Wed Aug 26 2026

Logo

ભાજપે છેલ્લી ઘડીએ અમદાવાદની 2 બેઠકો પર 'મૂરતિયા' બદલી દીધા! જાણો નામ...

2026-04-11 15:38:42
Author: Vimal Prajapati
ભાજપે છેલ્લી ઘડીએ અમદાવાદની 2 બેઠકો પર 'મૂરતિયા' બદલી દીધા! જાણો નામ...

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી અંગે મહત્વના સમાચાર મળ્યાં છે. રાજકોટ બાદ અમદાવાદમાં પણ ભાજપે છેલ્લી ઘડીએ બે ઉમેદવારના નામ બદલ્યાં છે. જમાલપુર વોર્ડમાં ભાજપે પોતાના ઉમેદાવાર બદલ્યાં છે. જમાલપુર વોર્ડમાં પહેલા ભાજપે કલ્પના કહારને મેન્ડેટ આપ્યું હતું પરંતુ હવે તેમની જગ્યાએ પ્રિયંકા કહારને ઉમેદવારી ફોર્મ ભરશે તેવું જાણવ મળ્યું છે.  ચૂંટણી પંચના નિયમો મુજબ યોગ્યતા ન હોવાને કારણે ઉમેદવાર બદલવામાં આવ્યો હોવાનું પાર્ટીની સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

પાલડીમાં ફરી જૈનિત વકીલને રિપિટ કરવામાં આવ્યાં

ચૂંટણી પંચના નિયમ મુજબ ઉમેદવાર ન હોવાથી પ્રિયંકા કહારને ટિકિટ આપવામાં આવી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, ભારતીય જનતા પાર્ટીએ પાલડી વિસ્તારના ઉમેદવારમાં મહત્વનો ફેરફાર કર્યો છે. આ વોર્ડમાં પહેલા આશિષ શાહના નામની ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ ભાજપ દ્વારા નિર્ણય બદલી લેવામાં આવ્યો અને હવે જૈનિત વકીલને ટિકિટ આપવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે જૈનિક વકીલ લાંબા સમયથી સંગઠનમાં સક્રિય હોવાના કારણે પાર્ટી દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી છે. 

વડોદરા અને રાજકોટમાં પણ ભાજપે ઉમેદવાર બદલ્યા

આ પહેલા વડોદરામાં પણ ભાજપે ઉમેદવારના નામ બદલ્યા હોવાનું જાણવા મળ્યું છે. વડોદરામાં વોર્ડ નં-1માં રાગ મછારનું નામ યાદીમાં ન હોવાથી ભાજપે અંતિમ સમયે વોર્ડ નં-16માંથી આવતા ભૂરસિંગભાઈ રાઠવાનું નામ જાહેર કર્યું હતું. રાજકોટના વાત કરવામાં આવે તો, અહીં વોર્ડ નંબર 7માં પહેલા શૈલેષ જાનીના નામની ચર્ચા હતી પરંતુ તેમના બદલે હવે બ્રહ્મ સમાજના જ પૂર્વ કોર્પોરેટર નેહલ શુકલાને ટિકિટ આપવામાં આવી છે.