Thu Aug 27 2026

Logo

વર્લ્ડ કપ જીત્યા બાદ શિવમ દુબે 3 ટીયર એસી ટ્રેનમાં બેસી ઘરે પહોંચ્યો! જાણો કેમ આ રસ્તો પસંદ કર્યો

2026-03-11 14:41:00
Author: Savan Zalariya
વર્લ્ડ કપ જીત્યા બાદ શિવમ દુબે 3 ટીયર એસી ટ્રેનમાં બેસી ઘરે પહોંચ્યો! જાણો કેમ આ રસ્તો પસંદ કર્યો

મુંબઈ: ગત રવિવારે ભારતીય ક્રિકેટ ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સસ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડને હરાવીને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026નું ટાઈટલ જીત્યું. અમદાવાદમાં ઈતિહાસ રચ્યા બાદ ટીમના ખેલાડીઓ અને સપોર્ટસ્ટાફ પોતપોતાના ઘરે જવા રવાના થયા હતાં, સામાન્ય રીતે ક્રિકેટ ટીમના સભ્યો ફ્લાઈટમાં અથવા ચાર્ટર ફ્લાઈટ દ્વારા મુસાફરી કરતા હોય છે, પરંતુ ભારતનો ઓલરાઉન્ડર શિવમ દુબે 3 ટીયર એસી ટ્રેન મારફતે ઘરે પહોંચ્યો હતો.
ફાઈનલ મેચ દરમિયાન દુબેનો પરિવાર નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં હાજર રહ્યો હતો, મેચ જીત્યા બાદ તેણે  હાથમાં ટ્રોફી પકડીને પરિવાર સાથે ફોટો પડાવ્યા હતાં, જે તેને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતાં. 

રોડ માર્ગને બદલે ટ્રેન પસંદ કરી:

મેચ બાદ દુબેએ મુંબઈની ફ્લાઈટ બૂક કરવાનો પ્રયાસ કર્યો પણ તમામ ફ્લાઈટ્સ ફૂલ હતી, તેણે રોડ મારફતે મુસાફરી કરવાનો પણ વિચાર કર્યો, પણ અંતે તેણે ટ્રેન દ્વારા મુસાફરી કરી. દુબે એક નિવેદનમાં કહ્યું, "કોઈ ફ્લાઇટ અવેલેબલ ન હતી, તેથી મેં વહેલી સવારની ટ્રેનથી અમદાવાદથી મુંબઈ જવાનું નક્કી કર્યું. અમે રોડ માર્ગે જઈ શક્યા હોત, પણ ટ્રેન ઝડપી હતી."

આ રીતે ઓળખ છુપાવી:

શિવા દુબે પત્ની અને મિત્ર સાથે 3 ટીયર એસી કોચમાં મુંબઈ જવા રવાના થયો હતો. આ દરમિયાન ચિંતા એ હતી કે કોઈ દુબેને ઓળખી જશે તો લોકોને ઘેરી શકે છે. ઓળખાણ છુપાવવા દુબેએ ટોપી, માસ્ક અને લાંબી બાંયનું ટી-શર્ટ પહેર્યું હતું. તે સવારે 5:10 વાગ્યે અમદાવાદથી રવાના થયો, તેણે ટ્રેન ઉપડવાના થોડી મિનિટ પહેલા સુધી કારમાં રાહ જોઈ

કોઈ અનિચ્છનીય ઘટના ના બને એ માટે એક પોલીસ અધિકારી પણ તેમની સાથે હતા. સદનસીબે મુસાફરી દરમિયાન કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થઇ.

ટિકિટ ચેકરે ચિંતા વધારી:

કોચમાં બર્થ પર બેસ્યા બાદ ટિકિટ ચેકર આવ્યા ત્યારે ચિંતા વધી હતી. ટિકિટ ચેકરે પૂછ્યું, "શિવમ દુબે? વો કૌન હૈ, ક્રિકેટર?" 

દુબેની પત્ની અંજુમે તુરંત સ્થિતિ સંભાળી અને કહ્યું: "ના, ના. વો કહાં સે આયેગા?"  બાદમાં ટીસી બીજા પેસેન્જર તરફ જતો રહ્યો.

મુંબઈ પોલીસે તેને બોરીવલી રેલ્વે સ્ટેશનથી એસ્કોર્ટ કર્યો હતો.