Mon Oct 05 2026

Logo

સૌથી ઝડપી સેન્ચુરી અને પછી ઓમ નમઃ શિવાયના જાપ...અભિષેકે આ રીતે કર્યું સેલિબ્રેશન

2026-09-17 21:55:29
Author: Ajay Motiwala
સૌથી ઝડપી સેન્ચુરી અને પછી ઓમ નમઃ શિવાયના જાપ...અભિષેકે આ રીતે કર્યું સેલિબ્રેશન

PTI


નવી દિલ્હીઃ લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટ્સમૅન અભિષેક શર્મા (108 રન, 34 બૉલ, 45 મિનિટ, અગિયાર છગ્ગા, નવ ચોગ્ગા)એ ગુરુવારે અહીં અફઘાનિસ્તાન સામે સિરીઝની છેલ્લી ટી-20માં અસલી તાકાત બતાવીને ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો રેકૉર્ડ કર્યો હતો અને અપ્રતિમ સિદ્ધિ મેળવ્યા પછી તે ક્રીઝની નજીક જ બેસી ગયો હતો અને `ઓમ નમઃ શિવાય'ના અંદાજમાં અસંખ્ય ચાહકોના દિલ જીતી લીધા હતા.

અભિષેક હવે મોટા ક્રિકેટ-રાષ્ટ્રોમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન છે. અભિષેકે 30 બૉલમાં 100 રન પૂરા કર્યા હતા. તેણે એક ઝાટકે ન્યૂ ઝીલૅન્ડના ફિન ઍલનનો 33 બૉલની સદીનો વિશ્વવિક્રમ અને `હિટમૅન' રોહિત શર્માનો 35 બૉલની સદીનો ભારતીય વિક્રમ તોડી નાખ્યો હતો.

પાટનગરના અરુણ જેટલી સ્ટેડિયમમાં અભિષેક નામનું એવું વાવાઝોડું ફૂંકાયું જેમાં અફઘાનિસ્તાનના છ બોલર તેની લપેટમાં આવી ગયા હતા. તમામ છ બોલરે પચીસથી વધુ રન આપ્યા હતા. ઑફ-સ્પિનર મુજીબ-ઉર-રહમાન (4-0-45-0) સૌથી વધુ ખર્ચાળ સાબિત થયો હતો. અભિષેક સામે બોલિંગ કરીને તેમ જ ફીલ્ડિંગમાં દોડમદોડ કરીને અફઘાનિસ્તાન (Afghanistan)ના બોલર્સ પસીને રેબઝેબ થઈ ગયા હતા. અભિષેકે 30 બૉલમાં 100 રન દસ ગગનચુંબી છગ્ગા અને નવ ચોગ્ગાની મદદથી બનાવ્યા હતા. તેણે હાફ સેન્ચુરી માત્ર 16 બૉલમાં પૂરી કરી હતી. સંજુ સૅમસન (50 રન) સાથે અભિષેકની 9.5 ઓવરમાં 142 રનની ભાગીદારી થઈ હતી.

અભિષેક (Abhishek)ની સેન્ચુરી કરતાં તેણે જે અંદાજમાં સેલિબ્રેશન કર્યું એની અત્યારે વધુ ચર્ચા છે. તે સદી પૂરી કરીને પલાઠી વાળીને બેસી ગયો હતો અને ધ્યાન (યોગ)ની મુદ્રામાં આવી ગયો હતો. તેનો આ `ઓમ નમઃ શિવાય'નો અંદાજ સોશ્યલ મીડિયા પર જોત જોતામાં વાઇરલ થઈ ગયો હતો. એક ચાહકે પ્રતિક્રિયામાં લખ્યું, `અભિષેકે જેટલા આક્રમક મૂડમાં સેન્ચુરી ફટકારી એટલા જ શાંત અને ભક્તિભાવ સાથે સદીનું જે જશન મનાવ્યું એ લાજવાબ હતું.'