અમદાવાદ: ગુજરાતના એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદમાં પણ તેની અસર વર્તાઇ છે. જેમાં અમદાવાદ શહેરમાં બપોરે બાદ અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. આ દરમિયાન મળતી માહિતી મુજબ શહેરના ખાડિયા વિસ્તારમાં લાલાભાઇની બારી પાસે એક મકાન ધરાશાયી થયું છે. તેમજ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું છે. જેમાં બે વ્યક્તિમાંથી એક નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોને રાહત મળી
આ ઉપરાંત અમદાવાદના પંચવટી, યુનિવર્સિટી, શિવરંજની, વસ્ત્રાપુર અને SG હાઇવે પર ભારે વરસાદ પડ્યો છે. શહેરના વાતાવરણમાં પલટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોને રાહત મળી છે.
અમદાવાદના ખાડિયા ચાર રસ્તા પાસે લાલાભાઈની બારી નજીક ધોધમાર વરસાદમાં એક મકાન ધરાશાયી થયું છે. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી કાટમાળમાંથી એક વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. #Ahmedabad #Khadia #BuildingCollapse… pic.twitter.com/FpHaCRRHMH
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 13, 2026
ઉલ્લેખનીય છે કે, આજે સવારે 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો હતી. જેમાં સૌથી વધુ નવસારીના વાંસદામાં સવા ત્રણ ઈંચ, ધરમપુર અને અંબિકામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યના 21 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ભાવનગરમાં લાંબા વિરામ બાદ મેઘરાજા વરસ્યા | Bhavnagar Rain Update
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 13, 2026
ભાવનગર જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેરમાં આશરે 2 ઇંચ, ઘોઘામાં સાડા 3 ઇંચ, તળાજામાં પોણા 2 ઇંચ અને સિહોરમાં આશરે 1 ઇંચ… pic.twitter.com/qdleszKzj4
15 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી
આ ઉપરાંત ગુજરાતમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છુટા છવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં 14મીએ ઓરેન્જ એલર્ટ
જ્યારે વડોદરા, અમદાવાદ, આણંદ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એ સાથે રાજ્યમાં આ સિઝનમાં જ્યાં સૌથી વધુ વરસાદની ઘટ છે એવા દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં 14મીએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.