Sun Aug 23 2026

Logo

અતીક અહેમદનો દીકરો કઈ રીતે બન્યો હતો જીવલેણ અકસ્માતનો ભોગ, જુઓ ડરામણો વીડિયો

2026-08-12 16:41:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ અકસ્માત ક્યારેક એવો બની જાય જેની કોઈએ ક્યારેય સપનામાં પણ કલ્પના ન કરી હોય. ચોંકાવનારા અકસ્માતોની કહાની જ્યારે પણ સામે આવે ત્યારે તે વિચારતા કરી દે છે અને કહેતા પણ કરી દે છે. ગેંગસ્ટર અતીક અહેમદના દીકરાનું કાર અકસ્માતમાં થયેલું મૃત્યુ ગૅંગ લોબીમાં તો ચર્ચાય છે પણ જે વીડિયો વાયરલ થયો  છે તેને ખરેખર સ્તબ્ધ કરી દેનારો છે. આબાન અહેમદની કાર જે રીતે ફંગોળાઈ હતી જેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, કાર કેટલી સ્પીડમાં હતી, આગળ જતી ગાડીને ઓવરટેક કરવાના ચક્કરમાં અચાનક બેલેન્સ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. જેમાં આબાદ અહેમદનું મોત નીપજ્યું હતું. 

વીડિયો એક્સપર્ટની વાત

આ સમગ્ર ઘટના પર એક વિડિયો એક્સપર્ટે પોતાની વાત સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું કે, આ એક ખૌફનાક મંજર સમાન હતું. રસ્તા પર ફાયરિંગ બુલેટની જેમ દોડતી કાર ડિવાઈડરની પાળી સાથે અથડાઈ ગઈ, પછી આંખના પલકારામાં પલટી ગઈ. આ કારની આગળનો ભાગ સંપૂર્ણ રીતે કાગળ પડીકું વળે એમ વળી ગયો. 


આ અકસ્માતમાં આબાનનું મોત નીપજ્યું હતું. આબાન સાથે આ કારમાં અન્ય ચાર વ્યક્તિઓ પણ સામેલ હતા. જેમાં ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે.મૃતકોમાં આબાન સિવાય તેના દોસ્ત સોનુનું પણ મૃત્યુ થયું છે. ઘટનાના છ દિવસ બાદ આનો વીડિયો વાયરલ થયો છે આ વીડિયો કારના ડેશકેમમાંથી રેકોર્ડ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે આબાનની કાર કેવી રીતે ઓવરટેક કરે છે અને બીજી જ સેકન્ડમાં કાર બેલેન્સ ગુમાવે છે. ડિવાઈડર સાથે અથડાય છે. આ કેસમાં પોલીસનું માનીએ તો ડ્રાઈવર જૈદે જણાવ્યું હતું કે, ઝોંકુ આવી જતા કારનો અકસ્માત થયો હતો. 

નાની ભૂલ કેવી રીતે ભારે પડી?

કાર એન્ડ ઓટો એક્સપર્ટ  મુસ્તફા સિંગાપુરવાલાએ જણાવ્યું કે, હાઈસ્પીડ અને ટાઈમ કંટ્રોલનો આખો કેસ છે. બન્ને પર કાબુ ન થતા કાર પલટી અને આબાનનું મોત થયું. વિડિયોમાં કેટલાક રીસ્ક ફેક્ટર પણ સ્પષ્ટ થયા છે. આનું મખ્ય કારણ હાઈવે પરની સ્પીડ છે. જ્યાં એક નાનકડી ભૂલ પણ ભારે પડી શકે છે અને જીવલેણ બની જાય છે. 

પોલીસ રિપોર્ટ અને કેટલાક સાક્ષીઓના નિવેદન પરથી એટલું કહી શકાય છે કે, 120 કિમીની સ્પીડથી કાર દોડતી હતી. કારના સ્ટેરિંગ પરનો કંટ્રોલ ગયો એટલે કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ. જ્યારે કાર સ્પીડમાં હોય ત્યારે રસ્તા પરની નાનકડી ભૂલ પણ ભારે પડી જાય છે. 
વીડિયોમાં અને ફોટોમાં આ સ્પષ્ટ દેખાય છે. આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. ટક્કર કેટલી જોરદાર હતી અને સ્પીડ કેટલી હતી એ વિડિયોમાં દેખાય છે.  ઘટના સાથે જોડાયેલા મુસ્તફાએ કહ્યું કે, મને એવું લાગે છે કે, રસ્તા અને હવામાનની સ્થિતિને લઈને જોખમ વધી ગયું.

ટેકનિકલ પાસાની તપાસ થશે

રસ્તા પર ભેજ અને હાઈવે પર એક નાનકડી ઈંટ જેવી વસ્તુ ભારે પડી શકે. ટક્કર થઈ એની પહેલા અચાનક સ્ટેરિંગ ફેરવ્યું એ કારણ પણ મહત્ત્વનું હોઈ શકે છે. આ બધા કરતા મુદ્દો એ છે કે, હાઈવે પર સ્પીડ આટલી હોવી ખરેખર કોઈના માટે પણ જોખમી બની શકે છે. લાસ્ટ ગિયરમાં ગાડી હોય એમાં વધારે પડતી રેસ કરવામાં આવે તો અને સ્ટેરિંગ અચાનક ટર્ન કરવામાં આવે તો ઘ્યાન રહે તો કાર કાબુ ગુમાવે દે છે. કેબિનની અંદરનો માહોલ પણ ક્યારેક અકસ્માત માટે જવાબદાર બની જાય છે. 

લાંબા સમય સુધી રીસકર્યુલેશન મોડ ચાલું હોવો, કાર્બન ડાયોક્સાઈડ વધી જવો, ગરમી અને ડીહાઈડ્રેશન પણ લાંબા અંતરની મુસાફરી માટે ડ્રાઈવરની બેદરકારી અથવા ક્યારેક ઓછી સતર્કતા હોઈ શકે છે. સામાન્ય રીતે અક્સ્માત પાછળનું કારણ સ્પીડ અને બેદરકારી જ જોવા મળે છે. તપાસ કરી રહેલી ટીમ ઓટોના દ્રષ્ટિકોણથી કેટલાક મેકેનિકલ પાસાની પણ તપાસ કરી રહી છે. જેમ કે ટાયરની સ્થિતિ, ટાયર ફાટવા સંબંધિત શક્યતા, સ્ટેરિંગ મુવમેન્ટ, સસ્પેન્સન, અંતિમ કેટલીક સેકન્ડમાં શું થયું એ અંગે ખાસ કોઈ વિગત ન હોય ત્યારે વીડિયો જ સહારો બની જાય છે.