્રાહકને છે, પણ ગ્રાહકો કરતાં વધુ ફાયદો બ્યુટી બ્રાન્ડ્સને છે, કારણ કે આ ટેક્નૉલૉજી ખરીદીને વધુ ઇન્ટરેક્ટિવ બનાવે છે અને ઑનલાઇન શૉપિંગમાં પ્રોડક્ટ સિલેક્શનને સરળ બનાવે છે.
AI ત્વચા નિષ્ણાત નથી: વાસ્તવમાં અઈંને પોતાનો બ્યુટી આસિસ્ટન્ટ માનનારાઓએ સમજવું જોઈએ કે અઈં માત્ર એક ટેક્નૉલૉજી છે અને ટેક્નૉલૉજી કેટલાંક તથ્યોના આધારે નિર્ણય લે છે. AI ભલે તમને એવો ભ્રમ કરાવે કે તે તમારી પર્સનલ કૅર કરી રહ્યું છે, પણ તે ડૉક્ટર નથી. અઈં ત્વચા નિષ્ણાત નથી. તેથી અઈંને બ્યુટી આસિસ્ટન્ટ માનનારાઓએ સાવધાન રહેવું જોઈએ, કારણ કે અઈં તમારા વિશે જે કંઈ સૂચનો આપશે તે તમે પાડેલા ફોટોગ્રાફના રંગ અને તેમાં રહેલા પ્રકાશ પ્રમાણે હશે. વાસ્તવમાં અઈં ક્યારેય એ કહી શકતું નથી કે તેના આ રેકમેન્ડેશન પાછળ મેડિકલ કારણ શું છે. ખીલ, ખરજવું, ફંગલ ઇન્ફેક્શન, એર્લ્જિક રિઍક્શન અથવા પિગમેન્ટેશન જેવી સ્થિતિઓ એકબીજા જેવી દેખાઈ શકે છે. તેથી અઈંના રેકમેન્ડેશનને ડાયગ્નોસિસ સમજવું એટલે તમારા સ્વાસ્થ્ય અને સૌંદર્ય સાથે ચેડાં કરવા જેવું છે.
AIના સૂચન પર તમારી ત્વચા સાથે કોઈ પણ ફેરફાર ન કરો અથવા તેના દ્વારા સૂચવવામાં આવેલી સારવાર અજમાવતાં પહેલાં કોઈ સાચા માનવ ત્વચા નિષ્ણાતને મળી લો, જો તે પણ એ જ સૂચન આપે તો ખુશીથી માની લો, નહીં તો આ બેદરકારી ભારે પડી શકે છે.